________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦
યોગનિષ્ટ આચાર્ય
ને ખંત જારી હતાં. કેકવાર હોંશીલું મન-મનની સાથે પેલા કવિના શબ્દમાં પડકાર કરી ઊઠતું.
ઉદ્યમ, દઢતા, ખંત ખડા ત્યાં,
ધાર્યા પડે નિશાન; જે જે, એક દિવસ બનીશ હું,
આ નાવનો કપ્તાન. પણ નાવના કપ્તાન બનનારની નૈયા આજે તે સઢ-સુકાન વિનાની, દિનદિશા ભૂલેલી છીછરાં જળ પર ઘસડાતી હતી. કર્ણધારની રાહ હતી.
સંવત ૧૯૪૫ નો ઉનાળે વીતતો હતે. ગામમાં છેલ્લા કેટલાક દિવસથી કેલેરા ફાટી નીકળ્યો હતો. સવારમાં સાજું-સારું ફરતું માનવી બપોરે માંદું પડતું. ઝાડા ને ઉલટીઓ હાલી પડતી, ને ચોવીસ કલાકમાં તે એના જીવનનાટકને ખેલ ખલાસ થઈ જતો. દિવસે દિવસે સ્મશાન ને કબ્રસ્તાન ભરચક રહેવા લાગ્યાં.
વિધવા માતાને એક માત્ર આધાર, દળણાં દળીને ઉછેરેલે જુવાન પચીસ વર્ષને પુત્ર ચાલ્યો જતો, તે હજી પાનેતર ને પીઠી પૂરાં છૂટયાં નથી. એ કેડભરી કુલવધુનો સ્વામી સ્મશાનની ચેહમાં સ્વાહા થતો જોવાતે. ઘરમાં દૂધપીતાં બચ્ચાંને મૂકી મા સાથરે સૂતી. આખા કુટુંબનો પાલનહાર પિતા બહારથી ઘેર આવતે ને પલંગે પિઢતો ને એ પિઢણ સદાનાં થતાં. મૃત્યુદેવીનું ભયંકર નૃત્ય દિશાઓને કંપાવી રહ્યું હતું. જ્યાં જાઓ ત્યાં રુદન, હાહાકાર, વિલાપ ને વિનાશ!
કઈ કહેતું મા કાળકા કેપી. કેઈ કહેતું જેગણીઓ ખપ્પર ભરવા આવી. કેઈ કહે, મેલડી માતાને કૂંડું પડયું. હવે તો ગામને ખાધે છૂટકે કરશે. ભૂવા આવતા, ડાકલાની ઠારમઠા૨ જામી રહેતી. હોમહવન આરંભાતા. બકરાં પાડાનો હોમ દેવાતો. મૃત્યુની ભયંકર છાંય ગામ પર પથરાઈ ગઈ હતી. ને ભયભીત માણસ કયું પા૫ નથી કરતે ? મેલી વિદ્યાના જાણકાર મનાતા ઢેઢ, ગરેડા વગેરે કામ પર જીવતા જીવે જમદૂતે છૂટયા હતા. કોઈ કહેતું એ લોક જ અદનું પૂતળું બનાવી, મૂઠ મારી આ રંગ લાવ્યા છે. એમનાં ઘર બળાતાં, એમને નાગા કરી ફટકાવવામાં આવતા, ભૂખ્યા ને તરસ્યા બાંધી રાખવામાં આવતા. એમનાં નાનાં બાળ તડકે મેં તડકે વગર કેલેરાએ મરી જતાં. જીવન કેટલું પ્રિય છે ને માનવી કેટલે પામર છે, એનો સાક્ષાત ચિતાર અહીં રજૂ થતો હતો.
આ ભયભીત મનેદશામાં બહેચરદાસ એક જુદા વિચારમાં મસ્ત હતા. એ રેગચાળાના નિમિત્તરૂ૫ ગણીઓને–મેલડીઓને મળવાના તીવ્ર અભિલાષમાં હતા. મળીને ઉપાલંભ આપવાની ઈચ્છા હતી. “માતાને આ ધર્મ ખરો ? છોરું-કછોરું થાય પણ માવતર કમાવતર કદી થયાં છે?”
રાતે સ્મશાનમાં જઈ આવ્યા. બપોરે દૂર એકાંતની આંબલીએ જઈ આવ્યા. પ
For Private And Personal Use Only