________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તત્વ જ્ઞાન યોગ અને અધ્યાત્મજ્ઞાન જીવંત છે. તે ધર્મ પર આક્ષેપ કરતાં પહેલાં પોતાની જોખમદારી સમજી લેવી જોઈતી હતી. ગાંધીજીએ એક વાર નવજીવનમાં સત્યાર્થ પ્રકાશમાં કાંઈ આશા જેવું નથી એટલું જ લખ્યું હતું. આ પરથી સમસ્ત આર્ય સમાજ ખળભળી ઊઠયો હતો અને શાસ્ત્રાર્થનાં ચેલેંજ અને બીભત્સ શબ્દની વૃષ્ટિ થઈ હતી. અરે! એક આર્ય સમાજીસ્ટ તો મહાત્માજીને મારી નાખવાની ધમકી પણ આપી હતી. કવિરાજ નાનાલાલે ગુરૂશ્રીને કહેલું કે ગાંધીજીએ આર્ય સમાજીસ્ટોને છેડીને ભમરાનું મધ ઉરાડયું છે. સમાજીઓનાં મન જેમ ગાંધીજીના લખાણથી દુભાય તેવાં જ બ૯ કે તેથી વધુ શ્રી. લાલાજીના આક્ષેપોથી જૈન સમાજનું મન દુભાય જ. આથી આ ગ્રંથને પ્રાદુર્ભાવ થયો છે, અને લાલાજીના પ્રત્યેક આક્ષેપને શાસ્ત્રના આધારપૂર્વક જવાબ વાળવામાં આવ્યા હોઈ તે છપાવ્યો છે અને શ્રી. લાલાજીને ગુરૂશ્રીએ શાસ્ત્રાર્થ માટે ચેલેંજ પણ આપી હતી. ગુરૂશ્રી લખે છે કે : “લાલાજી દેશભક્ત છે, દેશના નાયક છે. તેમને સર્વ જાતના ધમીઓને સત્ય પ્રેમ હોવું જોઈએ, અને કઈ પણ ધર્મવાળાને દ્વેષ વહોરી ન લેવું જોઈએ. અત્યારે તો હિન્દુ, બૌદ્ધ, જેનો ઈત્યાદિ હિન્દમાં પ્રકટેલા સર્વ ધર્મવાળાઓનું સંગફૅન કરવું જોઈએ. અન્યથા વ્યવસ્થિત બળ, યુક્તિયુક્ત પ્રીસ્તીઓની અને મુસલમાનોની ધાર્મિક ચળવળથી લાખો-કરોડો હિન્દુઓની જે આ પ્રમાણે દશા રહેશે તે તેઓ ખ્રીસ્તી વા મુસલમાને થઈ જશે. મુસલમાનો ને બ્રીસ્તીઓ આપણા કુસંપ-બેદરકારીની ખેંચતાણથીજ કડોની સંખ્યામાં વધી ગયા. નહિ તો તપાસે કે મૂળ તેમની સંખ્યા કેટલી, ને ધર્મપ્રચાર કરવા માંડ્યા બાદ કેટલા વધ્યા, ને કોણ હતા ? તે લાલાજીએ તે તરફ લક્ષ આપવું ઘટે છે—નહિ કે હિન્દીમાંના એક પુરાણે જીવતા-જાગતા જૈન ધર્મનું ખંડન કરવામાં!
આ ગ્રંથમાં લેખકે પ્રશ્નોત્તરની શીથી લાલાજીના આક્ષેપને આધારભૂત આધા. રોથી સચોટ રીતે ચૂર્ણ કર્યા છે. તેમાં અનેક સંસકૃત લકે આપ્યા છે, અને ઇતિહાસ તથા મહાભારત આદિમાંથી અનેક સત્ય ઘટનાઓ આપી જૈન ધર્મની પ્રાચીનતા તથા સત્યતા ઉપરાંત સાચી અહિંસા પ્રતિપાદન કરી છે. આવા ખંડન શિલીના ગ્રંથા ગુરૂશ્રી લખવા ઘણા નારાજ હોવા છતાં જ્યારે ધમ પર આક્ષેપ થાય ત્યારે મેન સેવવું, એ તેઓ કાયરતા ગણતા. ધર્મ માટે શક્તિ છતાં પ્રાણ પણ પણ કરવું પડે તે કરતાં પાછો પડે એ જૈન નહિ. જેના માટે તો આ ધર્મયુધ્ધ ગણાય. પૃષ્ટ ૩૮ પર સંસ્કૃતમાં અનેક કે પૈકીના થોડા શ્લોક જઈએ.
जैन संघस्य यत्स्वत्वं, तस्य रक्षण देतवे जैनानां शत्रुभिः सार्धं, धर्म युद्धं प्रकीर्तितम् ॥ ६ ॥
जैनानां जैन संघस्य, जैन धर्मस्य घातका: ते सहधर्मयुध्ध तु, जैन सत्यं प्रक्रियते ॥३॥
વગેરે.
For Private And Personal Use Only