________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન ધર્મ સાહિત્ય.
જૈન ધર્મની સર્વ ધર્મોમાં શ્રેષ્ઠતા છે. સર્વ ધર્મોમાં સકલનની અપેક્ષાએ જૈન ધર્મ સત્ય છે એમ શ્રદ્ધા ધારણ કરીને સ્વધર્માભિમાન ધારણ કર્યું, એટલું કરીને પણ જૈનોએ બેસી રહેવાનું નથી. જૈન ધર્મનું અભિમાન ધારણ કરીને ચારિત્ર માર્ગમાં આગળ વધવાની જરૂર છે. જૈન ધર્મમાં બતાવેલા નીતિના વિચારે-આચાર પ્રમાણે વર્તીને ખરા અર્થે જૈન તરીકે બનીને અન્યોને દષ્ટાન્તીભૂત થવું જોઈએ. અમારા આંબાની કેરી ઘણી મીઠી છે એમ કહેવા માત્રથી મીઠા રસને સ્વાદ આવતો નથી. પણ કરીને ઘોળીને તેનો હા ઉપર રસ મૂકવાથી મિષ્ટ રસને સ્વાદ આવે છે. જેને જૈનશાસ્ત્રમાં બતાવેલા ગુણને પોતે ધારણ કરે તો અન્ય ધર્મીઓની આગળ મુખ ઉંચુ કરીને બોલી શકે અને તેઓને સમ્યકત્વના ભાગ તરફ વાળી શકે. જેન નામ ધરાવીને જિન પ્રભુની આજ્ઞા પ્રમાણે જે જેનો નથી વર્તતા, તેઓ જૈન ધર્મના આરાધક બની શકતા નથી. માર્ગાનુસારી ગુણો ધારણ કરવાથી જેન ધમની પ્રાપ્તિ સન્મુખ પગલાં ભરી શકાય છે. જે મનુષ્ય જેન ધર્મના આચાર અને સદ્વિચાર પ્રમાણે વર્તે છે તે જૈન ધર્મની સારી રીતે પ્રભાવના કરી શકે છે. મિત્રી, પ્રદ, માધ્યસ્થ અને કારૂગ્ય એ ચાર ભાવનાઓને આચારમાં મૂકીને આથી જેનોએ જૈન ધર્મ સેવવો જોઈએ. દુર્વ્યસન, દુર્ગુણોથી દુર રહીને જૈન ધમની આરાધના કરનાર જીવો જગતમાં પ્રતિષ્ઠા પામે છે. જૈન ધર્મમાં કહેલા સગુણે પ્રમાણે જે જેનો વતે તો કલેશ, તકરાર, ઈર્ષા, નિન્દા, અને તોફાને અન્ન આવે અને જૈન સમાજ એક દિવ્ય શાન્ત સ્વર્ગમય જે બની શકે. દયાગુણ વડે જેને જેમ અબ્ધ ધર્મીઓ ઉપર દાખલ બેસાડે છે તેમ અન્ય ગુણવડે અન્ય ધમઓની પ્રશંશાને પાત્ર બનવાની જરૂર છે. જૈન ધર્મની અનુમોદના કરનાર અન્ય એકાન્ત વાદિયો પણ જૈન ધર્મના સમ્મુખ થઈ શકે છે. અન્ય લોકે જૈન ધર્મની પ્રશંસા કરે તો તેમાં જેને મહાન લાભ પ્રાપ્ત થાય છે. અન્ય ધર્મીઓને સદ્દગુણોવો છો અને અન્ય ધર્મીઓને સગુણો વડે પોતાની તરફ આકર્ષી શકો. લોહચુંબકમાં શકિત છે તો તે સેંયને પોતાની તરફ ખેંચી શકે છે તેમ જૈનોમાં જેમ જેમ સગુણે વધશે તેમ તેમ તેઓ અન્ય ધર્મીઓને પોતાની તરફ આકર્ષી શકશે. ગુણ વિનાનો ઘટાટોપ નકામો છે, સગુટ્ટણી જૈનોઠારા જૈન ધર્મનો ફેલાવો થાય છે. ગૂઠાના હાથમાં સાચું રન હોય તો પણ કોઈ તેની વાતને એકદમ વિશ્વાસ કરે નહિ. સંઘના બળને ગુણો વડે એકઠું કરવું અને તે વડે જેન ધર્મની પ્રભાવના કરવી,
12
For Private And Personal Use Only