________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પદેશિક.
વૃષ્ટિ કરવા માંડી. તેનું અપમાન થાય અને હલકાઈ પડે તેવી બનાવટી વાત બોલવા લાગ્યો. બોલતાં બેલતાં તે થાકી ગયો ત્યારે તે બોલતો બંધ થયું. તે વખતે પેલા ભકતે સાકરીયું પાણી પીવા આપ્યું. તેણે પાણી પીધું અને પાછો ટટાર થયો એટલે ગાળો દેવા લાગ્યો. ગાળે દેતાં દેતાં થાકી ગયા ત્યારે તે બંધ પડશે. ત્યારે પેલા ભકતે તેને સ્વાદ ફળો ખાવા આપ્યાં. સ્વાદુ ફળ ખાધા બાદ તે વિચારવા લાગ્યો કે અહે મેં બહુ ખોટું કર્યું. મેં આટલી બધી ગાળો દીધી તો પણ આ ભો તે ઉલટું મારું સારું કર્યું. અરે મારો કેટલો બધો વાંક ? એમ વિચારીને તેણે વિચાર કર્યો કે હું ફક્ત તેની માફી માગું તો સારું. એમ વિચારી ભક્તની માફી માગી અને કહ્યું કે મેં તમને ગાળો આપી તેથી બહુ દિલગીર છું. હવે હું મારી ટેવ સુધારીશ અને થોડા કાલમાં સારી રીતે સુધરીશ. પિલા ભકતે કહ્યું કે તે ગાળો દીધી પણ મેં લીધી નથી તેથી મને તેની કંઈ અસર થઈ નથી. પણ તારા શરીરમાં ક્રોધ પ્રગટેલો તેથી થએલ પરિ. તાપ તથા થાક વગેરે દેખીને મને બહુ દયા આવી તેથી મેં તારી સેવા કરી છે. હું તારા આત્માને દેખું છું તેથી મને તારા સંબંધી સારો વિચાર રહે છે. પેલા લડવાડીયા મનુષ્ય ભક્તનો આ સુંદર ઉપદેશ સાંભળ્યો અને સદાકાળને માટે સુધર્યો. કદી તેણે પછીથી કોઈની સાથે લદાઈ કરી નહિ, અને બીજાઓને તે શાતિ આપવા લાગ્યા.
-
-
-
-
-
For Private And Personal Use Only