________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨
આવાં અનેક ભજનાનો મહાજ્ઞાનસાગર આ ભજનસંગ્રડ ભાગ ૬ ઠામાં ઉભરાવ્યો છે. કેટલીક કવાલીઓ આપી શકાય; આ તે વાનગી છે, પણ આત્મજાગૃતિ પામવા, છો તેથી ઉપલી ભુમિકાએ ચઢવા -અરે પ્રભુ-પ્રભુમય-પ્રભુતામય થવા આવાં સંતહૃદયઝરણાંમાં નિઃશંક સ્નાન કરતાં પવિત્ર થવાશે.
કાવ્યસંગ્રહ ભા. ૭ મે-ગ્રંથાંક ૨૭. ભાષા ગુજરાતી–૨ચના સંવત ૧૯૬૯ પૃષ્ટ સંખ્યા ૨૦૦
| ભજન સંગ્રડ ભા. ૭ ને કાવ્યસંગ્રહ નામ આપવામાં આવ્યું છે. આ ભાગ પ્રથમના સવ ભાગો કરતાં ભિન્ન રસ પીરસે છે. આ કાવ્યોમાં અધ્યાત્મજ્ઞાન, વૈરાગ્યભાવના, ધૈર્ય, ઉત્સાહ, ઉપસર્ગ સહન બોધ, કર્તવ્ય દિશા, શુદ્ધ પ્રેમ, સત્ય માર્ગદર્શન બોધ વગેરેનો સમાવેશ થાય છે. જ્ઞાનીઓ કવિત્વશકિતને સ્વકીય ઉચ્ચાશયમાં વાપરીને ઉચ્ચ વિચાર અને પવિત્રાચારનાં ચિત્રો ચીતરવા પ્રયત્ન કરે છે.
જેનાથી ભકિતરસમાં નિમગ્ન થવાય, હૃદયને શાંતિ મળે, દુર્ગુણો પર વિજય મેળવાય, અનેક દુઃખ શિર પર આવ્યાં છતાં ચિત્તની સમાનતા સંરક્ષી શકાય, અને ઉત્ક્રાંતિના માર્ગમાં અધ્યાત્મિક ભાવથી અને વ્યવહારીક ભાવથી વિદ્યુત પ્રવાહની પેઠે આગળ વધી શકાય તેવાં કાવ્યો જ પ્રશંસનીય ગણી શકાય.
જે કાવ્યોના વાચનથી આસકિત, કૅશ, ઈર્ષા, કલેશ, હાનિ વગેરે દુર્ગણોની વૃધિ થાય તે કાળે નહિ-કુકાવ્યો છે. ખરું જોતાં કાવ્યો એ જ્ઞાની કવિની જીવતી પ્રતિમા છે. કાવ્યો એ આચારો ને વિચારોને ભંડાર છે.
કાવ્યોથી સમાજનું મહાન હિત સાધી શકાય છે, તે દુનિયાની ઉત્ક્રાંતિને આદર્શ છે, અને જે મગજની સંકુચિતતા ત્યાગી આસ્વાદવામાં આવે તો ગુણાનુરાગ અને વિશાળ દૃષ્ટિથી સમજતાં પરમ રસાયણ બની શકે છે.
શ્રીમદનાં કા૦-પદોમાંથી આધ્યાત્મ રસ લઈ શકાય છે. સાચે જ અધ્યાત્મ જ્ઞાનરસ એ અમૃત રસ છે, તેનાથી મનુષ્યને આનંદ ને અમરત્વ બંને મળી શકે છે. શ્રીમદુની કૃતિઓમાં મુખ્યત્વે વિષય આધ્યાત્મજ્ઞાન છે, એમ તત્વદૃષ્ટિથી તેમના કાવ્યોદધિને તળીએ પહોંચી અંતરચક્ષુથી જોતાં જણાય છે, તેમાં મન, વાણી, કાયાના સ્વામિ બનવાને બંધ ઉછળે છે.
સર ટી. બ્રાઉન કહે છે કે –જે મનુષ્ય પિતે પિતાને સ્વામી થાય છે, તે પછી આ લેકના રાજ્ય–વૈભવની આશા કરતો નથી; કારણ કે જેમનાં માન અને અધિકાર મોટાં છે, તેઓ ખરેખર મહાન નથી, પણ જેમને પિતાનું મન સ્વાધીન રાખતાં આવડે છે તેઓ ખરેખરા મહાન સાચા સુખી છે. પણ જેમને પિતાનું મન સ્વાધીન રાખતાં આવડતું નથી તેઓને રાજગાદી હોય તે પણ તેઓ રાજા નથી. તેથી ઉલટું સાધુજનને અંગે જે કે ભમ
For Private And Personal Use Only