________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જે આધાકમી આહારને એકાંતે દુષ્ટ માનવામાં આવે અર્થાત કેઈ પણ સંયોગોમાં સાધુથી ન જ વહેરાય તેમ જે કંઈ કહે તો તેને જણાવવાનું કે આ તે જૂના ભયથી કપડાં કાઢી નાંખવા જેવી વાત છે. કપડાંમાં જે જ થઈ ગઈ હોય તો જૂને દૂર કરીને કપડાં લઈ લેવાં જોઈએ. એના બદલે કપડાં જ ફેંકી દેવાની વાત યુક્તિસંગત નથી. તે જ રીતે વિશિષ્ટ જ્ઞાનાદિને મહાન લાભ થતો હોય તે આધાકમી ભિક્ષાના ગ્રહણને અલ્પ દેવ સ્વીકાર પણ પડે.
આ વિષયમાં સૂયગડાંગમાં ભજનાસૂત્ર કેમ દેખાય છે? તેમાં આ પ્રમાણે જણાવાયું છે કે,
"अहागडाई भुजति अन्न मन्ने सकम्मुणा । उवलित्त वियाणिज्जा अणुवलित्त त्ति वा पुणो ।"
અર્થ : આધાકમી ભજન વાપરતા અન્ય સાધુએ સ્વકમથી અવશ્ય ઉપલિપ્ત થાય છે. તેમાંય આધા કમીને રાગપૂર્વક વાપરતા અશુદ્ધ કમને બંધ કરે છે. અથવા જે અત્યંત ગાઢ કારણે રસની આસક્તિને તજીને શરીરને ધર્મધ્યાનમાં જ પ્રવર્તાવે તે
એવા કર્મથી લિપ્ત થતા નથી. અર્થાત આધાકર્મના ફળરૂપ દેષમાં ભજના છે.
ત્યાં જે અન્ય પરસ્પર શબ્દને બીજો અર્થ થાય તેમ નથી, તેથી આધાશ્મના ફળના વિષયમાં ભજના વિક૯પ) જ સ્પષ્ટ થાય છે. અર્થાત અમુક વિશિષ્ટ કારણે રસમૃદ્ધિ વગર જે આધાકમી વાપરે તો કમબંધ ન થાય
[૪૮]
www.kobatirth.org
For Private And Personal Use Only