________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૨
પૂજ હેત.
ખરેખર હૃદય પટપર ખડ કરી શકાય છે. પ્રભુ પ્રતિમાના ઉત્થાપકો સેંકડો વર્ષથી પ્રયત્ન કરે છે તો પણ સનાતન જૈન ધર્મના કોટની એક ઇંટ ખેરવવાને માટે પણ જોઈએ તેવા તેઓ સમર્થ થયા નથી. પ્રભુની પ્રતિમાના ઉત્થાપકો ગમે તેટલો પ્રયત્ન કરે તે પણ પ્રતિમાની ઉત્થાપના કરવાને માટે વિજયી નિવડવાના નથી. સાકાર વસ્તુના આલંબનદારા નિરાકાર ગુણેની પ્રાપ્તિ કરવા સમર્થતા પ્રાપ્ત કરી શકાય છે. પ્રભુ પ્રતિમાની આવશ્યકતા સંબંધી લખવામાં આવે તો એક મહાન્ ગ્રન્થ લખી શકાય. પ્રભુની પ્રતિમાઠારા ગુણો મેળવી શકાય છે. રાગીની છબી દેખીને રાગ ઉત્પન્ન થાય છે. કામિનીની છબી દેખીને કામ ઉત્પન્ન થાય છે. શાન્ત પુરૂષની મૂતિ દેખવાથી શાન્ત ગુણ ઉત્પન્ન થાય છે. એક સામાન્ય ઉપદેશક વા સાધુની છબી દેખીને તેના ગુણેનું સ્મરણ થાય છે તે અનન્ત ગુણાના ધામભૂત એવા પરમાત્મા વીતરાગ દેવની પ્રતિમા દેખવાથી તેમના ગુણોનું
સ્મરણ થાય એ સ્વાભાવિક છે, અને તેમજ તેમના ગુણની પ્રાપ્તિ થઈ શકે તેમાં કંઈ આશ્ચર્ય નથી. પ્રભુ પ્રતિમાને દેખીને પ્રભુના ગુણોનું
સ્મરણ સહેજે થાય છે. પ્રભુની પ્રતિમાને પ્રભુરૂપ માનીને સેવા-પૂજાભકિત-આરાધના કરવાથી સેવક પિતાના આત્માની ઉન્નતિ કરી શકે છે.
प्रतिमा पूजा दर्शन लाभ. શ્રી વીતરાગ દેવની પ્રતિમાને પ્રશસ્તભાવથી અવલોકનારા પુણ્યબંધાદિ પ્રાપ્ત કરે છે. વીતરાગ દેવની પ્રતિમાને દેખીને જે મનુષ્યો દેપભાવે ધારણ કરે છે તેઓ પાપનો બંધ કરે છે. વીતરાગદેવની ઘતિમાને દેખો જેઓ વીતરાગના જ્ઞાનાદિ ગુણોનું સ્મરણ કરે છે તેઓ સંવર અને નિર્જરા તત્વને એવી શકે છે. પ્રભુની પ્રતિમામાં પ્રભુપણું ધારીને પ્રભુના સર્વ ગુણોનું
સ્મરણ કરવું. પ્રભુની પ્રતિમાને પ્રભુના ગુણો પ્રાપ્ત કરવા માટે પૃcવાની જરૂર છે. પ્રભુની પ્રતિમામાં પ્રભુની સ્થાપના કરીને ભકિત કરવા સમસરણુમાં બેઠેલા પ્રભુની ભકિત જેટલું જ અધ્યવસાયની શુદ્ધિએ ફલ પ્રાપ્ત થાય છે. પ્રભુની ભકિતનાં અંગોનો નિષેધ કરવાની જરૂર નથી પરંતુ પ્રભુની ભકિતના અંગે માં સુધારો કરવાની જરૂર છે. પ્રભુના ગુણ જાણુને જેઓ પ્રભુની પ્રતિમાની પૂજા સેવા ભકિત કરે છે તેઓ દર્શનની શુદ્ધિ કરે છે. પ્રભુના ગુણોનું પ્રતિમા આદિ નિમિત્ત પામ્યા વિના સ્મરણ થતું નથી માટે પ્રભુ પ્રતિમાની ઉપયોગિતા સિદ્ધ થાય છે. લોકોનાં મનરંજન કરવાને માટે
For Private And Personal Use Only