SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પાંચમા પરમેશ્વર ૧૭ પણ આપણી કથાના કાળે આ મી કુટુંબ અમદાવાદની ભાગોળે વસતું હતું. ટોચ જોવા જતાં પાઘડી પડી જાય એટલી ઊંચી આ મનહર વૃક્ષરાજિની નીચે આ કણબીવાસ છે. ત્રણ તરફ ગારાની પછીતેા, આગળ રમજીથી રગેલાં બારસાખ ને માથે વાંસની વળી ને દેશી નળિયાંથી છાયેલા એ ઘર છે. ઢારની ગમાણ પણ પડખે જ છે. ચાર ભીંત વચ્ચે તે ઘેાડીક જ જગા છે. એમનું ઘર ખરી રીતે પરસાળમાં હેાય છે ને ખરી રીતે એમના વાસ તા સ્વચ્છ અને ગૌમૂત્રથી છટાયેલાં આંગણામાં છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir લાંખી પહેાળી સશકત કાયા, હસતાં મેાં, આસ્થાવાન ભેળાં દિલ, ઝટ કાપ કરનાર ને ઝટ રિઝનાર સ્વભાવ, શબ્દોમાં શિક્ષણની જરા પણ છાંટ નહી: પણ સ’સ્કારિતાની બ્રૂ અવશ્ય. જાડા વેષ, જાડધારું જીવન. માજરાના રોટલા ને માખણથી ભરેલી છાશના ભાજનમાં તૃપ્તિના આનદ માનનાર એ વર્ષાં મહેમાનીમાં માલ પિરસવા કરતાં મનની માયા વધુ પીરસે છે. ઘરમાં એમને ઘરેણાં નથી. હાય તેા વાણિયા રહેવા દે એમ નથી. ગળામાં તુલસીની માળા એ એમનું મેટું ઘરેણું. બાકી એમનુ ઘરેણું એ એમના ધીગા બળદ ! ધીંગી ખેતી ને ધીંગું મન ! ધેાળા મગલા જેવા ને ક્ષત્રિયના મકા હથિયાર જેવા શિગડાવાળા બળદથી એમની મહત્તા મુલવાય. ભેાળા એટલે આસ્થાવાન જરૂર, અભણ એટલે સીધીસટ વાતમાં માનનારા. નસીબના મેલ સદા વાઢવાના એટલે પ્રારબ્ધવાદી પણ ખરા. ધર્મ તા જે કહે તે. શિવમદિર હાય તે શિવજીને પૂજે ! વિષ્ણુમદિર હાય તે। કૃષ્ણકીન કરે ! શકિતનું સેવાધામ હાય તેા વળી માતાને માને ! આજના ધાર્મિક રાગદ્વેષ એ વેળા સ્પર્ધા નહેાતા. પાણીની પરબ, ચકલાંને ચણુ, બાવાને ચપટો, કૂતરાને ાટલા ને ગાયની પૂજા ! ધાર્મિ ક વિધિવિધાના તે આટલાં ! ક્રિયાકાડમાં પણ જટિલતા નહીં. તુલસીના કયારે દીવા, પીપળાના થડે પાણી, હનુમાનજીને સિ ંદૂર ! ગોકુળ આઠમે મેળામાં જવું, શિવરાતે શકરિયાંને રાજગરાને શીરો ખાવા ! અગિયારશે એક ટાણું જમવુ' ને અમાસે હળ ન જોડવાં. ટૂંકો જાડી પોતડી-થેપાડુ,ઘેરદાર આંગળી, અ’ગરખું' ને માથે મેટી પાઘડી અથવા ધેતિયુ. આજે તે ન ઉચકાય એવા કુદડીએના ચિતરામણવાળા દશશેરીઆ જોડા. હાળીમાં પટાલાકડી, દશેરામાં બળદવેલ્થ, એ એમના ઉલ્લાસ દિના. હળદરના લેપ, ઘાબાજરીયું ને અજમાની ફાકી એ એમનાં મહાન ઔષધે. અનંત આકાશનાં એ બાળક એક મારવાડી કવિના શબ્દો જેવી ભાવના ભાવે છે, नई मुंजरी खाट के नच्चु टापरी भैंस डल्यां दो चार से दुझे बापडी बाजर रोदां बाट के दहींमें ओलणां, इतना दे किरतार के फिर नहीं बोलणां । For Private And Personal Use Only
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy