________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અખૂટ ભરવી જોઈએ, તત્વજ્ઞાન મેળવવું જોઈએ, બ્રહ્મચર્ય ધારણ કરવું જોઈએ. આ વિષય પર વિસ્તૃત વિવેચન કર્યું છે. જૈન ગુરુકુલની આવશ્યક્તા અને તે કેવું-કયાં લેવું જોઈએ તે પર નાખેલે પ્રકાશ અદ્ભુત છે. લેખકના હૃદયમાં એક જૈન ગુરુકુલ સ્થાપવાની ધગશ કેટલી પ્રબળ હશે તેનું દર્શન અત્રે થાય છે. આખી * ગુરુકુલની ચેજના તેઓ અત્રે આપી દે છે. ધર્મોપદેશની શૈલી, પાત્રતા અને જરૂરીઆત વિગતથી વર્ણવે છે અને છેલ્લે બે કાવ્ય સનાતન જૈન બંધુઓ તથા કર્યુ” શું લક્ષ્મી ધારીને ? એ મડદાંને પણ ચેતનવંતાં બનાવી દે તેવાં આપ્યાં છે. થોડાંક અવતરણો જોઈએ.
જૈન તત્ત્વજ્ઞાનની સાથે અન્ય ધર્મનાં તત્ત્વનો મુકાબલો કરાવી જૈન ધર્મનું શિક્ષણ આપવાથી જૈન ધર્મની પરિપૂર્ણ શ્રધ્ધા થાય છે, અને જ્ઞાનથી તૈયાર બનેલા જેને પોતાનું તન, મન, ધન, ધર્મને માટે અર્પણ કરે છે. ”
“જુનાગમોનો અભ્યાસ કર્યા વિના ધારણ કરેલી અંધશ્રદ્ધાથી હૃદયમાં ધર્મના દેઢ સંસ્કાર પડતા નથી x x x અંધ શ્રદ્ધા રાખીને બેસી રહેનારા જેનો ખરેખરા જેને નથી, અને તે રીતે તેઓની અંધશ્રદ્ધાવાળી સંતતિ પણ એક દિવસ ધર્મથી ભ્રષ્ટ થશે એમ સમજાય છે. ૪ ૪ સર્વના સિદ્ધાંત સમજવા સહેલ છે પણ જેન સિધ્ધાંતે સમજવા મુકેલ છે. ”
કેટલાક જેનો પિતાનાં બાળકોને તેર ચૌદ વર્ષની કુમળી વયમાં બાળલગ્નની હાળીમાં હોમે છે. અહ ! કેટલી બધી નિર્દયતાની વાત ? બાળલગ્ન એ પશુયજ્ઞની બરોબર છે.”
શરીરબળ વિના મને બળ અને વચનબળ ખીલી શકતું નથી.” ગુરુકુળની આછી રૂપરેખા દોરતાં શ્રીમદ્દ લખે છે કે –
આર્યસમાજીઓએ હરદ્વારમાં ગુરુકુળ સ્થાપ્યું છે. તેઓ તેની તારીફ કરતાં કહે છે કે, ત્યાંના વિદ્યાર્થી ઓ સર્વ બાબતમાં હાંશિઆર થાય છે. જ્યારે તેઓ બહાર આવશે ત્યારે લોકે તેમને દેખી આશ્ચર્ય પામશે. પ્રિય જેને ! જે વિચારશે તે મુક્ત કંઠે કહેવું પડશે કે જૈન ગુરુકુળની અત્યંત આવશ્યકતા છે. સ્ત્રીઓ વગેરેના પરિચયથી દૂર રહી પચીસ વર્ષ પર્યત ધાર્મિક તથા ( ઈગ્લીશ ભાષા વગેરે) વ્યાવહારિક વિદ્યાને અભ્યાસ કર, દરરોજ કસરત કરવી, ખાવાનો બરાક પણ પુષ્ટિકારક, જંગલની હવા પણ ઉત્તમ લેવાથી શરીરબળ અને જ્ઞાનબળ વધે છે. ત્યાં ધર્મક્રિયા કરવા અલગ સ્થાન હોય, પૂજા કરવા એક સુંદર જૈન મંદિર હોય, ભાષણો આપવા માટે હજારો વિદ્યાથીઓ બેસી શકે એવો સભામંડપ જુદો કરવામાં આવ્યો હોય, વિદ્યાર્થીઓને રહેવા માટે જુદી જુદી કોટડીઓ સાધન સહિત હોય, ભેજનશાળાનું સ્થાન પણ અલગ હોય, ફરવા માટે હવાવાળી ખુલ્લી જગ્યા હોય. વ્યવહારીક નીતિ ને ધાર્મિક શિક્ષણનાં ધોરણો રચાયાં હોય, અને નીતિ તથા ધર્માભિમાની શિક્ષકે ગોઠવવામાં આવ્યા હોય, ધાર્મિક શિક્ષણનું જ્ઞાન આપવા માટે ઉચ્ચ ધાર્મિક કેળવણી પામેલા
For Private And Personal Use Only