________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
(૧૦
આપદેશિક.
નહિ, પણુ સમજીને ક્રિયા કરવી કે જેથી પાછળ પેાતાની હાંસી ન થાય. દેખાદેખી કાય કરવાથી વિચાર શક્તિ ખીલતી નથી અને પશુઓની પેઠે પરની પાછળ દેરાવવું પડે છે. પરની દેખાદેખી ક ંઇ પણ કરવાથી સાક્ષર વર્ગમાં હાંસીપાત્ર થવુ પડે છે. તેના ઉપર મેાતિયા ગધેડાનું દૃષ્ટાંત કહે વામાં આવે છે. ગુજરાત દેશમાં વિધાપુર નગર હતું ત્યાં એક રાજા રાજ્ય કરતા હતેા. તે રાજાને ભાળી રાણી હતી. ભાળી રાણીને એક કુંભારણુ સખી હતી. તેણીના વિના રાણીને ગમતુ નહાતુ. કુંભારણ અને કુંભારને સંતાન નહેતું. તેના ઘેર એક ગધેડી હતી. તેને એક બચ્ચું આવ્યું તેનુ નામ મદનીયા પાડવામાં આવ્યું. કુંભારણુ મદનીયાને પુત્રની પેઠે પાળવા લાગી અને તેની સારી બરદાસ કરવા લાગી. મનીયા ધાળે! હતા. કુંભારણને ખહુ પ્યારા હતા. એક દિવસ તે માંદા પડયા અને મરી ગયા. તેનુ કુંભાર અને કુંભારણે પુત્રની પેઠે મૃતકાર્ય કર્યુ.. રાણીએ એક દાસીની પાસે ખાર કઢાવી કે આજ કુંભારણુ કેમ આવી નથી. દાસીએ જણાવ્યું કે તેના વ્હાલા મદનીયા મરી ગયા છે. રાણી વિચારવા લાગી કે તેને મેતિયા પુત્ર મરી ગયે! તેથી આપણે પણ રાવું જોઇએ એમ વિચારી રાણી ફુસકે ડુસકે રાવા લાગી. રાજાએ આ વાત જાણી અને તે પશુ વિચારવા લાગ્યા કે રાણીનુ પાસેતુ સગુ મરી ગયું હશે. તેથી તે પણ આપણું સગું થાય એમ વિચારીને રાવા લાગ્યા. તેની દેખાદેખી પ્રધાન તથા કારભારી રેવા લાગ્યા, તે દેખીને સેનાપતિ પણ રાવા લાગ્યા, રાજા વગેરે રાતા રાતા ચાટા વચ્ચે ચાલ્યા. તે દેખીને શેઠિયાઓ-વ્યાપા રીએ પણ દેખાદેખી રાઇને પાછળ સ્કૂલવા લાગ્યા. બ્રાહ્મણ, કંસારા, દરજી, લવાર, પટેલીઆ વગેરે અઢારે વર્ણ રાતી રાતી તલાવના કાંઠે ગઇ. રાન્ત વગેરે સર્વે બેઠા. એવામાં એક ભાટ રાજાને પૂછ્યું કે મહારાજધિરાજ ! આપના સગામાં કાણુ મરી ગયું ? રાજાએ કહ્યું કે એ રાણી જાણે છે. રાણી પાસે પૂછાવ્યું ત્યારે તેણે કહ્યું કે મ્હારી હેનપણી કુંભારણા મદનીયા દીકરા મરી ગયા છે. કુંભારને ત્યાં ખબર કઢાવી ત્યારે માલુમ પડયું કે મનીયા ગધેડે! મરી ગયા છે. આ સાંભળી હસવું આવ્યું અને રાજા વગેરે મેાટા લાકા ઝંખવાણા પડી ગયા. આ દૃષ્ટાંત ઉપરથી સાર લેવાના એ છે કે દેખાદેખી કોઇ ક્રિયા કરવાના કરતાં ખરાબર સમજીને કરવી જોઇએ. “ દેખાદેખી સાથે જોગ-પડે પિડ કે વાધે રેગ. આવું ન બને તે માટે જે જે કરવામાં આવે તે સમ્યગ્ જાણવુ જોઇએ. સમજીને કર
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only