________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧રર
નૈતિક
હુંલડાઈ કરાવું. બીજાઓએ કહ્યું જે તું લડાઇ કરાવે તેા ખરેખરા નારદ કહેવાય. પેલા નારદ વિધ્ને વેષ ધારણ કરી રૂપલદાસ શેઠની દુકાને ગયે. પરગામથી માલ ખરીદવા આવ્યા છુ' એમ રૂષભદાસના પૂછતાં જણાવ્યું. જમવાના વખતે શેઠ તેને પાતાની સાથે ઘેર લેઇ ગયા. શેઠાણીએ ભેજન પીરસ્યું પણ નારદે ખાધું નહિ. ન ખાવાનું કારણ પૂછ્તાં અનેક બહાનાં જણાવ્યાં પશ્ચાત્ તે ઘેર શેઠની ગાદી ઉપર સુઇ ગયે. રૂષભદાસ શેઠ દુકાને ગયા. શેઠાણીએ પેલા વસીયાત નારદ શેઠને કહ્યું, કેમ તમે જમ્યા નહિ ? મને ખરૂં કારણુ કહે. શેઠે કહ્યું એ કહેવામાં સાર નથી. શેઠાણીએ પકડી. અંતે નારદ શેઠે કહ્યું તારા ધણી મારા ગામને ધેાખી છે. બાલ્યાવસ્થામાં અમે બન્ને મિત્ર હતા તે અહીં આવ્યા બાદ શેઠ બની ખેઠે અને તે તને પરણ્યા પણુ તેની સાથે મારાથી શી રીતે ખવાય ? પરણતાં પહેલાં કુળ વગેરે પૂછ્યુ હાત તા સારૂં. તમારા ભવ ખગડયા. શેઠાણીએ કશું શેઠ ધેાખી છે એમ શાથી જાણી શકાય ? પેલા નારદે કહ્યું કે રાત્રે બરડા ચાટજે એટલે ખારાશ જણાશે તેથી લુગડાં ધાતા હતા એમ જણાશે. શેઠાણીએ પરીક્ષા લેવાના ઠરાવ કર્યાં. નારો દુકાને ગયા અને ત્યાં પણ શેઠના પૂછવાથી જણાવ્યું કે તારી સ્ત્રી ચુડેલ છે તેથી મેં ખાધુ નહિ. શેઠે કહ્યું તે ચુડેલ છે એમ શાથી જાણી શકાય. નારદશે કહ્યું, રાત્રીએ તું ઉધી જાય છે ત્યારે તે તારા ખરડા ચાટીને લેાહી પીએ છે. શેઠને પણ વહેમ પડચા અને પરીક્ષા લેવાના ઠરાવ ઉધ્ધા એટલે શેઠાણીએ હળવે રહીને જીભ વડે તેથી ખારાશ જણાઈ. શેઠે ખૂમ પાડી કે અરે આ ચૂડેલ છે. શેઠાણીએ બૂમ પાડી કે અરે ધેાખી છે. બન્નેનું કેશાકેશી યુદ્ધ થયું. હજારા મનુષ્યા દેખતાં લેશ વધવા લાગ્યા. રાજા સુધી ફરિયાદ ગઇ. પેલા નારદ શેઠની નારદવિધા પ્રગટ થઇ અને પુનઃ બન્ને વચ્ચે પ્રેમ સૌંપ થયા. આ ઉપરથી સમજવાનુ કે નારદ જેવા દુર્જન મનુષ્યા કાચાકાનના ભાળા લેાકાને આહુ’અવળુ ભરમાવીને લડાવી મારે છે માટે કાઇની વાત સુણીને એકદમ કાઇ જાતના નિર્ણય કરવા નહિ. કદી કાચાકાનના થવું નહિ. જેટલું કાને સંભળાય તેટલું સત્ય હોય એવું માનવું નહિ. વા વાયાથી નળીયું ખસ્યું, તે દેખીને કુતરૂં ભસ્યુ,' એવું ઘણી વખત બને છે. એક કાનથી બીજે કાન વાત જતાં ઘણા ફેરફાર થઇ જાય છે માટે અનેક રીતે વિચાર કરીને તથા તપાસ કરીને કોઇની વાત સાંભળીને તેની માન્યતા સ્વીકારવી,
આ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
કર્યાં. રાત્રે શેઠ કપટથી ખરડાને ચાટવા માંડયા