SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વતન સાણ) ઈતિહાસથી સભર છે. એ પ્રાંતની લીલુડી ભૂમિમાં આવેલું વિજાપુર ગામ પણ પ્રાચીન ને અર્વાચીન ઈતિહાસની ભૂમિ છે. ગાયકવાડની નાની એવી રેલ્વેલાઈન સુંદર પ્રદેશ વીંધતી કલોલના જંકશનેથી નીકળેલી વીજાપુર જઈને થોભે છે. વીજાપુર આજે પ્રાંતનું અગ્રગણ્ય ગામ છે. પણ એની સામાન્ય દશામાંથી ય એની ભવ્યતાના ભણકાર જાગતા લાગે છે. ઇતિહાસકારોની ચકોર આંખે એના દેહદર્શનમાં અદભુત ખમીર ધરબાયેલું લાગે છે, એનાં ખંડિયેરો પુરાણ કાળની પ્રેરક કથા કહેતાં ભાસે છે. તે અહીં ગળાતી ને બંદૂકો અહી બનતી. પંદરસે મહાજનનાં ઘર, પાંચસે કંસારા ને પાંચસે બ્રાહ્મણોનાં ઘર અહીં હતાં. સૂર્યવંશીય ક્ષત્રિય રાજારામથી એનો સંબંધ જોડાય છે, અને જગતના પ્રાચીન નગરેએ જે હાસ ને ઉદય ભાળ્યાં એવાં ભરતી-ઓટ એને નાંગરતાં લાગે છે. બાજ જેવાં ઝડપી, આર્યાવતને એકવાર ત્રાહી પોકરાવનાર હણ વિજેતાએ આ ભૂમિ પર શાસન કરતા ક૯પાય છે, ને પછી પેલા ખભે ધનુષ્યકમાનવાળા ગુજરો ને પાછળ એ ધનુષ્યકમાનથીય વધુ વેધક રમતિયાળ આંખેવાળી ગૂજરીઓ ત્યાં ગરબે રમતી જોવાય છે. ને ઈતિહાસ ક૯૫ના વાધે છે, ચૌલુક્ય ને વાઘેલાના શાસન આરંભાતાં જોવાય છે. અને જોતજોતામાં દિશાઓને કંપાવતાં યવનોનાં ધાડાં આવતાં દેખાય છે. મૂર્તિને મંદિરના નાથના એ રસિયા છે, પ્રલયાગ્નિ જેવા એ છે. જ્યાં જાય છે ત્યાં ધરા ધમધમી જાય છે. આ પ્રલયાગ્નિ બબ્બે વાર આપણા પ્રાચીન નગરને ભરખી જતો કપાય છે. એનાં ઉત્તુંગ શિખરે, મનહર વિદ્યાધામો, સુંદર હસ્ય ને હવેલીઓ એકવાર ચકલાનાં માળાની જેમ પીંખાઈ જાય છે. આ પછી અહમદશાહ આવતો જોવાય છે, ને અદ્દભુત નગર અમદાવાદ વસાવે છે. ત્યાં વળી દિલ્હીનો સમ્રાટ અકબરશાહ એક અજબ દિલેરી લઈને સંચરે છે, ને હિંદુ-મુસ્લિમ વેરઝેર નીતરતાં લાગે છે. બંને પડોશી ભાવના કેળવે છે. અડોઅડ વસવાની ને પડખેપડખ જીવવાની હિંમત કેળવે છે. એ બિરાદરીના કોલ લંબાય છે. ત્યાં દિલ્હીના તખ્ત પર ઔરંગજેબનાં શાસન આરંભાય છે. નીતરતા જતા ધર્મઝનનના નિરભ્ર આકાશમાં કાળી ભમ્મર વાદળીઓ ઊમટી આવે છે. ફરીથી માનવીના હૈયામાં બેઠેલાં વરૂ ઘુરકી ઊઠે છે. તીર્થમંદિરો તૂટે છે. હિંદુ પ્રજા ત્રાસી જાય છે. ગામનાં ગામ ઉજજડ થાય છે. વિદ્યાપુર ભર્યુંભાદર્યું વિદ્યાપુર વેરાન બને છે. એને ભાગ્ય રવિ અસ્તાચળે ઊતરે છે. છતાં આ નગરને ઉજવૂલ કરનાર સ્વનામધન્ય પેથડકુમાર અહીં પ્રગટે છે. જેના મુનિઓ આ ભૂમિને પોતાનાથી પાવન બનાવે છે. અહીંથી જ વિદ્યાનંદ વ્યાકરણની રચના થાય છે. ચંપકમાલા ચરિત્ર, ગજસિંધુકુમાર રાસ, ધર્મ પરીક્ષાનો રાસ રચાય છે, જેને For Private And Personal Use Only
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy