________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૪
પદેશિક.
આપે છે તો દર્દીને ફાયદો થાય છે. પ્રથમ તો શ્રેતા ભાવિત છે કે અભાવિત છે, તેના મનમાં ધર્મ સંબંધી કેવા વિચારે પ્રગટે છે, તે કોની કોની સંગતિમાં આવ્યો છે, તેની શ્રદ્ધા કેવી છે, કેવા ભાવથી તે તત્વને શ્રવણ કરવા ઈચ્છે છે, ઈત્યાદિ બાબતને અનુભવ કરીને પશ્ચાત્ તેને બાધ દેવામાં આવે છે તે શ્રોતા અને વક્તાને આનન્દ પડે છે.
योग्यता प्रमाणे बोध देवा पर दृष्टांत. વડોદરામાં એક વખત રૂપવિજયજી મહારાજ ગયા હતા. ત્યાં તેઓ વ્યાખ્યાન વાંચતા હતા. પાલીના એક શ્રાવકે તેમની તારીષ્ટ સાંભળી કે શ્રીરૂપવિજયજી દ્રવ્યાનુયોગના જ્ઞાતા છે. પાલીને શ્રાવક વડાદરે આવ્યો અને ખાસ વ્યાખ્યાન શ્રવણ કરવા ગયો. વ્યાખ્યાનમાં કથાઓ ચાલતી હતી તેથી પેલે શ્રાવક નારાજ છે. મહારાજે તેનું મન જાણું લીધું. અને બીજા દિવસે પ્રસંગ લાવીને દ્રવ્યાનુયોગની દેશના દીધી તેથી પાલીના શ્રાવકને બહુ આનન્દ થયો અને મહારાજની તારીફ કરી. એક નગરમાં એક સાધુ વ્યાખ્યાન વાંચતા હતા, તે તૈયાયિક હતા. વ્યાપ્તિનું સ્વરૂપ વાંચતા હતા. પણ શ્રાવિકાઓ વ્યાખ્યાનમાં જતી હતી. એક વખત એક શ્રાવિકાને તેના ધણીએ કહ્યું કે વ્યાખ્યાનમાં શું આવે છે ? તેણુએ કહ્યું કે જ્યાં ધૂમાડો હોય ત્યાં રડું હેય. (પર્વતમાં ધૂમાડે છે, એવી વાત આવે છે.) આ ઉપરથી સમજવાનું કે અધિકાર પ્રમાણે ઉપદેશ આપવાથી લાભ થાય છે.
ज्ञानीओनी अवस्थामा विशेष आनंद.
એક વખત એક મુનિવર પાસે પ્રજ્ઞાસ્ટારું નામ શ્રાવક આવ્યો. તેણે ગુરૂ મહારાજને વિનયપૂર્વક કયું કે કૃપાનાથ ! મારી બાલ્યાવસ્થા જે હાલ મને સાધુ ઉપર ભાવ થતો નથી. દેવ, ગુરૂ, ધર્મના ઉપર બાલ્યાવસ્થામાં મને ઘણું રૂચિ હતી. હાલ તેમને દેખું છું તે પણ બાલ્યાવસ્થા જે પ્રેમ પ્રગટતો નથી. બાલ્યાવસ્થા સારી કે યુવાવસ્થા સારી તેની મને શંકા રહે છે. બાલ્યાવસ્થામાં મારી મા ઉપર અને મારા બાળ મિત્રો ઉપર જે રાગ હતો તે રાગ હાલ નથી, હાલ તો મહારૂં જીવન સ્વાર્થમય બનતું જાય છે. આનું શું કારણ હશે અને હવે મારે શું કરવું જોઈએ તે કૃપા કરીને સમજાવશો કે જેથી મારું જીવન સુધરે.
For Private And Personal Use Only