________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૫
તેમાંની હાનીકારક રીવાજો પરની ચાબુકે વાંચતાં ધીરાભક્તના ચાબકા યાદ આવે છે. એમના અધ્યાત્મ અષ્ટાંગ યોગ અને અલખ મસ્તીનાં રસઝરણું તે ઝર્યા જ કર્યા છે. આ ભાગનાં ભજનોમાં સ્વાનુભવની ઝલક અને આત્મ-દર્શનને પાકે નિશ્ચય પ્રતિત થાય છે.
ઉપાધ્યાયજી મહારાજ શ્રીમદ્ ચવિજયજીના ગ્રંથમાં શ્રી પંચપરમેષ્ટી ગીતા ૧૩૦ પદમાં રચેલી છે. શ્રી સમુદ્રવહાણ સંવાદ શ્રી ગુરૂદેવે સંશોધન કરેલ છે તે ૩૨ પૃષ્ટ રોકે છે. સં. ૧૩૨૭ માં રચાયેલ ગુર્જર ભાષા સાહિત્યને શ્રી સાતક્ષેત્રને રાસ ગુરૂશ્રીએ સંશોધન કરી આમાં પ્રકટ કર્યો છે. પછી શ્રીમદ્શેવિજયજી કૃત બ્રહ્મગીતા પણ છે. લગભગ ૩૦૫ પૃષ્ટમાં રેલેલા આ યોગાધ્યાત્મજ્ઞાન રસસાગરથી આ ભાગ અતિ સમૃદ્ધ બન્યો છે. આ ભાગનાં થોડાં જ્ઞાન રસબિંદુઓ આપણે આસ્વાદીયે :બ્રહ્મરંધ્રમાં સુરતા પ્રવેશ-પૃ. ૫૫
શ્રી રાગ : સુરતા જામે ગગન ગઢ જાવું રે, મેરૂ દંડ મૂલ પાઉં રે, સિદ્ધાસનવાળી ગુરૂગમથી, પ્રાણાયામ ચિત્ત લાઉ રે.–૧ મેરૂદંડથી ભેદી ચક્ર, ત્રિવેણી ચઢી જાઉં રે, ઉલટ વાટથી બ્રહ્મરંધમાં, ન્યાતિમાં જ્યોતિ મીલાવું રે.-સુરતા-૨
આ અનુભવ રહે ન છાનો, ભિનપણે પરખાઉં રે ! બુદ્ધિસાગર સાહિબ મળી આ, જ્ઞાને તેના ગુણ ગાઉં રે !-૬
બાકિયાડંબર–પૃ. ૮૨
બાહ્ય ક્રિયાડંબરમાં ભૂલ્યા, ભોળા નર ને નારી રે ! ઉપર ઉપરની ધર્મની બુદ્ધિ, ભટકે જગ બહુ ભારી રે !–૧ સાધ્યસાધનનું જ્ઞાન ન હોયે, મુઢ મતિથી ચાલે રે ! સત્ય વાતને નિશ્ચય નય કહે, મન આવે ત્યાં હાલે રે.-૨
મન સુધર્યાવણ શિષ મુંડાવે, વેશ પ્રભુનો લજાવે રે ! એકએકનાં છીદ્ર જ શોધે, મૂઢની આગળ ફાવે રે !-૪
સમાધિ-પૃ. ૧૩૫
સહસ્ત્ર કમલદલ પર શ્રીપ્રભુજી, બેઠા કૃષ્ણજિનવર દેવા અસંખ્ય પ્રદેશ આસન પુયું ઝળહળ જ્યોતિની સેવા.-૧ બ્રહ્મરંધમાં બ્રહ્માનંદી ઉલટ વાટથી ચઢી આયો, હંસ રામ સુરતા સીતાની, સાથે સુખડાં બહું પાગ-૨
For Private And Personal Use Only