________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઓપદેશિક,
૧૧૫
ગુરૂ મહારાજ કર્યો છે કે, વાઢાઢ! શ્રાદ્ધ-બાલ્યાવસ્થામાં નિર્દોષ પ્રેમ પ્રાય: હોય છે. પ્રાયઃ બાલ્યાવસ્થામાં કોઈના અવગુણ દોષો તરફ દષ્ટિ જતી નથી. જેવું હૃદયમાં તેવી રીતે બાહ્યનું વર્તન પણ હોય છે. સંસારના કાવા દાવા, કપટ કળાઓ સ્વાર્થ વગેરે દેષોનું વિશેષતઃ અનભિપણું હોવાથી નિર્દોષ પ્રેમ અને પ્રસન્ન વદન રહે છે. પશ્ચાત મોટી ઉમર થતાં સંસારની બાબતોનું જ્ઞાન વધે છે અને મોહનું જોર પણ તે સાથે વધે છે, તેથી દેવ, ગુરૂ, ધર્મના ઉપર પણ અજ્ઞાની છોને બાલ્યાવસ્થા જેવો પ્રેમ રહેતો નથી. જ્ઞાની મનુને તે બાલ્યાવસ્થા કરતાં જ્ઞાનની વિશેષતઃ પ્રાપ્તિ થવાથી વિશેષતઃ ધર્મ, ગુરૂ, દેવ ઉપર પ્રેમ પ્રગટે છે. બાલ્યાવસ્થાને જેવો ઉત્તમ પ્રેમ હોય છે તે મોટી ઉમ્મરે પ્રાયઃ જ્ઞાની છવામાં પ્રેમ રહી શકે છે. પ્રેમ લક્ષણું ભકિત જેવી બાલ્યાવસ્થામાં સધાય છે તેવી અજ્ઞાનીઓ મોટી ઉમરમાં સાધી શકતા નથી. કૃષ્ણને માનનારા કેટલાક વૈષ્ણવો કહે છે કે ૧૧ વર્ષ અને બાવન દિવસના કૃષ્ણ અને તે પછીના કૃષ્ણ તે પહેલાનાં કરતાં જૂદા હતા. અગિયાર વર્ષ સાધિક બાવન દિવસના કૃષ્ણમાં કલિકાલનો પ્રવેશ થયો નહોતો. આ ઉપરથી અપેક્ષાએ સારાંશ ગ્રહણ કરવા કે મોટી ઉમ્મરમાં પણ જ્ઞાનની સાથે બાલ્યાવસ્થાના કરતાં શુદ્ધ એવો પ્રેમ ધારણ કરીને, દેવ, ગુરૂ અને ધર્મની સેવા કરવી. મોટી ઉમર થતાં અનેક વસ્તુઓના હૃદયમાં સ્વાર્ષિક ભાયિક સંસ્કારો પ્રગટે છે તેથી માતા, પિતા, ગુરૂ, મિત્ર ઉપર પણ શુદ્ધ પ્રેમ ધારણ કરી શકાતું નથી. શુદ્ધદેવગુરૂ-ધર્મ પર શુદ્ધપ્રેમ ધારણ કર. કુમતિના વિચારોને કાઢી નાખ. જ્ઞાનયોગીના જેવી પિતાના આત્માની દશા કરીશ તે બાલ્યાવસ્થા કરતાં અનંતગણો આનન્દી બનીશ.
स्वयं गुणी बनवा पर एक भक्त दृष्टांत. અન્યોને ધર્મી બનાવવા પહેલાં પિતાનામાં સદ્ગણોને આવિર્ભાવ કરવાની જરૂર છે. પોતાનામાં ગુણો પ્રગટયા હોય છે તો તેની અને અસર થાય છે. એક ઠેકાણે એક ભકત પુરૂષ રહેતો હતો. તેની પાડોશમાં એક કશી મનુષ્ય રહે છે હતો. કશી મનુષ્ય આખા ફળીયામાં ગમે તે પ્રસંગે ઉભા કરીને અને તેની સાથે ગમે તે રીતે બોલ્યા કરતું હતું. કલેશ કર્યા વિના તેને જપ થતું નહોતું. એક દિવસ પિલા ભકત પુરૂષના વારો આવ્યો. કલેશ કરનારે પેલા ભકતના ઉપર પ્રસંગ પામીને ગાળાની
For Private And Personal Use Only