________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન ધર્મ સાહિત્ય.
૮૩
નુસારે કંઈ ને કંઈ ફેરફાર થએલા જણાય છે. વિચાર, મતભેદ તથા આચાર મતથી જૈન ધર્મમાં શ્રી વીર પ્રભુની પાછળ વેતાંબર તથા દિગંબર એ બે કેમ ભિન્ન પડેલી માલુમ પડે છે. દિગંબરોમાં મૂલસંઘી, કાષ્ઠાસંધી, માથુરસંધી વગેરે જે મતભેદ થયા છે તે પણ વિચાર અને આચાર મતભેદથી થએલા ફેરફારો છે. વેતાંબરામાં મૂર્તિપૂજક અને તેમાંથી નીકળેલા સ્થાનકવાસીએ અને તેમાંથી નીકળેલા તેરાપંથીઓ ઇત્યાદિ ફેરફારોમાં વિચાર, મતભેદજન્ય આચાર ઇત્યાદિ મતભેદ કારણ છે, શ્રી વીર પ્રભુના સમકાલીન સાધુઓ અને સારુ ધ્વીઓ તથા સાંપ્રત વિધમાન સાધુઓ અને સાધ્વીઓના આચારો, ઉપકરણો, વેષ અને વિચારોમાં ફેરફાર જણાય છે અને ભવિષ્યમાં કેવા પ્રકારના ફેરફારો થશે તે તત્સમયના વિદ્વાનો અવબોધી શકશે. વેદ ધર્મગત વિચારમાં અને આચારમાં પણ ઐતિહાસિક પુસ્તકોના વાંચનથી ઘણું ફેરફારો થએલા જાણું શકાય છે. જે જે ફેરફારની ચર્ચાઓની ચર્ચાઓ પુસ્તકોમાં ચઢી અને તેના સંરક્ષક થઈ ગયા, અને સાંપ્રત વિદ્યમાન છે તેનું સૂક્ષ્મ સ્વરૂપ જાણવાથી સમય જ્ઞાનમાં વૃદ્ધિ થઈ શકે છે. સાંખ્યધર્મ, વેદાન્તધર્મ, જૈમિની, વૈશેશિક, કણાદ, પતંજલિ, શંકરાચાર્ય મત, રામાનુજ મત, વલ્લભ સંપ્રદાય, માધવાચાર્ય સંપ્રદાય, સ્વામીનારાયણ સંપ્રદાય, આર્યસમાજ, પ્રાર્થના સમાજ, લિંગાયત, બ્રહ્મસમાજ, બીજધર્મ, રાધાન્ય આદિ અનેક હિન્દુ ધર્મ તરીકે હાલ જે ધર્મો થએલા છે તેમાં ફેરફારો થએલા છે. તે સર્વ દિવ્ય ક્ષેત્ર કાલ ભાવયોગે વિચારભેદ અને આચારભેદથી અવબોધી શકાય છે. બુદ્ધ ધર્મમાં અઢી હજાર વર્ષમાં ઘણા મતભેદો થએલા અવલોકી શકાય છે. પ્રીતિધર્મ, યાહુદીધર્મ, જ્યધર્મ, વામમાર્ગી ધર્મ, મુસલમાનધર્મ વગેરે ધર્મમાં વિચારભેદ અને આચાર મતભેદથી અનેક ફેરફાર થએલા અવાધાય છે અને ભવિષ્યમાં દ્રવ્યક્ષેત્ર કાલભાવભેદે ઘણું ફેરફાર થશે, તે ભવિષ્યમાં થનાર વિદ્વાનો અવધી શકશે. વ્યાવહારિક, રાજકીય, વ્યાપારાદિકાદિ વિષયમાં પણ અનેક શતકથી અનેક ફેરફારો થએલા અવધી શકાય છે. ઉત્પાદ વ્યય અને ધ્રુવ વડે સતપણું સર્વત્ર સમજી શકાય છે. વસ્તુ માત્રમાં ઉત્પાદ વ્યય થાય છે અને મૂલરૂપે ધ્રુવપણું છે.
जैनोनी संख्या घटवानां कारणो.
૧. બાળલગ્ન, ૨. વૃદ્ધલગ્ન.
For Private And Personal Use Only