________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
જૂના હેતુ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત્ ૧૯૬૭
જિનેશ્વર પ્રભુના નવ અંગે પૂજા કરવાના હેતુ શાસ્ત્રામાં દર્શાવ્યા છે. પ્રભુના ગુણા લેવાને માટે પ્રભુની પૂજા કરવાની જરૂર છે. વીતરાગ દેવપર શુદ્ધ પ્રેમ પ્રગટવાથી વીતરાગ પ્રભુની દશા પ્રાપ્ત કરવા વિચારા પ્રગટયા કરે છે. વીતરાગની પ્રતિમા દેખીને વીતરાગ દશાનું સ્મરણ કરવુ અને પ્રભુના જેવી પેાતાનામાં વીતરાગ દશા પ્રશ્ટાવવા પ્રયત્ન કરવા. પ્રભુની પ્રતિમા દેખીને વારવાર તેમના જીવન ચરિત્રનુ સ્મરણ થાય છે અને તેથી તેમના ગુણાનું વારંવાર સ્મરણ થાય છે. શુદ્ધ પ્રેમ પૂર્વક ગુણાનું મરણુ કરવાથી હૃદયમાં ગુણેાના સ’સ્કાર પડે છે અને અન્તે વીતરાગના જેવા ગુણા પોતાના આત્મામાં પ્રકટી નીકળે છે. કારણૢ પામીને વીતરાગના ગુણાનું સ્મરણ થાય છે. પ્રભુના ગુણેાનું સ્મરણ કરવાને માટે પ્રભુની પ્રતિમાની આવશ્યકતા છે. કારણ કે પ્રભુની પ્રતિમારૂપ આલંબન પામીને ભકતા પ્રભુના ગુણાતુ સ્તવન મનન સ્મરણ કરી શકે છે. પ્રભુની પ્રતિમામાં પ્રભુના આરેાપ કરવામાં આવે છે અને પ્રભુની આગળ ભકતા દાષા ટાળાને ગુણા લેવાના વિચાર કરે છે. પ્રભુના ગુણા સ્મરણુ કરીને પોતાનામાં રહેલા દુર્ગાણા કાઢવાને માટે દૃઢ પ્રતિજ્ઞાઓ કરે છે. પ્રભુના ગુણ પ્રાપ્ત કરવા માટે પ્રભુની પ્રતિમાની પૂજા કરે છે. પૂજાના !ક ભેદા વડે પ્રભુને પૂજે છે. પ્રભુના સેવક બનીને ભતા પેાતાના હૃદયના ઉભરા કાઢે છે અને પ્રભુને હૃશ્યમાં સ્થાપન કરે છે. જેટલી વખત સુધી પ્રભુના ગુણાનું કીર્તન કરવામાં આવે છે તેટલી વખત સુધી આત્મા પેાતાના સ્વભાવમાં રમણતા કરે છે અને તેનાથી હૃદયમાં ગુણેાનાં ખીજો વાવે છે કે જે કાલાન્તરે વૃક્ષ રૂપે દેખાય છે. સંસારી જીવા જેવાં જેવાં કારણે પામે છે તેવા તેવા પ્રકારના વિચાર કરવામાં તત્પર થઇ જાય છે. સંસારી છા ખાદ્ય અનેક કારણાને પ્રાપ્ત કરીને દીવસના મેગ્ર ભાગ સૌંસારમાં વ્યતીત કરે છે તેવા જીવાને જિનપ્રતિમાનું આલખન મળે છે તેા પ્રભુના ગુણા પ્રાપ્ત કરવા તરફ્ તેમનું મન વળે છે.
બહાર્
For Private And Personal Use Only