________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુરુઓ તથા શિક્ષકની સગવડ કરવામાં આવી હોય, અનેક પ્રકારના વ્યાપાર શીખવવા જુદા જુદા શિક્ષકો રોકયા હોય, અનેક જાતના હુન્નરો શીખવવા માટે કેટલાક તેના નિષ્ણાત શિક્ષકો રોકેલા હેય, અનેક પ્રકારનાં પુસ્તકો વાંચવા એક સારી લાયબ્રેરી હોય, યાન-પ્રાણાયામ કરવા માટે જુદી જગ્યાઓ રેકેલી હોય, વિદ્યાથી એ પાસે અમક વર્ષ સુધી ખાસ પ્રતિબંધથી ભણવાની કબુલાત લખાવી લીધી હોય, કોઈ પણ સ્ત્રીની સાથે પત્રવ્યવહાર ન હોય, વિદ્યાર્થીઓ ઉપર દેખરેખ રાખવા માટે કાબેલ-સંયમી મનુષ્યો રોક્યા હોય, જૈન ધર્મ અને અન્ય ધર્મનાં તનો મુકાબલો કરવાનું શિક્ષણ આપવા માટે પરિપૂર્ણ કેળવાયેલા મનુષ્ય રાખવામાં આવ્યા હોય, સંસ્કૃત, માગધી, ઈગ્લીશ, ગુજરાતી વગેરે ભાષાનું જ્યાં ખાસ અધ્યયન કરાવાતુ હોય, શિક્ષણ સમયસુચક ટાઈમટેબલો બરાબર ઘડવામાં આવ્યાં હોય, તન, મન, ધનને ભેગ આપે એવા માસ્તરો જ્યાં રહ્યા હોય, બ્રહ્મચર્યના ગુણો બતાવે તેવાં પુસ્તકોનું વાચન થતું હોય, ત્યાં જમાનાને અનુસરી ધર્મગુરુઓ કે જે ધાર્મિક શિક્ષણ આપવાને માટે સાત સાત વર્ષ પયત બંધાયા હોય, તેઓને રહેવાની જરા દૂર સ્થાનની સગવડ હોય એવું ગુરુકુળ સ્થાપવામાં આવે તે હજારે જૈન વિદ્યાર્થીઓ બ્રહ્મચર્ય સાચવીને અભ્યાસ કરી બહાર પડે અને તેથી જૈનોની જાહોજલાલીના વાવટા ફરકવા માંડે. આવી સ્થિતિના ગુરુકુળ માટે લાખો રૂપીઆ ખર્ચનાર જૈન, જૈન ધર્મને ઉધાર કરી પરમ પદને પામે છે. આવા ગુરુકુળમાંથી બહાર પડેલા વિદ્યાર્થી ઓ બહાર પડ્યા બાદ એકેક દરેક એક લાખ જેવી શક્તિથી ગૃહસ્થાશ્રમધર્મની કે સાધુધર્મની સેવા ઉઠાવી લે તો આપણે અસલની સ્થિતિ પ્રાપ્ત કરી શકીએ એમાં જરા પણ શક નથી. ઈ. ૪ x હવે પાછા પડીશું તો આપણે શ્રી વિરપ્રભુના ક્ષત્રિય પુત્રો કહેવાઈશું નહિ. ૪ ૪૪ જેના હૃદયમાં શ્રી મહાવીર પ્રભુ વસ્યા હોય તે રમે રોમે ધર્માભિમાન વ્યાપ્યા વિના રહે નહિ. અને જૈન ગુરૂકુળ જેવી સંસ્થાને ઉપાડી લીધા વિના રહે નહિ. * * * આંખો ઉઘાડે અને તમારી પાસે જે છે તે સર્વ જેનોદ્ધાર માટે છે એવો સંક૯૫ કરો. ૪ x x જેનોની સ્થિતિ દરરોજ ઉન્નતિના શિખર પરથી એક બે પગથિયાં નીચે ઊતરતી ઊતરતી તળેટીમાં આવી પહોંચી છે, x ૪ ૪.
શ્રાવક ધમ સ્વરૂપ-ભાગ ૧-૨. ગ્રંથાંક ૧૯-૨૦, પૃષ્ણ સંખ્યા ૪૦-૪૦. ભાષા ગુજરાતી–માગી-૨ચના સંવત ૧૯૫૭, વાલકેશર મુંબઈ.
શ્રાવકના વ્યહવાર તથા નિશ્ચયથી એકવીસ ગુણો પર આ ગ્રંથમાં વિસ્તૃત વિવેચન છે. શ્રાવક સાધુનો સંબંધ-ઉત્તમ શ્રાવક સાધુના માબાપ ભાઈ મિત્ર સમાન છે, એ માટે સૂત્રોની શાખા સંખ્યાબંધ માગધીમાં આપી છે--આ બંને ભાગોમાં શ્રાવકના ધર્મનું સ્વરૂપ ખૂબ સુંદર પણ સચોટ રીતે વિસ્તારથી બતાવ્યું છે.
ગુણાનુરાગ કુલક ગ્રંથાંક ૧૧, પૃષ્ટ ૨૦, ભાષા માગધી-ગુજરાતી. રચના સં. ૧૯૬૬, સુરત.
For Private And Personal Use Only