________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૪
શબ્દોમાં તે અત્રે ઉલ્શત કરીશું. પણ એક વાત જે હજી એપ્રકટ છે અને કદી પ્રકટ થાત પણે નહી તે પ્રકટ કરવા હવે હરકત નથી, એમ લાગે છે, કારણ ગુરુશ્રી તો ગયા છે. પણ લોકોને જે વસ્તુની જરાય ખબર નથી તે વસ્તુ પ્રકટ કરવા આ યોગ્ય સ્થાન ગણાય. આ બાબત સાહિત્યસર્જનના લેખક અંગત લખે છે. ઘંટાકરણ યંત્ર માત્ર નેપાલના એક મંદિરમાં દિવાલ પર લખેલે ઉપલબધ હતો. બીજે ક્યાંય તે મૂતિને-કે તેના ફેટાને પત્તા કે દર્શન ન હતાં–ગુરુદેવ પાદરામાં હતા ત્યારે તેમણે ત્રણ દિવસના-પદ્માસનવાળા ઉત્તરસાધકની શોધ કરવા માંડી હતી–તે ઉતરસાધક સંયમી-ચરિત્રવાન અને ત્રણ દિવસ અને જળ વિના -અંગે હલાવ્યા વિના–ત્રણે દિવસ આસન મારી સાધકને સહાયભૂત થાય–આ માટે તેમણે આ સાહિત્ય સર્જનના લેખકને પસંદ કર્યો. અંતે સાત વર્ષ સુધી અસનાની તાલીમ આપીતૈયાર કર્યો. અને પછી પોતે પાદરામાં–શાંતિનાથ ભગવાનના મોટા દેરાસરમાં મેટા ભેંયરામાં આશો વદી ૧૩ ના પ્રાતઃકાળે ૪ વાગે ઉત્તરસાધક સાથે બેસી ગયા. અમાસની પાછલી રાત્રે મંત્રસિદ્ધિનાં ત્રણ દિવ્ય-જે પૈકીનું એક જ દિવ્યનાં દર્શન થતાં મંત્રસિદ્ધિ મનાય છે તે ત્રણે દિવ્ય થયા છતાં ગુરુદેવ ધ્યાનમગ્ન જ રહ્યા (પાછળથી જણાયેલું કે તેમને સંકલ્પ શ્રી. ઘંટાકર્ણ વીરનાં સાક્ષાત્ દર્શનનો હતો) એવામાં વેદિકામાંથી એક પ્રચંડ મહાપુરુષ ધનુષ્ય ને બાણુ સહિત ધીમે ધીમે ઊંચે આવવા લાગ્યા. કાનમાં કુંડળ, માથે મુકુટ, હાથમાં ધનુષ્યબાણ કચ્છ સહિત પ્રકટ થયેલ આ પુરુષ તે સાક્ષાત્ ઘંટાકરણ વીર હતા. ગુરુશ્રીએ ધરાઈને તે મૂતિ જોઈ લીધી. એકાદ પળ જેટલા સમયમાં તો વાદળ વીખરાય તેમ તે મૂર્તિ વીખરાઈ અદ્રશ્ય બની, અને ગુરુદેવ ઉપાશ્રયમાં ગયા. હું પણ સર્વ આપી ઉપાશ્રયે પહોંચે ત્યાં ગુરુશ્રીએ ખડી કે ચાક માં–મેં આણી આપે. પોતે મેટા ઉપાશ્રયની, દિવાલ પર ઘંટાકરણ વીરની–તે હતા તેવડી મૂતિ આલેખી અને મારા પૂ. પિતાશ્રીને બોલાવી-મૂલચંદ મીસ્ત્રીને બોલાવવા તાર કરવા કહ્યું. મીસ્ત્રી આવ્યા અને તેમણે મૂર્તિ તૈયાર કરી અને અનેક ચમત્કારો સહિત તે મૂતિ મધુપુરીમાં ગુરુશ્રીના હાથે પ્રતિષ્ઠીત થઈ. એક મોટો ઘટ પણ મંત્રિત કરી ત્યાં પ્રતિષ્ઠિત કર્યો. આજે પણ ત્યાં તે વિરાજિત છે. હજારો ભાવિકો પિતાનાં દુખ દૂર થયા બાદ ત્યાં દર્શને આવે છે ને સુખડી ધરાવે છે. ગુરુશ્રી કહેતા કે પીર-પેગંબર મીરાદાતાર અને અન્યત્ર પિતાનાં દુખ દૂર કરવા જેનોને દોડતા બંધ કરવા છે ને તે સમકતી દેવને સ્થાપના કરીને. આમ આ મૂતિ પ્રકટી–પ્રતિષ્ઠિતિ બની. આમાં ગુરુદેવ તે ગયા પણ મૂળચંદ મીસ્ત્રી વડોદરામાં હયાત છે અને શ્રી. ગુલાબચંદજી ઢઢ્ઢા એમ. એ. જજ જયપુરમાં હયાત છે. આજ ઘંટાકરણ વીરની મંત્રેલી સુખડીની થાળી તાંબર જૈનોમાં શાંતિ સ્નાત્રમાંખાસ પ્રતિષ્ઠિત કરવામાં આવે છે ને તે સુખડી જેનો પૂર્ણ શ્રદ્ધાથી વાપરે છે. આ સંબંધમાં કોઈને પૂછવું હોય તો અમને પૂછી શકે છે અને ઘંટાકરણ વીરનું સત્વ-સત્ય પણ જોવું હોય તે મધુપુરીમાં જઈ જોઈ શકાય છે.
આ ઘંટાકર્ણ વીરમાં અશ્રધ્ધા-શંકા રાખનારને જવાબ રૂપે આ ગ્રંથ છે. તેમાં જૈન દર્શનમાં કયા મંત્ર-મંત્ર કપ છે, ક્યા કયા આચાર્યો મંત્રકપિ પ્રકટાવ્યા તે વિસ્તારથી આપેલ છે. ગુરુદેવ લખે છે કે :
For Private And Personal Use Only