________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પદેશિક.
૧૧૩
વાની જરૂર છે. લોકોમાં પ્રશંસા થાય તેમ જે વર્તવા પ્રયત્ન કરે છે અને આત્માના સ્વાભાવિક ગુણો તરફ લક્ષ દેતો નથી તે આત્મગુણોથી છેતરાય છે. લોકો પોતપોતાની રૂચિ દષ્ટિ પ્રમાણે ભિન્નભિન્ન મત બાંધે છે. સર્વના એક સરખો મત મળતો આવતો નથી. આગમોના આધારે મને જે સમજાય છે અને મારાથી શક્તિ પ્રમાણે જે થાય છે તે હું કરું છું. લોકમતના વિચાર રૂપ વાયરાના જોરે આકડાના તુલની પેઠે ઉડવાની કંઈ જરૂર નથી. તું કહે છે કે હું તમને ગુરૂ માનીશ નહિ. આના ઉત્તરમાં અવબોધ કે તું ગુરૂ માને તે માટે હું સાધુ થયો નથી. શ્રાવક સમજીને જે પ્રથમથી તું ગુરૂ કરતાં શીખ્યો હોય તે તારી હાલના જેવી ત્રિશંકુની અવસ્થા રહેતા નહિ. સમકિતદાયક ગુરૂ તરીકે મને ગુરૂ માનતો હોય તેને કદી ત્યાગ થઈ શકે નહિ. વેશ્યાની પેઠે જેઓ વારંવાર ગુરૂઓ સ્વછંદથી બદલે છે તેઓ હજી શિષ્યનું લક્ષણ સમજી શકતા નથી. તું તારા માટે મને ગુરૂ માને છે. મારે તેમાં કાંઈ સ્વાર્થ નથી. પેલો શ્રાવક આ પ્રમાણે મુનિને ઉપદેશ સાંભળી ખુશ થઈ ગયો અને ગુરૂનું કથન ધ્યાનમાં લીધું.
योग्यता प्रमाणे उपदेश. એક મુનિએ બાલશ્રાવકોની આગળ દ્રવ્યાનુયોગની દેશના દેવા માંડી. વ્યાખ્યાન પૂર્ણ થયા બાદ શ્રાવકને પૂછયું, શ્રાવકો ! શું સમજ્યા ? શ્રાવકોએ કચ્યું, ગુરૂ મહારાજ ! અમને કંઈ સમજણ પડી નહિ. તમે સમજાવવા બહુ પ્રયત્ન કર્યો તે વાત ખરી છે પણ અમને કંઈ સમજણ ન પડી. માટે આપને તસ્દી પડી તેથી દીલગીર થઈએ છીએ. મુનિએ જાણ્યું કે મેં ભૂલ કરી છે. તેમનો અધિકાર તપાસ્યા વિના દેશના દીધી તે ઠીક કર્યું નહિ. તાના અધિકાર પ્રમાણે દેશના દેવી જોઈએ. બાલ જીવને તેના અધિકાર પ્રમાણે સમજાવવા પ્રયત્ન કરવો. મધ્યમને તેના અધિકાર પ્રમાણે સમજાવવા પ્રયત્ન કરવો અને જ્ઞાનીને તેના અધિકાર પ્રમાણે ઉપદેશ દે. ઉપદેશ આપતાં પહેલાં શ્રાતાનું જ્ઞાન, તેની રૂચિ અને તેને કેવી રીતે બાધી શકાય તે બાબતને પૂર્ણ વિચાર કરવાની જરૂર છે. શ્રાતાઓને જે જે બાબતેને બોધ આપવાની ઈચ્છા હોય તેને માટે તેઓ અધિકારી છે કે કેમ ? એવું પ્રથમથી જાણવાની જરૂર છે. ઔષધ આપનાર દાક્તર અથવા વૈધ પ્રથમથી દર્દીઓની તપાસ કરીને તેની યોગ્યતા પ્રમાણે ઓષધ આપે છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ, ઉમ્મર આદિને વિચાર કરીને તે ઓષધ
15.
For Private And Personal Use Only