________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsur Gyanmandir
૧૩૬
સંકુચિત નિરપેક્ષ દ્રષ્ટિ છે. ભાષા, રાજ્ય, કેમ, પ્રજા, ધર્મ પર જો સખ્ત નિયમો પડે છે તો તેથી ભાષા વિ. નું મૃત્યુ થાય છે. સંસ્કૃત ભાષા પર ઘણું નિયમ કાયદા થયા તેથી તે જીવતી ભાષા રહી નહિ. * * * ભાવ પર કાયદો એ જીવતાં મૃત્યુ છે. વિગેરે”
આ ગ્રંથના પ્રકટીકરણમાં સાણંદના શ્રી સંઘ તથા શેઠ ઉમેદ મહેતાના પુત્ર તથા પૌત્રનો મોટો હિસ્સો છે. તથા શેઠ આત્મારામ ખેમચંદે પણ ખૂબ ગુરુભક્તિ કરી છે.
આમાં પ્રથમ ચાતુર્માસી દેવવંદનવિધિ છે. પછી સ્તુતિઓ ચિત્યવંદનો તેત્રો છે. પછી સ્તવનો આવે છે. તેમાં માત્ર શબ્દાડંબર કે ગતાનગતિક વસ્તુઓ ન હતાં આધ્યાત્મિકજ્ઞાનનો સંભાર ભર્યો છે. કર્તા પુરુષનું તે તે પ્રકારનું જ્ઞાનદર્શન એમાં પ્રત્યક્ષ થાય છે.
આ પછી આવે છે અદભુત ચોવીશીઓનું યુગલ-ચોવીશ તીર્થકર ભગવાનની સ્તવનાનાં ૨૪ સ્તવનેને ચાવીશી કહેવાય છે. આ ૪૮ સ્તવની સમાલોચના તે સ્વતંત્ર ગ્રંથ રચાય તેટલી હોઈ શકે. સ્થળસંકોચ સાલે છે.
છેવટે સ્વગુરુદેવ શ્રી સુખસાગરજી મહારાજનું સ્તવન કરી અંત્યમંગળ કરતાં તે પૂર્ણ થાય છે. ગુરુ પ્રત્યેની અદ્ભુત ભક્તિ પ્રકટ કરતાં છેલલી કડીઓમાં તેઓ ગાય છે કે –
ગુરુ ગુણ ગાવું, ગુરુ દિલ થાવું, ગુરુ ગુણ જગમાં છવાયા. ગુરુ કૃપાએ આતમ અનુભવ, પાયા પ્રભુ પ્રકટાયા-નમું. સહાય કરો ગુરુ શિષ્યને પ્રેમ, ગુરુ નામ જાપ જપાયા બુદ્ધિસાગર સગુરુ ધ્યાયા, મહેસાણા ગુણ ગાયા-નમુ.
- સં. ૧૯૭૮, અષાડ સુદ ૩. ગુરુજયંતિ. કક્કાવલિ સુબોધ-ગ્રંથાંક ૧૦૬, પૃષ્ટ સંખ્યા ૪૬૦. ભાષા ગુજરાતી. કિં. ૧–૪–૦. પાકુ છું. ડેમી સાઈઝ. રચના સંવત ૧૯૮૧
ગુજ૨ કવિ પ્રેમાનંદે ગુજરાતી ભાષાને અન્ય ભાષા સમોવડી કરવા પાઘડી ન પહેરવાની બાધા લીધેલી. તે પૂર્ણ થઈ કે નહિ તેથી ગુજરાત અજ્ઞાત છે, પણ ગુજરાતના મધ્ય-ભાગમાં આવેલા વિજાપુર નગરમાં જન્મેલા પટેલ જ્ઞાતિના શ્રી બહેચરદાસ સત્સમાગમ-અડગ શ્રદ્ધા-અતૂટ ખંત અને ભાગ્ય બળે એક મહાન આચાર્ય બની સરસ્વતી આરાધી પિતે સંક૯પેલા ૧૦૮ ગ્રંથે માત્ર ૨૪ વર્ષના ગાળામાં જ પૂર્ણ કરે છે; ને તે પણ સાધુ અવસ્થામાં. અપરિગ્રહી દશામાં. તેમનું સ્વર્ગગમન સં. ૧૯૮૧ માં જેઠ વદી ૭ ના રોજ થયું. તે વર્ષમાં ૨૭ ગ્રંથ પ્રેસમાં હતા. બધા ગ્રંથનાં આલેખન, પ્રફ વાંચન જાતે જ કરતા. તે પૈકીનો આ છેલો ગ્રંથ છે. પ્રેસમાં છપાતા આ ગ્રંથમાં વધારા સુધારા જેઠ સુદ ૧૩ સુધી પિતે જ કર્યા હતા અને મૃત્યુના આગલા દિવસ સુધી વિદ્યાવ્યાસંગને તેમને વ્યવસાય ચાલુ હતો. તેમને પરિશ્રમ ન લેવાનું કહેનારને તેઓ કહેતા કે, “ભાઈ, જીવનની છેલ્લી પળે મારા આ પ્રિય વ્યવસાયમાં જ હું મગ્ન રહીશ.” અને એમ જ બન્યું હતું.
For Private And Personal Use Only