________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પૂજા હેતુ.
૧૨9.
પ્રભુના જમણા પગના અંગુઠે પૂજા કરીને મનમાં એવું વિચારવું કે ભગવાન પગના બળ વડ દેશદેરા વિચર્યા છે. અનેક જીવને બાધ આપીને તારવામાં પગની સાહા લીધી છે માટે પ્રભુના જમણું પગને પૂજીને આપણે પણ પ્રભુના જમણું પગ ની પેઠે ધર્મનાં કાર્યો કરવાં જોઈએ. ચરણુ કમલ પૂછને સેવાધર્મ સ્વીકારો જોઈએ. આખા શરીરમાં પગ સેવકનું કાર્ય કરે છે. આખા શરીરને આધાર પગપર છે તેમ સર્વ ધર્મ ને આધાર સેવાધર્મ છે. જેમાં પ્રથમ સેવક બને છે તેઓ પશ્ચાત સ્વામી બનવાને લાયક બને છે. જેઓ સેવાધર્મનો જાત અનુભવ ગ્રહણ કરતા નથી તેઓ સ્વામી થઈ શકતા નથી. સેવાધર્મ પ્રથમ શિખવો જોઈએ અને સેવાધર્મ પ્રથમ કર જોઈએ. પ્રભુએ પગનો જગત જીવોનું શ્રેય: કરવા ઉપયોગ કર્યો છે તે પ્રમાણે આપણે પણ તેમના ચરણ કમળ પૂજીને તેમની ચરણ કમલને સેવા ધર્મ સ્વીકારશું ત્યારે ખરેખરા સેવક બની શકીશું. મોટા થવું હોય તો સેવાધર્મ સ્વીકારે. એમ પ્રભુના ચરણકમલ પૂજનનો સાર ગ્રહણ કરો. પ્રભુના ચરણકમલ પૂછને સેવાધર્મ સ્વીકારીને આપણે તે પ્રમાણે વર્તીએ પિતાનું અને જગત નું કેટલું બધું કલ્યાણ કરી શકીએ ? તેને ખ્યાલ કરવો જોઈએ. પ્રભુના ચરગુકમલ પૂજનારે પિતાની શક્તિ વડે સેવા ધર્મ કરવા જોઈએ. જૈનધર્મની સેવામાં દરરોજ ભાવ અને આચાર વધે તો સમજવું કે પ્રભુના ચરણકમલની ખરેખરી પૂજા કરવામાં આવે છે. સેવક બનીને જેનોએ પ્રત્યેક ધર્મકાર્યો કરવાં જોઈએ, અને બાહ્ય પદવી વગેરેની ઇચ્છાઓનો ત્યાગ કરવો જોઈએ એમ ચરણ કમલની પૂજા જણાવે છે. સેવાધર્મ કરવામાં યુગલિકોની પેઠે વિનયની જરૂર રહે છે. જૈનશાસનની ઉન્નતિ કરવી હોય વા જગતનું કલ્યાણ કરવું હોય તો પ્રભુચરણના સેવક બનીને પ્રભુચરણના ગુણ ગ્રહણ કરી તે પ્રમાણે વર્તા. જાનુબળે પ્રભુ કાયોત્સર્ગમાં રહ્યાં હતા. કાર્યોત્સર્ગમાં જાનુએ સાહા આપી હતી આપણે પણ જાનુને ગુણ ગ્રહણ કરીને અન્યોને ધમકાર્યોમાં સહાય આપવી જોઈએ. જાનુને પૂછને પ્રત્યેક જીવોને સુકાર્યમાં સહાય આપવાનો આત્મામાં ગુણ પ્રગટાવવો જોઈએ. જાનુના જેવા ગુણો પ્રગટાવવા માટે દરરોજ પ્રયત્ન કરવો જોઈએ.
પ્રભુના હસ્તની પૂજા કરીને આપણે પ્રભુના હસ્તની પેઠે પ્રવૃતિ કરવી જોઈએ. પૂર્વે ગૃહસ્થાવાસમાં તીર્થકરોએ સાંવત્સરિક દાન આપ્યું હાં, તત સંસારમાં રહેનારા મનુષ્યોએ પણ પ્રભુના હસ્તની પૂજા કરીને
For Private And Personal Use Only