________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૬
જોયા બાદ સાર નથી–પૃ. ૧૬૫
નવલગ્ન લીલામાં ભર્યું શું ? કામી જન રાચી રહે ! સુખ જીવનની દોરી કલ્પી. સ્મરણ કરી મન તે લહે ! ડુંગરા રળિયામણા તો દુર થકી લાગ્યા નહિ, પરણીને જોયું પછી તો, સાર તેમાં કંઇ નહિ.-૧
ભજન સંગ્રહ ભાગ પાંચમ-ગ્રંથાંક ૧૨-૧૩, પૃષ્ટ સંખ્યા ૧૮૦. ભાષા ગુજરાતી રચના સંવત ૧૯૬૭ દિવાળી દિન તથા જ્ઞાનદીપિકા ગ્રંથ રચના સં. ૧લ્પ૯.
કવિ સ્વાનુભવમાં ઉત્તરોત્તર ઉરચ ભૂમિકા પણ ચઢતો જાય છે તેમ તેમ તેનાં કાવ્યમાં કવિનાં દિલનાં દર્શન ડોકાય છે. આ ભજન સંગ્રડમાં ગઝલે ઘણા ભાગે રચાયેલી છે. તેમજ અન્ય રાગો પણ છે.
| ગુજરાતમાં ગુજરાતી ભાષા મુખ્યત્વે હતી ને છે, છતાં બહારના વ્યાપાર-તિર્થયાત્રા જ્ઞાનયાત્રાથે યુદ્ધ અર્થે આવતા ભિન્ન ભિન્ન ભાષાભાષી પ્રવાસીઓ પોતાની ભાષા લેતી આવે અને અત્રેજ ઠરી ઠામ પડે. તે ભાષા પિતાના વર્તુલમાં બોલાય. આ જ રીતે ગઝલકવ્વાલીઓ પણ ગુજરાતમાં આવી, ફાલી કુલી. ગઝલમાં–કવાલીમાં મસ્તી અને વીરતા છે. ઉર્દૂ ભાષાની ગઝલે ગુજરાતમાં ન હતી. મસ્ત કવિ મણીલાલ નભુભાઈએ એ પરિપાટીને પ્રારંભ કર્યો. એ ગઝલમાં મસ્ત આલાપો છે, અને ગાનારને પ્રેમદર્શન–વિરહ દર્શન–વીરતા અને કર્તવ્ય હાકલે કરવામાં ગઝલ સારૂ વાહન છે. સ્વ. મણિભાઈ અભેદમાગ પ્રવાસી લખે છે –
અરે ! કયાં જાય છે દોરી, દગાબાજી કરી કીસ્મત ?
ભરોસે હું દઈ શાને, હરાજી આ કરી કીમત , અને છેલ્લે—
મને માલીકનો કાને–પડે ભણકાર છે કીસ્મત. મળ્યો માલેક વેચાયો, કરી લે ચાહ્યું તે કીસ્મત
ગુજરાતમાં શિષ્ટ સંસ્કારી સ્ત્રી પુરુષનાં હૈયાની હુંફમાં અને જીવનની જીભે ઉપરોક્ત કડીઓ આજે પણ લહેરે છે, એ સ્વાનુભવ છે. મણિભાઈએ (પ્રારંભમાં) ગઝલોને અને ગઝલોએ મણિભાઈને અમર કર્યા છે.
| શબ્દસૃષ્ટિ અને ભાવસૃષ્ટિ એ કવિતા રથનાં બે ચક્રો છે. ભાવ વિનાની શબ્દસૃષ્ટિ નકામી અને શબ્દસૃષ્ટિ વિના ભાવ નકામે. એ બન્ને ચક્રોના અસ્તિત્વમાં જ કવિતા રથનું જીવન જીવંતશેભન રહે રહે છે.
ગુરૂદેવની કૃતિમાં આ બંને માર્ગો સચવાય છે. ખરી રીતે તે જે સહજ કવિતાકાર
For Private And Personal Use Only