________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૪
અતિથિ સેવા.
હું તને ઓળખું છું. ભાવડાએ કહ્યું કે હું પણ તમને ઓળખું છું. પાદરી સાહેબે કહ્યું કે તું મારા ધક્કા અપમાન વગેરે ભૂલી ગયો અને મારે સત્કાર કર્યો તેનું શું કારણ? પેલા ભાવડાએ જવાબ આપ્યો કે અમારા ભારતવાસીઓ પોતાને ઘેર ગમે તેવો પત્ર આવે પણ તેની દેવની પેઠે સેવા કરે છે અને તેમાં ખામી આવવા દેતો નથી. તમોએ મને જે કર્યું તે તરફ ભારે જોવાનું નથી. મારે તે તમે મારા ઘેર આવ્યા એટલે અતિથિ માનીને દેવની પેઠે પૂજવા જોઈએ એવું અમારૂ આર્યોનું લક્ષણ છે. પ્રભુના કૃત્રિમ ભક્ત થવાથી વા સત્તાથી વા લક્ષ્મીથી વા પ્રોફેસર થવાથી પ્રભુને પ્રાપ્ત કરી શકાતા નથી. પ્રભુનો ઉપદેશ એ છે કે સર્વ પ્રાણીઓને મારા સમાન માનશે તે તમે મને પ્રાપ્ત કરી શકશો. અમે જંગલી લોકે વિશેષ શું સમજી શકીએ. પેલા બ્રીસ્તિ સાહેબને ભાવડાના ઉપદેશની બહુ અસર થઈ. તેણે ભાવડાને પૈસા આપવા માંડયા. ભાવડાએ કહ્યું કે અતિથિ સેવામાં લક્ષ્મીની લાલચ રહેતી નથી. સાહેબ પોતાના ઘરમાં પેઠે અને વિચાર કર્યો કે હજી આપણે પાદરી થયા પણ પ્રભુના ભક્તના ગુણો પ્રાપ્ત કર્યા નથી. ભારતવાસીઓની ભાવવાળી અતિથિ સેવા તે ગામડામાં હજી કંઈક દેખાય છે બાકી શહેરના લોકો તે ધર્તતા-સ્વાર્થતા, ઉપરની પ્રેમ આદિથી ખરી અતિથિ સેવાથી પરદેશીઓના સંસર્ગે દૂર થતા જાય છે.
ગૃહસ્થવાસ માંડનારા મનુષ્યએ અતિથિ સેવા ખરા પ્રેમથી કરવી જોઇએ. ગૃહસ્થાવાસનું ભૂષણ દાન છે. સુપાત્રમાં દાન દીધા વિના ગૃહાવાસ શોભી શકતો નથી. ગૃહસ્થ બનીને પિતાને ઘેર યાચના કરનારાઓને
ગ્ય એવું દાન જે મનુષ્ય આપતો નથી તેના ઘરમાં અને સ્મશાનમાં તફાવત નથી. પોતાના ઘેર જે જે સાધુ સન્ત આવે તેમની રે વા ભક્તિ કરવી જોઈએ. સાધુઓને નિર્દોષ આહાર પહેરાવનારા ગૃહસ્થ ઉત્તમ ફળ પ્રાપ્ત કરે છે. એક કબુતર અને કબુતરીએ એક ઘોર વનમાં એક ઝાડ ઉપર પિતાનું ઘર બાંધ્યું હતું અને ત્યાં તે બે રહેતાં હતાં. એક દિવસ સાત દિવસને ભૂખે અને પિશ માસના લીધે શીતથી ઠરી ગયેલા એક શિકારી તે ઝાડની નીચે આવી બેઠે અને અત્યંત ઠંડકથી તેના હાથ પગ કરી ગયા. પેલો કબુતર પિતાની સ્ત્રીને કહે છે કે તે સ્ત્રી ! આપણું ઘેર અતિથિ આવ્યો છે માટે અતિથિ સેવા કરવી જોઈએ. પેલી કબુતરી ઉઠીને કોઈ ઠેકાણેથી ચાંચમાં બળતું લાકડું લઈ આવી અને હેડળ પડેલા પાંદડામાં મૂકીને પાંખોથી વાયુ ઉડાવવા લાગી તેથી પાંદડાને ભડકે થી
For Private And Personal Use Only