________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યોગનિષ્ઠ આચાર્ય
સપનાં આવેલાં. આપણું ખેતર કેઈ એ દેવતાઈ પુરુષ ખેડતા હતા ને દિવ્ય બાગ બનાવતા
હતા ?
સારી ઘટનાને સારા શુકન કે સારા નિમિત્ત સાથે સાંકળવામાં શરું પૂરું હિંદુ હૃદય ખરાબ ઘટનાને ખરાબ શુકન સાથે જોડવામાં આનંદ માને છે. સદઅસદના રંટ ચાલ્યા જ કરે છે. સુખ ચાહો તે સુખ અને દુઃખ ચાહો તે દુઃખ મળી જ રહે છે.
નામ પાડતી વેળાએ પણ માતાએ આગ્રહ રાખે કે મા બહુચરાજીએ એને નવી જિંદગી આપી માટે બહેચર નામ રાખે ! શિવપૂજક પિતાને આ બાબતમાં વિશેષ આગ્રહ નહોતો. આ બાળકનું નામ બહેચરદાસ રાખવામાં આવ્યું.
કાળની શીશીમાંથી પાછી ઝડપી રેતી સરવા લાગી. બાળક પાંચ વર્ષનો થતાં થતાંમાં માતાના ખોળામાંથી છૂટી પિતાની આંગળીએ વળગ્યો. પિતાની સાથે ખાવું, પિતાની સાથે પીવું, પિતા રાતે ખેતરે સૂવા જાય, ત્યાં તેમની સાથે સૂવા જવું. પિતા જેગી-જાતિની જમાતમાં જાય કે ભજનમંડળીમાં જાયઃ બધે બહેચર સાથે ને સાથે હોય.
માતાએ વારસામાં કેવળ સેવાભાવ કે ભકિતભાવ આપ્યો હતે. ગરીબને દાણા આપતાં એનું નાનું હૃદય થનગની ઊઠતું. બાવાને ચપટી લેટ આપતાં એની નાની હથેળી મેટી થઈ જતી. નાનાં વાછરું, નાનાં પાડરું, ચકલાં, કાગડા કે ખિસકોલીઓને પિતાનાં સ્વજન ગણી હેતભાવ દર્શાવતો. - ઘરના નાના ગોખલામાં માતા ઘીને દો કરી બે હાથ જોડી રેજ કંઇક બબડતી. બહેચર માનું અનુકરણ કરતા. નાની નાની દીવેટે વણી દી પટાવતો. દી પિટાવી પછી માં બડબડાવતો હાથ જોડીને સામે ઊભા રહેતા. આસ્થાળુ માતા પુત્રને આ સ્થિતિમા જોઈ હસી પડતી ને પૂછતીઃ
બેચર, દી કરીને સામે ઊભે ઊભે તું શું ગણગણે છે ?” “કશું ય નહીં. જેવી તું હોઠ હલાવે છે, તેમ હું પણ હલાવું છું.”
ના બેટા, હુ તો મનમાં ભગવાનની પ્રાર્થના કરું છું.” “મને પણ શિખવને ! ”
“ભલે, રોજ હાથ જોડીને કહેજે હે પ્રભુ, મને સારે કરજે, ડા કરજે ! બુધિ દેજે, બળ દેજે, વિદ્યા દેજે !” | બેચરના નિત્યના કાર્યક્રમમાં આ પ્રસંગ મહત્ત્વનો બની ગયે. આકાશ ને પૃથ્વીનાં સંતાનો સદા ભક્તહૃદય હોય છે. બહેચરના હૃદયમાં આ રીતે ભકિત ને સેવાના તાણાવાણું ગુંથાવા લાગ્યા.
For Private And Personal Use Only