SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Alfuses the most sous forbade boxe smule The Beats Nullari _ u [[S ggg 3 15 - અનિષ્ટમાંથી ઈષ્ટની પ્રાપ્તિ કJ725 12 13 , (40 વષનું દરેક બિંદુ સ્વાતિનું હોતું નથી, જેનાથી અમુલખ મેતી નીપજે, એમ જીવનની દરેક ક્ષણ લાખેણી હોતી નથી. એ તો જીવનમાં કેક વાર આવે છે. દિવાસળીની જેમ ઘસાય છે, પ્રકાશે છે-ને હજાર દીવાઓને જલાવી પળવારમાં સ્વયં બૂઝાઈ જાય છે. એવી કેક ક્ષણ સાધક-ભક્ત ભેળા બહેચરદાસના જીવનમાં આવી રહી હતી. !! ( અંધારાં ઉભરાતાં હતાં. પ્રભુદશનની પ્યાસ ઉત્કટ થતી જતી હતી, બુધિવિકાસની પ્રાથમિક ભૂમિકામાં એ ઊંચેરા આકાશમાં ઊડવા લાગ્યા હતા. મોટા થવું હતું, ડાહ્યા થવું હતુ', વિદ્વાન થવું હતું, પણ વિષમ સંસાર હતા ! એની મોટી મોટી મહત્ત્વાકાંક્ષાઓ સાંભળી સમાજ પ્રોત્સાહન આપવાને બદલે પછાડ ખવરાવતા. પેલા ફાળ ભરતા મૃગબાળને જેમ કેઈએ કહ્યું હતું: ‘ભાઈ, ડાહ્યો છે, બહાદુર છે, કામ કરવામાં તત્પર છે; પણ જે કુળમાં તું જ છે, તે કુળમાં કદી કેઈએ સિંહને શિકાર કર્યો નથી. ” આઈટી | ડુંગર કુદવાના મનોરથવાળું મૃગશાવક આ વાણી સાંભળી નિરાશ થઈ જતું. એના પગેની શક્તિ એમ ને એમ હણાઈ જતી. બહેચરદાસની સ્થિતિ એ મૃગશાવક જેવી જ હતી. કૃષિજીવનની બહાર કદી ડોકિયું ન કરનાર પિતાને, પુત્રની તમન્નાને પિછાણવાની તાકાત નહાતી. ભેળી ખેડૂમા છાણ-વાસીદુ', ઢોર-ઢાંખર ને હૈયાં-છોકરાંમાંથી ઊંચી આવી શક્તી નહોતી. જીવનકલહ દહાડે દહાડે વિષમ બનતો જતે હતા. ધરતીના તાતને સરકાર, શાહુકાર ને સંસ્કાર ત્રણે હિણે બનાવી રહ્યા હતા. મોટાભાઈ પિતાના હાથ-પગ બન્યા હતા. એમનાથી નાના ભાઈ ઉગરાભાઈ ભક્તિ ને વૈરાગ્યપ્રધાન જીવ હતા–પણ એમની જ્ઞાન પ્રત્યેની અભિરુચિ અ૯૫ હતી. I ggg S , JITU J ડર ! ' 9) ભર્યાભાદર્યા સંસારમાં બહેચરદાસ એકલા હતા. એકલહથ્થા બિનઅનુભવી લડવૈયાની જેમ એ પિતાની બાલિશ કપનાઓથી મનની મૂંઝવણ સાથે લડતા. સતત ઉદ્યોગ For Private And Personal Use Only
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy