________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૭
નોંધ કરેલી તે પરથી કર્તાવાર ગ્રંથ તથા શિલાલેખો જે છપાઈ ગયા છે, તેની યાદી ઈગ્લીશમાં આપી છે.
આ યાદીમાં ૮૩૬ નામ લેવાયાં છે. તે પછી ડો. જે. મેરિનેકૃત એપીગ્રાફી જોન. (જૈનશિલાલેખ ) આવે છે. આ ગ્રંથમાં ઈ. સ. ૧૮૧૫ સુધીમાં કયાં કયાં સ્થળના કેટલા શિલાલેખે કયા કયા પુસ્તકમાં છપાઈ ગયા છે, તથા તેના અંગ્રેજી વિ. ભાષાઓમાં તરજુમાં થયા છે, તેની સંપૂર્ણ નોંધ લખાઈ છે. અકારાદિ ગોઠવણી તથા અંગ્રેજીમાં આ બધુ છે. આમ આ મુદ્રિત ગ્રંથ ગાઈડ અતિ સમૃદ્ધ અને અવકન યોગ્ય છે. વિદ્વાનો, જ્ઞાનયાત્રાના રસિયા અને અભ્યાસકોને તે એક વાર જોવા આગ્રહપૂર્વક ભલામણ છે. - શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિ સ્મારક ગ્રંથ-ગ્રંથાંક ૧૦૯, પૃષ્ટ સંખ્યા ૨૨૦. ભાષા ગુજરાતી. રચના સંવત ૧૯૮૨. અનેક ચિત્રો સહિત.
- ગુરુદેવનું અગાઉથી ખબર આપ્યા પ્રમાણે પિતાના સર્વ શિષ્યો પ્રશિષ્યો ભકતો વિ. ની હાજરીમાં પૂર્ણ સમાધિપૂર્વક સ્વર્ગગમન થયા બાદ તેમના છેલ્લા સ્વર્ગ ગમન વેળાનાં દશ્યો સાક્ષાત્કાર કરતા પ્રસંગેનાં વર્ણન, સ્મશાનયાત્રા, તથા તેમના જીવન સંબંધી ઉપલબ્ધ એવા પૃથક પૃથક લેખક સાધુ આચાર્યો ગૃહસ્થના તત્ વિષયના લેખે, લોકોના આવેલા સ્મરણપત્રો, તારો, વર્તમાનપત્રમાં આવેલી નોંધ, લેખ, સંઘ-સંસ્થાઓના ઠરા, તેમના અવસાન બાદ સ્મરણાર્થે ભરાયેલી સભાઓના હેવાલે, ઠરાવો વગેરે અનેક ચિત્રો સહિત આ ગ્રંથ પાદરા નિવાસી ગુરુભક્ત વકીલ મોહનલાલ હિમચંદે તૈયાર કરી, મંડળે તે છપાવી, ગુરૂશ્રીના સમાધિસ્થાન પર તૈયાર થયેલ સમાધિ મંદિરમાં ગુરુમૂર્તિની સ્થાપના પ્રસંગે જ બહુ જલદીથી તૈયાર કરી પકટ કર્યો છે. સર્વદર્શનના-સર્વ કોમોના ગૃહસ્થ -ત્યાગીઓના પત્રો આંસુભરી આંખે લખાયલા આમાં પ્રકટ કર્યા છે. તે જોતાં જેનો ઉપયંત મુસ્લીમ, અંત્યજે પાટીદાર, બ્રાહ્મણ, ઠાકરડા, આદિ કેમના ભક્તો ગુરૂદેવ પ્રત્યે કેટલા ભકિતવાન હતા તથા સૌને ઉપદેશવામાં કેટલું સામર્થ્ય ધરાવતાં હશે, તેને રહેજે ખ્યાલ વાંચકોને આવશે. - કાવ્યવિભાગ-ભજનસંગ્રહ ભાગ ૧ થી ૧૧. અધ્યાત્મ ભજન સંગ્રહ (૧૨). શ્રી. ગહુલીસંગ્રહ ભાગ ૧-૨ (૧૩-૧૪). શ્રી દેવવંદન સ્તુતિ સ્તવન સંગ્રહ (૧૭) શ્રી, કકકાવલિ સુબોધ (૧૮). સાભ્રમતી ગુણશિક્ષણકાવ્ય (૧૯). સ્નાત્ર પૂજા (૨૦). પૂજા સંગ્રહ ભાગ ૧-૨ (૨૧-૨૨). એતિહાસિક રસમાળા (૨૩)..
| ભજન સંગ્રહ ભાગ-૧-ગ્રંથાંક ૧૦૧. પૃષ્ટ ૧૯૦. ભાષા ગુજરાતી. રચના પ્રથમવૃત્તિ સં. ૧૯૬૪. આવૃતિ છઠ્ઠી. આની અર્પણ પત્રિકા વકીલ મોહનલાલ હીમચંદને આપી છે.
જૈન સમાજ તેમ જ હિન્દુ સમાજમાં પણ ભજનનું સાહિત્ય હજી પૂર્ણ પણે વિકસ્યું નથી અને ઉપલબ્ધ પણ નથી. સાચા સંતે, અધ્યાત્મજ્ઞાની યોગીઓ અને મસ્ત ખાખીઓ સિવાય માનવને દેવ બનાવે, કર્તવ્યપંથ બતાવે, અને ચાબૂક મારી મનસુરગને વશવર્તી બનાવરાવે, ગાતાં ડોલાવે અને દિલ ડોલાવી દિલનાં દ્વાર ખેલી કે ચારધારાં હોય ત્યાં અજ.
For Private And Personal Use Only