________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૮
નૈતિક.
हाथीना कानमां काचंडो पेठो. આવ્યો અને જંગલીઓનાં લુગડાં તાપણીમાં નાખવા લાગ્યો અને એક લુગડું બળતું બળતું સુકાં લાકડાં પાસે પડયું, તેથી વનમાં અગ્નિ ભડભડ બળવા લાગ્યો. ઘણું પ્રાણીઓ મરી ગયાં. હાથી અગ્નિના તાપે સરોવરમાં પેઠે, અને સરોવરના પ્રાણીઓને તેથી ઉપદ્રવ થયો. આ દૃષ્ટાંત સમજીને વિવેક મનુષ્યએ સુદ જોશને પણ સમાવવા પ્રયત્ન કરે જોઈએ.
સુધારકે જુનાઓને નિર્દે, કમખોડે તેથી કંઈ તેઓ સુધારામાં આગળ વધી શકે નહિ. પ્રાચીનના વિચારોમાં પણ જે જે અંશે સત્ય જણાતું હોય તે ગ્રહણ કરવાની જરૂર છે. સનાતનીઓ સુધારકોને નિર્દે, કમખડે અને તેઓમાં વૈરભાવ કરે તેથી તેઓ કંઈ સુધારકો ઉપર સારી અસર કરી શકે નહિ. સુધારકોની દૃષ્ટિમાં સર્વથા સત્ય વા સર્વથા અસત્ય સમાયું હોય એવો નિયમ નથી, તેમજ સનાતનીઓના (પ્રાચીનેના) વિચારોમાં સર્વથા સત્ય વા સર્વથા અસત્ય સમાયું હોય એવો નિયમ નથી. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી સત્ય અને અસત્ય અવધી શકાય છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી વસ્તુનું પૂર્ણ સ્વરૂપ જાગ્યા વિના સત્ય વા અસત્યને સંપૂર્ણ નિર્ણય થઈ શકતો નથી. સુધારકે પ્રાચીનના કે જે પિતાનાથી વિરૂદ્ધ વિચારો લાગતા હોય તે વિચારોની સાથે વિરૂદ્ધતા ધારણ કરે તે કંઈક એગ્ય ગણાય, પરંતુ જે તેઓ પ્રાચીનોની સાથે અંગત વૈર, દેવ, કલેશ ધારણ કરે તો અનીતિના માર્ગમાં તેઓ નો પ્રવેશ થએલો ગણાય. પ્રાચીનોસનાતનીઓ પોતાના વિચારોથી વિરૂદ્ધ એવા સુધારકોના વિચારને લઈ સુધારકે ઉપર વિર રાખે, સુધારકોને નાશ કરવા પ્રયત્ન કરે અને વ્યકિત-જાતિ નિન્દા, યુદ્ધ વગેરે કરે તો અનીતિના માર્ગમાં તેઓને પ્રવેશ થયો એમ ગણી શકાય. પરસ્પર વિચારોની ભિન્નતાએ જાતિ નિન્દા, કલેશ વગેરે ન કરે જોઈએ, પિતાનાથી વિરૂદ્ધ વિચાર જેઓના હેય તેઓના આત્માઓની નિન્દા હેલના કરવાથી કદી ખરે જય મેળવી શકાતો નથી. પોતાનાથી વિરૂદ્ધ વિચારો કે જે આગમોના આધારે જૂઠા હેય તે દલીલોથી તે જૂઠા વિચારને હઠાવવા પુસ્તકો વા ભાષણો દ્વારા પ્રયત્ન કરવો જોઈએ. સત્ય દલીલથી સત્યનું મંડન કરતાં અને અસત્યનું ખંડન કરતાં કોઈની જાતિ નિન્દા ઉપર ન ઉતરી જવું જોઈએ. સત્યને સત્ય તરીકે સ્થાપન કરવામાં દલીલોથી પ્રયત્નશીલ થવું જોઈએ,
For Private And Personal Use Only