________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૪
જૈન ધર્મ સાહિત્ય.
તેમણે મોટો ઉપકાર કર્યો છે. શાસ્ત્રની ઘણી ઘણી વાતો તેમની પાસેથી સાંભળી છે, અને તેણે વ્યવહાર સમ્યકત્વ પમાડયું છે. મેં પૂછયું તે સાધુમાં તે કેટલાં દુષણો જયાં ? તેણે કહ્યું મેં તો લોક અફવા સાંભળી છે. મેં પૂછયું ભાઈ !!! લોક અફવા સર્વ સાચી હોઈ શકે ખરી કે ? તેણે કહ્યું ના. સર્વે લોક અડવાઓ સાચી ન હોય. મેં પૂછ્યું તમે સાધુ ઉપર કેટલો બધે પ્રેમ રાખતા હતા ? તેણે કહ્યું હું ઘણો પ્રેમ રાખતો હતો અને તે પણ મહારા ઉપર અત્યંત પ્રેમ રાખતા હતા. મેં પૂછ્યું તું હવે જે ઉપશ્રયે જાય છે તે સાધુની અફવા પણ સાંભળીશ તો પછી ક્યાં જઈશ. તેણે કહ્યું વળી બીજે ઉપાશ્રયે, મેં પૂછ્યું તું તે સાધુની નિન્દા કરે છે ? તેણે કહ્યું હા, મેં પૂછ્યું તે સાધુને તું કેવી દષ્ટિથી કદાપિ મળે છે તે દેખે છે ? તેણે કહ્યું ધિક્કાર દૃષ્ટિથી. મેં કહ્યું તારા ઉપર ઉપકાર કર્યો તેનો કંઈ ખ્યાલ તારા દિલમાં આવે છે? તેણે કહ્યું ના. મેં કહ્યું હારામાં શ્રાવકના કેટલા ગુણ પ્રગટયા છે ? તેણે કહ્યું તે સંબંધી હું કંઈ લક્ષ આપતો નથી. મેં તેને કહ્યું કે હે શ્રાવક ! તું દુનિયામાં સર્વ ગુણો એક મનુષ્યમાં હોય એવો મનુષ્ય દેખાડી શકીશ ? તેણે કહ્યું ના. મેં કહ્યું તે જેના ઉપર ઉપકાર કર્યો હોય તે મનુષ્ય તારા તરફ ધિક્કારની દૃષ્ટિથી દેખે તો તને કેવું લાગે, તેણે કહ્યું બહું ખરાબ. છેવટે મહે તેને ઉપદેશ દીધો કે હે ભવ્ય મનુષ્ય ! હજી તું શ્રાવકના સગુણ પ્રાપ્ત કરવા પ્રયત્ન કર. તું જે સાધુથી દૂર થયો છે તેનો તે જાતિ તપાસથી નિર્ધાર કર્યો નથી. તેમજ છતા વા અછતા કેઈના દોષો કેઈના આગળ કહેવા નહિ એમ ધર્મરત્ન પ્રકરણમાં શ્રાવકના અગ્યારમાં ગુણમાં કહ્યું છે. તેમજ ઉપકારીના દોષો તો કદિ બેલવા નહિ એમ સહુરૂષ પ્રતિપાદન કરે છે તેમ છતાં તું તારા ઉપકારી સાધુની નિન્દા કરે છે એ કઈ રીતે સારૂં નથી. ઉપકારીની સામે થવાથી મનુષ્ય કૃતઘી બને છે અને તે નીચ ગતિ તરફ ગમન કરે છે, તને નિશ્ચયસમ્યકત્વનું કારણભૂત એવું વ્યવહાર સમ્યકવિ પમાડનાર તે સાધુ છે તેના સામું તું ધિક્કારની નજરથી દેખે છે ત્યાં સુધી તું શ્રાવકપદને લાયક નથી. મિથુન આદિ કુકર્મ કરનારાં એવાં પાંજરાપોળનાં પશુઓ ઉપર પણ તું ધિક્કારની દષ્ટિથી દેખાતો નથી ત્યારે તારા ઉપકારી એવા સાધુ ઉપર તું ધિકારની દષ્ટિથી દેખે એ કેટલું બધું ખરાબ ગણાય. હજી તો બહાલા બન્ધ તારે મનુષ્ય થવું જોઈએ અને માર્ગાનુસારિના ગુણો પ્રાપ્ત કરવા જોઈએ. ગમે તે ધર્મના અને ગમે
For Private And Personal Use Only