________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેઓ આપે છે અને તે ય ગુરપણાની બુદ્ધિથી આપે છે તેઓ કમબંધ કરે છે.
આ રીતે અસંયમીઓને ગુરબુદ્ધિથી દાન આપવું તે તેમના દોષોને પોષવા જેવું છે. આવું દે–પિષણ થતું જાણવા છતાં, જેઓ એમ સમજે છે અને માને છે કે ગમે તેવા સાધુને પણ દાન આપવાથી લાભ થાય” તેઓ ખરેખર ઉત્તમ મહાન સુગંધીદાર ચદનને બાળીને અંગારકમને કરે છે. અર્થાત્ કોલસા મેળવવાનું કામ કરે છે. ' અર્થાત આ રીતે અસંયમીઓને દાન આપવું તે જરાય ગ્ય નથી.
જેને દાન આપવાનું છે તે પાત્રની દાતારે પરીક્ષા કરવી જોઈએ, એ વાત જણાવે છે.
अतः पात्रं परीक्षेत, दोनशौण्ड स्वयं धिया । तस्त्रिधा स्यान्मुनिः, श्राद्धः सम्यग्दृष्टिस्तथापरः ॥२९।।
અર્થ : આથી જ પાત્રની પરીક્ષા, દાનશૂર વ્યક્તિએ જાતે જ પોતાની બુદ્ધિથી કરવી જોઈએ. તે પાત્ર ત્રણ પ્રકારે છે: (૧) મુનિ (૨) શ્રાવક અને (૩) સમ્યગ્દષ્ટિ.
વિવેચન : સાધુઓ વગેરેને દાન આપનાર દાનગર, પુરુષે દાન લેનારા પાત્રની પરીક્ષા અવશ્ય કરવી જોઈએ. પાત્ર કે અપાત્રને વિચાર કર્યા વગર દાન આપનાર નિશ્ચિતપણે લાભ પામતું નથીકયારેક મોટા દેશોને પોષણ આપવાનું પાપ પણ કરી બેસે છે.
[૫૧]
www.kobatirth.org
For Private And Personal Use Only