________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન ધર્મ સાહિત્ય.
પ્રસરશે અને તેથી જૈન સંઘને ઉદય થશે. ગમે તેવા સ્વાર્થને ભેગ પણ જૈન ધર્મના અને જૈનેના ઉદય માટે આપ જોઈએ, આવી લાગણું
જ્યારે જૈનોમાં ફેલાશે ત્યારે જૈન ધર્મનો ફેલાવો થવાનો. જૈન ધર્મના ઉદય માટે પરિષહ સહન કરવાને માટે પણ આત્મા અચકાશે નહિ ત્યારે જૈન ધર્મનો ઉદય થવાનો. જૈન ધર્મનો ઉદય કરવા માટે તન, મન અને લક્ષ્મીનો ખરી રીતે ઉપયોગ થશે ત્યારે જૈન ધર્મનો ઉદય થવાનો. હાલમાં જેમાં મહાવિદ્વાનોની ખાસ જરૂર છે. મહાવિદ્વાનો વિના જૈન ધર્મને ઉદય કરવાના કાર્યોમાં ખોટ પડે છે. જૈન સાધુઓમાં પણ મોટા મોટા પંડિતો પેદા થાય એવી રીતની પાઠશાળાઓ કાઢવાની જરૂર છે. પહેલાં એકેક આચાર્યની પાસે સેંકડો સાધુઓ રહેતા હતા, શ્રીમદ્ શ્રી હીરવિજયસૂરિની પાસે પણ બે હજાર ઉપરાંત સાધુઓ હતા. હાલમાં કેટલીક લોકોની સાધુઓ તરફ અરૂચિ વધતી જાય છે તેનાં જે જે કારણો હોય તેનો પરિહાર કરવો જોઈએ. હાલમાં ભિન્નભિન્ન સાધુઓના સંધાડામાં સંપ વધે એવા ઉપાયો લેવામાં આવે છે પણ ભાવી ભાવથી ઉદ્યમ લેખે આવતો નથી અને ઉલટું પરિણામ આવે છે. તેનું કારણ અમને તે એમ લાગે છે કે સાધુઓમાં હાલના જમાનાને અનુસરી કેવી રીતે વર્તવાનું છે તેનું પુરેપુરું જ્ઞાન નથી તેથી તેઓ પોતાના એક તરફના વિચારોમાં દ્દઢ રહીને જમાને ઓળખી શકતા નથી. કેટલાક સાધુએ જમાનો ઓળખે છે પણ વૃદ્ધ અને કેટલાક વિઘ નાખનાર સાધુઓની આગળ તેઓનું કશું ચાલતું નથી પણ ઉધમની હજી ઘણી જરૂર છે. ભવિષ્યમાં કંઈ પરિણામ સારું આવે એવી સાધુઓની દષ્ટિ બને એવા ઉપાયો લેવાની જરૂર છે.
શ્રાવકોની સાધુઓ પ્રતિ એક સરખી ભક્તિ રહે એમ બને તો તેઓનો ઉદય થઈ શકે. એક શ્રાવક એક સાધુ પાસે જ હતો. કેટલાક દિવસે તે મળ્યો અને અમને કહેવા લાગ્યો કે હવે હું એ સાધુની પાસે જતો નથી. હે પ્રશ્ન કર્યો કે તું શા માટે જતો નથી ત્યારે તેણે કહ્યું કે તેમના સંબંધી ખરાબ વાત સાંભળવામાં આવી છે. મહે પૂછ્યું કે તે સંબંધી તેં જાતે તપાસ કરી છે ? તેણે કહ્યું કે મેં વાત સાંભળી છે પણ જાતે કંઈ તપાસ કરી નથી. મેં કહ્યું કેાઈના કહેવાથી કોઈ વાત તું માની લે તો અનર્થ થાય કે ન થાય ? તેણે કહ્યું હા થાય. મેં પૂછ્યું હારા ઉપર તે સાધુનો ઉપકાર થશે કે કેમ ? તેણે કહ્યું હા, મહારા ઉપર
For Private And Personal Use Only