________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન ધર્મ સાહિત્ય.
૮૫
પસંદ કરવામાં આવે તો તે યોગ્ય ગણ શકાય. આખા હિન્દુસ્તાનના જૈનમાં આવા ઉત્તમ વિચારોને પ્રથમ તે ફેલાવવાની જરૂર છે. પશ્ચાત એક મહા સભા કરવાની જરૂર છે. પશ્ચાત આગેવાન શ્રાવકોએ એ કાર્ય ઉપાડી લેવું જોઈએ. ધર્મના આચાર્યો, ઉપાધ્યાય, સાધુઓ વગેરેનાં પુસ્તકો તેમના નામે રાખવામાં આવે અને જ્ઞાનાલયમાં તે જુદી જુદી કોટડીઓમાં મૂક્વામાં આવે એવી વ્યવસ્થા કરવામાં આવે અને તેમને ખપ પડે મેકલવામાં આવે તો જેન ભારત જ્ઞાનાલયની ઉન્નતિ થાય. એક જૈન ભારત મહાજ્ઞાનાલય અને તેની વ્યવસ્થા થાય તે જૈનોનો ઉદય થઈ શકે.
સાધુઓને પૂર્વની પેઠે ભણાવવાની વ્યવસ્થા કરવામાં આવે તો સામે ધુઓનું જ્ઞાન વધે અને તેથી તેઓ ઉપદેશ દેઈને લાખો-કરોડો મનુષ્યનું કલ્યાણ કરી શકે. હાલમાં પ્રાચીન પાઠપાઠન વ્યવસ્થા ક્રમ જોઈએ તેવો રહ્યા નથી. પૂવે ગૃહસ્થો ગૃસ્થાવસ્થામાં સંસ્કૃત આદિ ભાષાજ્ઞ હતા તેથી તેઓ સાધુ થતા ત્યારે હાલની પેઠે પંચ સંધિથી અભ્યાસ શરૂ કરાવો પડતો નહોતો એમ પ્રાયઃ દેખવામાં અનુભવવામાં આવે છે. આચાર્યો, ઉપાધ્યાય વગેરે ભણવાનું કાર્ય સારી રીતે કરતા હતા. ભિન્ન ભિન્ન ગછના સાધુઓ હાલ અમુક સાધુ પાસે ભણી શકે એવી સ્થિતિ દેખવામાં આવતી નથી અને તેમજ એક ગચ્છને સાધુઓમાં પણ સંપના અભાવે વિદ્વાન સાધુઓની પાસે અભ્યાસ કરવાની અન્ય સાધુઓને અમુક કારણોથી સગવડ મળી શકતી નથી. શ્રી દેવચંદ્રજી ખરતરગચ્છના હતા. તેમની પાસે તપાગચ્છના શ્રી ઉત્તમવિજયજીએ તથા શ્રી જિનવિજયજીએ પણ અભ્યાસ કર્યો હતો એમ તેમને ચરિત્રથી જણાય છે. શ્રી ધર્મસાગરજી ઉપાધ્યાય પણ એક વખતે ખરતરગચ્છમાં કેટલાક વખત સુધી રહ્યા હતા તે વખતે તેમની પાસે ખરતર ગચ્છના સાધુઓએ અભ્યાસ કર્યો હતો એમ અવાધાય છે. ત્યવાસી સાધુઓની પાસેથી પણ પૂર્વ સાધુઓ જ્ઞાન પ્રાપ્ત કરતા હતા. હાલમાં તો જાણે સંકુચિત દ્રષ્ટિ થઈ : દઈ ગયા એવું ઘણા ભાગે લાગે છે. પ્રાચીન અને 'નિક એ છે , મારા અભ્યાસનું ભાગ્ય એવું મિશ્રણ કરીને સાધુઓને અભ્યાસ કરાવવાની આવશ્યક્તા છે. જમાનાને ઓળખવો જોઇએ અને હાલના જમાનાના લોકોને ઉપદેશ આપી શકાય એવી પ્રણાલિકાથી અધ્યયન કરવું જોઈએ. રાજ્ય ભાષામાં પણ સાધુઓએ અભ્યાસ કરવો જોઈએ. જમાનાને અનુ સરી જાહેર બોધ આપવો જોઈએ. ભિન્ન ભિન્ન સંધાડાના સાધુઓ કે
For Private And Personal Use Only