________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૨
ધ્યાન કયું શુભ એકલશૃંગી એટલે, ચઢતે પહોરે ચઢતે આત્મ વિકાસ જે. અહં અહ” વીર પ્રભુના જાપથી, આતમ તે પરમાતમ શુદ્ધ પ્રકાશ જે–વર.
આત્મધ્યાનના ભાગીને અડાબીડ ઘટાળાં વૃક્ષ, શીતળ સરિતાતટ, પહાડ, ટેકરા, ઘાં, ભેંયરાં કે ગુફાઓ મળે એટલે થનગની ઊઠે અને પોતાનાં પ્રિયતમ એવાં ધ્યાન ધરવા બેસી જાય. એમ શ્રીમદ્દ વરસેડા જતાં ત્યાં આ આશ્રમ, તેને ઓટલે, કુદરતની સમૃદ્ધિ, એકાંત જોયું ને ધ્યાનમગ્ન થયા તથા તે પર એક કાવ્ય લખી આશ્રમ અમર કર્યું.
શ્રીમદ્ વિજાપુર જમ્યા. સાબરકાંઠે. કુદરત પર અગાધ પ્રેમ. જડમાંથી ગુણ લેવાની વિશાળ દ્રષ્ટિ, અને સં. ૧૯૭૨ માં જેઠ સુદ ૧ ના રોજ અમદાવાદથી વિહાર કરી નરોડાથી વળાદ આવ્યા. ઉપાશ્રયના સામે જ સાબરમતી સરીતા પુરબહારમાં વહી જતી જુએ છે ને ગુણાનુરાગ ઉભરાય છે. કાવ્ય ફુરે છે. તેઓ કહેતા કે “કુદરતી દ્રોમાંથી જેટલું જ્ઞાન લેવું હોય તેટલું લઈ શકાય છે. સાબરમતી–ઉછળતી ઉભરાતી નાચતી કુદતી જોઈને તેમાંથી શિક્ષણ સંબંધી વિચાર પ્રકટાવવાની ફુરણા પ્રકટી અને તત્સમયે આ કાવ્ય પ્રારંવ્યું. આ કાવ્ય પછી તો પેથાપુર, ઉનાવા, લીંબોદરા, માણસામાં પછી વિજાપુરમાં લખાયું ને ત્યાં જ પૂર્ણ થયું. જેવું હૃદયમાંથી પ્રકટ થયું હોય તેવું જનોને આપવું, એ પ્રતિદાનના નિયમને અનુસરીને કિંચિત પ્રવૃત્તિ થઈ છે. આ કાવ્ય સર્વદેશીય મનુષ્યોને ઉપયોગી થાય તેવું છે. કોઈ ધર્મ સાથે તે વિરોધાભાસ કરતું નથી. માત્ર ગુણગ્રહણની જ દ્રષ્ટિ છે. મનુષ્યમાં ગુણ પ્રકટાવવા, તેમની ઉન્નતિ કરવા, મનુષ્યો દેશ સમાજ અને ધર્મની પ્રગતિ કરી શકે અને આત્મશકિતઓની વૃદ્ધિ કરી શકે એવો જ્યાં ભાવ હોય તેને ગદ્ય વા પદ્ય કાવ્ય કહી શકાય.”
આમાં પરસ્પરોપગ્રહ, જન્મભૂમિને ધન્યવાદ, સ્વાશ્રય પ્રવૃત્તિ, સ્વાશ્રયીને સહાય, પરમાર્થની યાત્રા, નવપરિવર્તન, નવરસે વહેવું, પ્રતિરોધકને નાશ, મનમેળથી ઠંડક,
સ્વાતિ મેળ, કુદરતની ખરી શેભા, તાપથી કિંમત, દુઃખ પછી સુખ, સાબરમતીપ્રતિ લેકેની પૃચ્છા, ઉત્તર, અવસ્થા ફરે છે, દાની ગવૈયા, અર્થીનું પાસે આવવું, પ્રીતિથી પરસ્પર સામા જવું. ઉપકારમય જીવન, કર્તવ્યબોધ, આદિ વિષયો આ કાવ્યમાં ચર્ચાયા છે. પૂર્ણતયા અવલેકન વાચકને ખૂબ આનંદ સાથે જ્ઞાન આપશે. બાકી તે
ज्ञान लव दुर्विदग्धं ब्रह्मापि तं नरं न रञ्जयति ॥ જ્ઞાનબળથી દુર્વિદગ્ધનું બ્રહ્મા પણ શી રીતે રંજન કરી શકે? કાવ્ય પરિચયઃ
રહેતી ઝીણુ કલરવ વડે, ઝીલતી મેઘષ્ટિ. વહેતી વેગે જલપુર વડે, ખેલતી એર સૃષ્ટિ, મીઠા ઝીણા કલરવ વડે, વિશ્વને શીખ આપે, મીઠા શબ્દો ગુણગણુભર્યા, સર્વના ચિત્ત વ્યાપે. ૧
For Private And Personal Use Only