________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૩
છે. જેમના પુત્ર નિમિત્તે આ ગ્રંથ છપાવેલ તે જ ગૃહસ્થ શેઠ કેશવલાલ લાલચંદને લક થયો, ત્યાં સુધી ધર્મ સંઘ દેરાસરો ઉપાશ્રયો અને સાદ્ધમિ બંધુઓની અંતરથી સેવા કરનાર હતા. અને તે જ દરદમાં તેઓનું મૃત્યુ થયું. પણ આખર વખતે આજ શેકવિનાશક ગ્રંથ શ્રવણથી તેમને ખૂબ શાંતિ મળેલી અને સંસાર આત્માને પરમાત્માનું સ્વરૂપ સમજેલા અને શાંતિપૂર્વક મૃત્યુને ભેટેલા. આમ આ નાનકડે ગ્રંથ પરમ ઉપયોગી નીવડે છે.
સાંવત્સરીક સમાપના-ગ્રંથાંક ૮૫ મો. પૃષ્ટ સંખ્યા ૯૯. ભાષા ગુજરાતીસંસ્કૃત–માગધીરચના ૧૯૬૪. બીજી આવૃત્તિ. આની અર્પણ પત્રિકા ગુરુદેવે પ્રસિદ્ધ બૂક સેલર શા. મેઘજી હીરજીને આપી છે.
મનને રાગદ્દેશથી મુકત કરનાર તથા ક્ષમા ગુણને પ્રકટાવનાર શ્રી. સાંવત્સરિક ક્ષમાપના જેવા ઉત્તમ વિષયને આ ગ્રંથમાં ગુરુદેવે એવી ઉત્તમ શૈલીથી ઘટાડીને વર્ણવ્યો છે કે તેથી તે દરેક માનવ હૃદયને શક્તિ સરળતા શમતાથી આ બનાવીને તેઓને રાગદ્દેશ દૂર કરાવી ઉત્તમ ભાવનાવાળા બનાવે છે.
જૈન દર્શનમાં સાંવત્સરી ક્ષમાપના કરી જગત જીવને ક્ષમાવવાની ઉત્તમ પ્રણાલિકા પ્રચલીત છે. વિશ્વમાં સર્વત્ર ક્ષમાગુણ શ્રેષ્ઠ ગણાય છે. ક્ષમા વીરા મૃgબન્ એ વિશ્વ વાકય છે અને સર્વ દશનો એ જ બેધે છે કે ક્ષમા રાખે–વેર ત્ય–વેરનો બદલો વેરથી નહિ પણ ક્ષમાથી–પ્રેમથી વાળો. આ રહસ્ય જૈન દર્શનમાં મૂર્તિમંત છે. શત્રુઓ લડી ઝગડી બોલવાનું બંધ કરે. ઘુરકિયાં કરે. ને જે સાવત્સરીક ક્ષમાપના જેવું ન હોય તો એ વેરઝેર–પર્યુષણ પર્વ માં આ બને છે અને સાંવત્સરી ક્ષમાપના સમયે તે વેરઝેર ફોધ સૌ મીણ માફક પીગળી જઈ પરસ્પર ક્ષમા આપ લે છે. આ પ્રણાલિકાનું રહસ્ય ગુરુશ્રીએ બહુ જ સુંદર અને સરળ છતાં સફળ શૈલીથી ગુંથી માનવજાત પર ભારે અનુવડ કર્યો છે. આ ગ્રંથની નકલો ખપી જવાથી બીજી આવૃત્તિ પ્રકટ કરવાની જરૂર મંડળને પડી છે.
જૈન ધાર્મિક શંકા સમાધાન. ગ્રંથાંક ૮૭. પૃણ સંખ્યા ૫૦, ભાષા ગુજરાતી, રચના સં. ૧૯૮૦, શ્રાવણ શુકલપંચમી. મહુડી (મધુપુરી.)
આ ન્હાનકડી પુસ્તિકાની રચના પાછળ ઈતિહાસ પડયો છે. તે લખવાનું કારણ ગુરૂદેવે વિજાપુર પાસે મધુપુરી–મહુડી ગામે શ્રી. ઘંટાકરણ પીરની મૂર્તિની સ્થાપના કરી છે. આ વીરનું પૂજન સાચા સમઝીતવંત શ્રાવક કેમ કરી શકે ? આ પ્રશ્નન ઉઠતાં ઘણે ઉહાપોહ થતાં તે બાબતના જીજ્ઞાસુઓએ જાહેર પત્રમાં આ પ્રશ્ન ઉઠાવેલ અને ૧૯૮૦ માં આ પ્રશ્નો જ્યારે ગુરુદેવ પાસે રજુ થયા ત્યારે તેઓશ્રીએ તેના પ્રત્યુત્તર રૂપે આ પુસ્તિકા લખી પ્રકટ કરાવી છે. આ ઘંટાકરણ વીર એક યક્ષ છે અને તે જૈન શાશનના રક્ષક ગણાય છે. તે સંબંધી ઘણું શોધખોળપૂર્વક વિચારો આ ગ્રંથમાં આપ્યા છે. સર્વ દર્શનમાં હોય છે તેમ જૈન દર્શનમાં મંત્ર શાસ્ત્ર એક આખે વિભાગ રોકે છે. આ બાબત આપણે લેખકના જ
For Private And Personal Use Only