________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન ધર્મ સાહિત્ય. ------ જે અભ્યાસીઓ હોય તેઓ એક ઠેકાણે ભણી શકે એવો સુધારો કરવો જોઈએ. સાધુઓ કેલેજના વિદ્યાર્થીઓની પેઠે ભેગા મળીને અભ્યાસ કરે તે પરસ્પર એક બીજાને ધણું જાણવાનું મળી શકે. જમાને વિધુત વેગે દોડે છે તેને સાધુએ જવા દેશે તો જમાનાની પાછળ ઘસડાવું પડશે.
સાધુ વર્ગના પ્રતિપક્ષી બનીને ઘણું લોકોએ સાધુ વર્ગને નાશ કરવા પ્રયત્ન કર્યો પણ સાધુ ધર્મના માહાન્યથી અદ્યાપિ પયંત સાધુ સાધ્વી સંધ વર્યો છે અને પાંચમાં આરાના છેડા પર્યત વર્તશે. દિગંબર વૃત્તિ ધારણ કરનારાઓએ સાધુ વર્ગની જડ ઉખેડવા પ્રયત્ન કર્યો પણ તેઓનું કંઈ વળ્યું નહિ. જે સાધુ વર્ગ કુદરતને યોગ્ય લાગે છે તેને નાશ કદિ થઈ શકે નહિ. સાધુ વર્ગની અસ્તિતાની જરૂર ન હોય તો કુદરત પોતાની મેળે સાધુની અસ્તિતા રાખત જ નહિ. બોદ્ધ ધર્મ એક વખત હિન્દુસ્તાનમાં સર્વત્ર પ્રસરી ગયો હતો પણ આર્યાવર્તમાં તેની અનુપયોગિતા હોવાથી તેનો અસ્ત છે, અને જ્યારે તે ધર્મના આચારોની અને વિચારોની આવશ્યકતા માલુમ પડશે ત્યારે તેને પાછા હિન્દુસ્તાનમાં પ્રચાર થવાને. જૈન સાધુઓની એટલી બધી ઉપયોગિતા છે કે તેનું પરિપૂર્ણ વર્ણન કરી શકાય નહિ. વિક્રમ સંવત્ સોળમા સૈકામાં કડવા શાહે સાધુ સાધ્વીની અસ્તિતા ન રહે એવા વિચારો ફેલાવવા પ્રયત્ન કર્યો પણ અને તેમના વિચારો સમાઈ ગયા. કારણ કે તેમની દ્રષ્ટિમાં કઈ સાધુ ન ભાસ્યો ને તેથી કોઈ સાધુ નથી એમ તેમણે કહ્યું તે કંઈ સર્વ લોકોમાં માન્ય થયું નહિ. શરીરમાંથી આત્મા જતાં શરીર બગડી જાય છે અને તેનો કુદરતી રીતે નાશ થાય છે. તેમ સાધુ વર્ગમાં ધર્મરૂપ વૈતન્ય ટળી જાય તે પોતાની મેળે સાધુઓનો નાશ થાય પણ તેમ કદી બનવાનું નથી. ખરા સાધુઓની અસ્તિતા જ્યાં હોય છે ત્યાંજ પાસત્યાઓ હોય છે. જે ક્ષેત્રમાં પાસત્યાઓ હોય છે ત્યાં ખરા સાધુઓ હોય છે. શ્રમણ અને સાધ્વી વગની કદિ અસ્તિતા ટળી જવાની નથી. ઘણા ઉતકૃષ્ટાચાર અને ઘણું કનિષ્ટાચારથી પણ સાધુ ભાગ ચાલતો નથી. મધ્ય આચારથી સાધુ મા વહે છે. કંચન કામિનીના ત્યાગી અને સૂત્રોથી અવિરૂદ્ધ દેશના દેનાર સાધુઓથી જૈન ધર્મ ચાલે છે. જૈન શાસનના ત્રેવીસ ઉદય થવાના છે. સાધુવતી-સંયમીથી જન ધર્મ ચાલવાનો છે. આ કાળમાં તરતમ ગે સાધુ માર્ગ પાળનારા સાધુઓ છે. સર્વ સાધુએ એક સરખા આચાર પાળનારા હોતા નથી. સાધુ માર્ગને અંગીકાર કરીને જેઓ ચારિત્ર પાળે
For Private And Personal Use Only