________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૦
ઓ જનો કરી અતા જાગો, ક્ષુદ્ર ભેદમાં બની ઉદાર, એ જનો કરી એક્ય પ્રવર્તે, અર્થ બળે છે હયાતી ધાર.
ખેચરી મુદ્રા હઠ યોગીઓ, પામે છે અભયારે તે ખેચરી શકિત પામે વળે છે ? બન્યો ન આતમ જે ગુગે.
ચીચીયારી જ્યાં દુ:ખીઓની, પડે ત્યાં સંત દોડી જાય. ચીસ પડે ત્યાં દોડી જાવું, આભાપણ કરી કરવી સહાય.
ઠોકે પ્રભુનાં દ્વારા પ્રેમે, ઉઘડે તેથી પ્રભુનાં દ્વાર, ઠોકે નહીં અન્યાયે કેને, દેકાવું નહીં સારૂ લગાર.
ડુકકર શ્રદ્ધાત્મિક દ્રષ્ટિએ, અતિવિષયની કામના ટેવ. ડુકકર તે વ્યભિચારી મનડુ, દુર્ગુણની થાતી જે સેવ.
મરવું શિખો ધર્મ કાર્યમાં, મરતાં અમર છવો થઈ જાય, મરીને અન્ય બચાવો છો, મારવૃત્તિ વેગે હઠાવ.
સુહાતી સ્વર્ગથી મોટી, સદા સંતાન સંભાળે, કદી ને વર્ણવ્યો જાત, અપૂર્વ સ્નેહ માતાનો. કરી સર્વાબ્ધિઓની શાહી, કરી લેખણ ગિરિન્દ્રોની. કરીને પત્ર પૃથ્વિનો, લખુ જો સ્નેહનું વર્ણન. તથાપિ પૂર્ણ ના થાવ, જગતમાં કયાંય ના મારે,
અહો એવો અલૌકિક છે, અપૂર્વ સ્નેહ માતાનો. અંત્યમંગલ કરતાં શ્રીમદ્ કથે છે –
ચિત્રપૂર્ણિમા શુક્રવાર દિને, પૂર્ણ કર્યો કક્કાવલિ ગ્રંથ.
ભણે ગણે ને ભાવે સાંભળે, પામે તે શિવપુરનો પંથ. હવે પોતાની લઘુતા દર્શાવતાં કથે છે –
નથી લેખક ને નથી કવિ હું, નથી જ્ઞાની વા નથી વિદ્વાન. બાળક ચાલે પ્રેમે લખ્યું મેં, સત્ય જણાય તે લેજે જ્ઞાન. ગુરુ રવિસાગર સુખસાગર ગુરુ પામી તેના પૂર્ણ પસાય.
બુદ્ધિસાગર મંગલ માળા, ગ્રંથ રચી પાયે સુખદાય.
આમ સર્વ રસ, સર્વ વિષય, સર્વધર્મ, દેશ, રાષ્ટ્ર પરિચય અને યોગ અધ્યાત્મથી માંડી સંસાર વ્યવહાર સુધીનાં અનેકવિધ વિષયેનાં જ્ઞાનપૂર્ણ કાવ્યોની આ મહામૂલી જ્ઞાનમંજૂષા વાંચકનું કલ્યાણ કરો. *
For Private And Personal Use Only