________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન ધર્મ સાહિત્ય.
ધર્મ તરફ અન્ય દેશીય વા સ્વદેશીય આવું ભાવાના વિદ્વાનની ધર્મ તરફ રૂચિ પ્રગટાવી શકે. આંગ્લ ભાષાની પરિપૂર્ણ વિદત્તા મેળવીને જૈન સાધુઓ જે જૈન ધર્મનાં તો સંબંધી જાહેર ભાષણ આપે તો ખરેખર આ જમાનામાં તેઓ જૈન ધર્મને જાહેરમાં લાવી શકે. શ્રી મહાવીર સ્વામિનું જીવન ચરિત્ર હાલની ઉચ્ચ લેખન પદ્ધતિના અનુસાર રચાવું જોઈએ અને તે તે ચરિત્રનો ઘણી ભાષામાં અનુવાદ થવો જોઈએ. મહાન જૈન ધર્મના ઉપદેશ સર્વજ્ઞ શ્રી વીર પ્રભુના ચરિત્રથી ઘણું દેશના લોકો અજાણુ છે. આર્યાવર્ત માં પણ ઘણું લોકો શ્રી વીર પ્રભુના જીવન ચરિત્રથી અજાણ છે. શ્રી વીર પ્રભુનું ચરિત્ર વાંચ્યા બાદ લોકોની જૈન શાસ્ત્ર જોવા માટે અભિરૂચિ વધે એ સ્વાભાવિક છે. પ્રાચીન પદ્ધતિના અનુસારે જૈન ધર્મને ઉપદેશ ગ્રહણ કરનારાઓ જૈનો માટે તે અસલની રીતિ પ્રમાણે સાધુઓને ઉપદેશ ઉત્તમ છે. પણ નવા જમાનાની રીતિની અભિરૂચિધારકો માટે તે અન્ય ઉપાયો ગ્રહણ કરવાની આવશ્યકતા છે. પણ આ બધા સદ્વિચારોને માર્ગ ગ્રહણ કરાવનાર સગુરૂઓ પ્રગટાવવા જોઈએ અને જૈનાગમથી અવિરૂદ્ધ પણે જૈન ધર્મનો ફેલાવો કરવા વા આરાધના કરવી એ ભૂલ મંત્ર લક્ષ્યમાં રાખવાની જરૂર છે. પરિપૂર્ણ જૈન શાસ્ત્રાનો અસલની રીત પ્રમાણે ગુરૂગમ પૂર્વક અભ્યાસ કરીને આંગ્લ ભાષા વગેરેમાં જૈન તોનો ફેલાવો કરવામાં આવે તો ભૂલ ન થઈ શકશે, અન્યથા ભૂલ થાપન પ્રસંગ પ્રાપ્ત થઈ શકશે. નવા જમાનાની શૈલી પ્રમાણે જૂનાં ચરિત્રાને નવીન ચરિત્ર રૂપમાં મૂકવાથી વધારે લાભ થવાને સંભવ છે, તેમાં પણ સૂચના કે વર્તમાન વિધમાનગીતાર્થ પુરૂષોની સલાહ તો પ્રસંગોપાત લેવી જ જોઈએ.
ઘણાં લોકો અમારી પાસે આવીને કહે છે કે પ્રતિદિન જેનોની વસતિ ઘટતી જાય છે. કેટલાક કહે છે કે જેની વસતિ વધારવા ઉપાયો લેવા જોઈએ. કેટલાક કહે છે કે તેર લાખ જેનેએ અન્ય ધર્મિની સામુ ટકી રહેવું જોઈએ. કેટલાક કહે છે કે આર્ય સમાજની પેઠે પગલાં ભરવાં જોઈએ. કેટલાક કહે છે કે હવે જૂના રિવાજોને દેશવટે દેઈ નવા રીવાજો દાખલ કરવા જોઈએ. કેમ કથે છે કે જેનોમાં ઉત્સાહ નથી. કેટલાક કહે છે જેનો બીકણું છે તેથી જેન ધર્મની પડતી દશા આવી છે. કેટલાક જેનો કયે છે કે જૈનોમાં કુસંપ ઈર્ષ્યા ઘણી છે તેથી જૈનેની પડતી દશા આવી છે. કેટલાક કચે છે કેળવાયલા જૈનોમાં શ્રદ્ધાધર્માભિમાન નથી
For Private And Personal Use Only