________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન ધર્મ સાહિતા
જેનાથી વ્રત પચ્ચખાણ ન કરી શકાય પણ જૈન ધર્મ ઉપર પૂર્ણ શ્રદ્ધા હોય એવા મનુષ્યોએ અવિરતિ જૈન શ્રાવકનું પદ અંગીકાર કરવું જોઇએ પણ અન્યોની નિન્દાથી અન્યધર્મમાં દાખલ ન થવું જોઈએ. અવિરતિ સમ્યગ્દષ્ટિ એ ચોથું ગુણસ્થાનક છે તે ગુણસ્થાનકના ગુણો ધારણ કરવા પ્રયત્ન કરવો જોઈએ. કૃષ્ણ મહારાજા અને શ્રેણિક મહારાજા વગેરે ચોથા ગુણસ્થાનકના ધણુ હતા. કોઈપણ જાતનું પ્રત્યાખ્યાન ન હોય એવા મનુષ્યએ જૈન ધર્મની સેવા, દેવ ગુરૂની આરાધના કરીને ચોથા ગુણસ્થાનકનું શ્રાવકપણું પ્રાપ્ત કરવું જોઇએ. કેટલાક જૈનો જેને વ્રત પચ્ચખાણું નથી એવા જૈનેની નિન્દા કરીને તેઓને જૈન ધર્મથી વિ. મુખ કરે છે, પણ જૈનેને વ્રત પચ્ચખાણ વિનાના જનની નિન્દા ન કરવી જોઈએ. તેઓને ઉપદેશ દેવો અને જે જે અંશે જૈન ધર્મની શ્રદ્ધા પૂર્વક આરાધના કરે છે તે અંગે તેઓને વખાણવા અને આગળ ચડાવવા પ્રયત્ન કરે. જૈન તત્ત્વની પૂર્ણ શ્રદ્ધા હોય એવા જૈનને પણ ધન્યવાદ ઘટે છે, રાત્રી ન ખાય અને પ્રભુની પૂજા કરે એટલું કરવા માત્રથીજ જેન ગણાય એમ એકાતે સ્વીકારીને અવિરતિ સમ્યગ દષ્ટિ ગુણસ્થાનકના ગુણોને વિસ રવા ન જોઈએ. જેન ધમની રક્ષા વૃદ્ધિ કરનારાઓની માતા જેવી દૃષ્ટિ રહે છે. અને જૈન ધર્મ પાલકોને શિક્ષા આપીને આગળ પડનારાઓની પિતાના જેવી દષ્ટિ રહે છે. માતા અને પિતાએ એના જેવી દષ્ટિ રાખવી જોઈએ. દેવ ગુરૂ અને ધર્મની શ્રદ્ધા ધારણ કરીને જેઓ ચોથા ગુણસ્થાનકની દશામાં રહીને તે છે અને જૈન શાસનની પ્રભાવના કરે છે તેઓને ધન્યવાદ ઘટે છે. જૈન ધર્મથી ભ્રષ્ટ થનાર છોને પણ જેઓ તન, ધન, મન વડે સહાય આપે છે અને જૈન ધર્મમાં સ્થિર કરે છે એવા જૈનેને ધન્યવાદ ઘટે છે. જૈન ધર્મથી પડતા એવા સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાઓને અનેક ઉપાયોથી અને આત્મભોગ આપીને જેઓ જૈન દર્શન નમાં સ્થિર કરે છે તેને અનેક તીર્થોની યાત્રાઓનો તથા અનેક સંઘ કાઢવાનું ફળ પ્રાપ્ત થાય છે. સમ્યકત્વ, જ્ઞાન અને ચરિત્ર એ ત્રણની જે જે અંશે આરાધના જે જે જીવો કરે છે તેઓ તે તે અંગે જૈન ધર્મ ગણાય છે.
પરિપૂર્ણ આંગ્લ ભાષાના અભ્યાસક જૈને જે વિશેષાવશ્યક, કર્મ ગ્રખ્ય-કર્મ પ્રકૃતિ-તત્ત્વાર્થ–સમ્મતિત, સ્યાદાદમંજરી વગેરે તત્ત્વ ગ્રંથોનો અસલની ગુરૂગમ શેલીપૂર્વક અભ્યાસ કરે અને પશ્ચાત હાલની ભાષણ પદ્ધતિ પૂર્વક જેન તને ફેલાવા માટે ભાષણ આપે તો ખરેખર જૈન
For Private And Personal Use Only