________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૩
આંતરડી કકળાવી જુએ, થશે ન સુખિયા જ્યારે. કલંક આળે દેઈ જુઠાં, ચાલો ન નરક દ્વારે રે–કરી. નથુરા નાસ્તિક પાપીઓને, ઉપદેશે નહિ લાગે.
બુદ્ધિસાગર સગુણા ધમ, સમજી શિખ ગ્રહી જાગે રે–કરી. આવાં ભિન્ન ભિન્ન ઉપદેશ શૈલીનાં ૨૦૮ પદો આ ગ્રંથમાં સમાયાં છે. આ તો થોડા નમુનાની પંકિતઓ દ્વારા વસ્તુ નિર્દેશ કરવા પ્રયત્ન કર્યો છે. બાકી આ ૧૧ મે ભાગ સાવંત અવલોકાય તો જ ખરી મઝા-સાચા રસ-ઓર આનંદ મસ્તી આવે.
અધ્યાત્મ ભજન સંગ્રહગ્રંથાંક ૧૫ મ. પૃણ સંખ્યા ૧૯૦. ભાષા ગુજરાતી. કી. ૦-૬-૦.
આ સંગ્રડમાં ભિન્ન ભિન્ન ભજન સંગ્રહોના ભાગમાંથી ચુંગ અને અધ્યાત્મજ્ઞાનનાં ભજને જુદાં કાઢી તેને સંગ્રહ છપાવ્યો છે, જે ઉંચ કક્ષાના અભ્યાસીઓને ઉપયોગી થઈ પડે છે.
શ્રી ગફુલી સંગ્રહ–ભાગ ૧-૨. ગ્રંથાંક ૧૮ તથા ૫૪. પૃ. ૨૧૨. ભાષા ગુજરાતી. કીમત પાકુ પઠું ૦-૧૨-૦. સં. ૧૯૭૬. પિષ વદી પ. પાદરા. અમદાવાદ.
ગુરુમહારાજના વ્યાખ્યાન શ્રવણ પ્રસંગે વચ્ચે જે થોડી ક્ષણે વ્યાખ્યાતા મુહપત્તી પડી લેહવા વિ. માં રોકાય છે તે વખતે શ્રોતા સ્ત્રીએ સુમધુર સૂરે ઉપદેશાત્મક ગુહલીએ (સંગીતમાં ઉપદેશ) ગાય છે. તેવી ગુહલીએ રચવા માણસા નિવાસી ગુરુભકત શ્રેષ્ટિવર્યશ્રી વીરચંદભાઈ કગણુજીએ શ્રીમદને વિનંતી કરી હતી. પાદરાવાળા વકીલ મોહનલાલ હીમચંદ તથા શ્રી સંઘની વિનંતિથી ગુરુશ્રી સં. ૧૯૭૫ નું ચાતુર્માસ પાદરામાં હતા. માણસાવાળા ગુરૂભકત શેઠ વીરચંદભાઈ કૃષ્ણાજી ગુરૂવંદનાર્થે પધારેલા. તેમણે એવી ગુહલીએ રચવા શ્રીમદ્દને વિનંતિ કરેલી. ગુરૂશ્રીએ ગલીઓ રચી વકીલ મોહનલાલભાઈને આપી. તેમણે તે છાપવા પ્રેસમાં મોકલી દીધી. એ ગડુલી સંગ્રહને ઘણે સારે આવકાર મળ્યો, અને ચાર આવૃત્તિઓ પ્રકટ કરવી પડી છે. તે બે ભાગમાં છે અને સ્ત્રી ઉપયોગી હોવા ઉપરાંત પુરુષ વર્ગને પણ ઘણું જાણવા મળે તેમ છે જ.
શ્રી ગુરૂગીત ગહેલી સંગ્રહ-ગ્રંથાંક પ૬પૃ. સંખ્યા કુલે ૨૦૦. ભાષા ગુજરાતી, કિંમત ૦–૧૨–૦. સં. ૧૯૭૭. ગુરૂપૂર્ણિમા-પાદરા.
આ ગ્રંથમાં સ્ત્રી જનને વ્યાખ્યાન સમયે ગાવાની ભિન્નભિન્ન રાગમાં રચાયેલી સદ્દબોધથી ભરેલી ગફુલીએ છે. પ્રારંભ પ્રસ્તાવનામાં શ્રીમદે ૫૧ પૃષ્ટમાં સાચા ગુરુ, સાચા ગુરુના ભકતો કેવા હોય તેનું વર્ણન લગભગ ગુરુગીતા–વા–ભકતગીતા જેમ આપ્યું છે. એ સાધંત વાંચી હૃદયમાં ઉતારવા જેવું ઉત્કૃષ્ટ છે. અનેક વર્ષોનો અભ્યાસ-આત્માનુભવ -ગુરુની પ્રત્યેક ભૂમિકાનું ઉલ્લંઘન અને સંપૂર્ણ ગુરુપણું પ્રાપ્ત થવા સિવાય આ આલેખન
For Private And Personal Use Only