________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જે અસંયમી છે અથવા માત્ર વેષધારી દંભી સાધુ છે તેને ગુરુ માનીને, પૂન્યનીય શ્રમણ માનીને જે અન્નવસ્ત્રાદિનું દાન દેવામાં આવે તે તેનાથી પાપકમને બંધ જ થાય છે. કારણ કે અસાધુ એવા તેઓમાં સાધુ તરીકે, માન્યતા કર્મને બંધ કરાવે. મિયા મોહનીય આદિ કમ બંધાવે.
પરંતુ જો તેવાઓને અનુકંપા-બુદ્ધિથી આપવામાં આવે, તે તેનાથી કમબંધ થતું નથી. કેમકે અનુકંપા-દાનને શાસ્ત્રોએ નિષેધ કર્યો નથી. અનુકંપા કેઈને પણ આપી શકાય છે. 'अनुकंपादाणं.पुण जिणेहि न कयाइ पडिमिद्धमिति ।।
અર્થાત અનુકંપાદાનને જિનેશ્વરે ક્યાંય પ્રતિષેધ નિષેધ) કર્યો નથી.
તાત્પર્ય એ કે ગૃહસ્થને માટે કોઈ પણ આત્માને અનુકંપાદાનને નિષેધ નથી. માટે તેવી બુદ્ધિથી અવતને (દંભી સાધુને પણ તે દાન આપી શકે છે.
दोषपोषकतां ज्ञात्वा तामुपेक्ष्य ददज्जन । प्रज्वाल्य चन्दनं कुर्यात्कष्टामगारजीविकाम् ॥२८॥
અથ : આ રીતે દાન આપવાથી દષની પેષતા થાય છે; એમ જાણવા છતાં, તેની ઉપેક્ષા કરીને જેઓ દાન આપે છે, તેઓ ચન્દનને બાળીને કષ્ટપૂર્વક અંગાર દ્વારા જીવિકાને ચલાવનારા છે. • - • વિવેચન : આ રીતે અસંયમી એવા સાધુઓને (પૂર્વશ્લોકમાં જણાવ્યા પ્રમાણે) શુદ્ધ અથવા અશુદ્ધ દાન
- ૫)
www.kobatirth.org
For Private And Personal Use Only