________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૮
પૂજા હેતુ.
*
*
*
પિતાના હસ્તવડે સુપાત્રોમાં દાન દેવું જોઈએ. પ્રભુના હસ્તે અનેક પારમાર્થિક કાર્યો કર્યા છે માટે તે પૂજય બન્યો છે, અને તેની પૂજ્યતાના હેતુઓને આપણે પણ ગ્રહણ કરીને આપણું હસ્તને પૂજ્ય બનાવવો જોઈએ. પ્રભુના હસ્તનો ગુણ લેવા માટે પ્રભુના હસ્તની પૂજા કરવામાં આવે છે. વીતરાગ દેવના હસ્તની પેઠે પોતાના હસ્તવડે દાન દેવા આદિ અનેક શુભ કાર્યો થવાં જોઈએ. લક્ષ્મી સત્તા આદિને પરમાર્થ કાર્યોની ઉન્નતિમાં ઉપયોગ કરવો જોઈએ. પ્રભુએ હસ્તવડે જેવાં કાર્યો ક્ય તેવાં કાર્યો કરવાને માટે હસ્ત પૂજતી વખતે દ્રઢ સંકલ્પ ધારણ કરવો. “જે હાથે તે સાથે ” સારાંશ કે જે હસ્તવડે દાનાદિ શુભ ધર્મ કરવામાં આવશે તે જ અનતે પરભવમાં સાથે આવશે. પ્રભુના હસ્તની પૂજા કરતાં છતાં જેઓ કંજુસના શિરદાર રહે છે તે ખરેખરી રીતે પ્રભુહસ્તની પૂજા કરી શકતા નથી. પ્રભુના હસ્તની પૂજા કર્યા બાદ પિતાના હસ્તે દાનાદિ ઉત્તમ શુભ કાર્યો થવાં જોઈએ. પ્રભુએ અનેક જનોને પોતાના હસ્તે દીક્ષા આપી તેવી રીતે આપણે પણ પ્રભુના હસ્તનું અનુકરણ કરવા પ્રયત્ન કરવો જોઈએ. પ્રભુના હસ્તના ગુણો લેવાને માટે જ આપણે પ્રભુના હસ્તની પૂજા કરીએ છીએ એમ ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ. પિતાના હસ્તે કોઈપણ બાબતમાં કંઇ વપરાય છે પણ યાદ રાખવું કે શુભ કાર્ય માં હસ્તનો ઉપ
ગ કરવાનો છે. મનુષ્યમાં દાન ગુણ પ્રથમ ખીલવો જોઈએ. દાન ગુણથી ત્યાગ દશા ઉત્પન્ન થાય છે, અને ત્યાગ દશાથી ખરે સંન્યાસ પ્રાપ્ત થાય છે. દરરોજ પોતાના હસ્તે દાન કરવાનો અભ્યાસ પાડવો. મૂછોનો ત્યાગ થયા વિના દાન દેઈ શકાતું નથી. હસ્તથી જેઓ દાન કરે છે તેઓ પરભવમાં સુખી થાય છે. પ્રભુનું મસ્તક પૂજીને પ્રભુના જેવું ધ્યાન ધરવા ભાવ રાખવો જોઈએ. પ્રભુએ ધ્યાન બળ વડે કર્મનો નાશ કર્યો હતો, તેવી રીતે પ્રભુનું મસ્તક પૂછને ધ્યાનના સદ્વિચારો કરવા જોઈએ.
પ્રભુએ કંઠવડે દેશના દેઈ અનેક જીવને તાર્યા. તેમના કઠે પૂજા કરીને કંઠને ગુણ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવો જોઈએ. પ્રભુના કંઠની જેમ પિતાના કંઠનો સદુપયોગ કરવામાં આવે તેજ કંઠની પૂજા સક્લ થાય. પ્રભુના કઠે પૂજા કરતી વખતે પ્રભુએ કંઠ વડે દેશના દોધી તેનું ચિત્ર પોતાના હૃદયપટમાં ખડું કરવું. પિતાના કંઠમાંથી પોતાનું અને અન્ય જીવોનું શ્રેય થાય એવા શબ્દો બહાર કાઢવા, કંઠવડે પ્રભુના ગુણોનું ગાન કરવું.
For Private And Personal Use Only