________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૬
પ્રકટ કર્યો છે. ૧ શ્રી ધ્યાનદીપિકા ૨ શ્રી. દ્રવ્યપ્રકાશ ૩ અધ્યાત્મ ગીતા ૪ સ્નાત્ર પૂજા ૫ શ્રી. નવપદપૂજા ચતુષ્પદી ૬ વર્તમાન જીન ગ્રેવીસી ૭ વીશ વિહરમાન સ્તવન ૮ અતિત જિન ચોવીશી તથા બીજા અનેક સ્તવનો વિગેરેનો સમાવેશ થાય છે. ઉત્તમ જ્ઞાતાને આ ગ્રંથ અમૃતતુલ્ય ગણાય છે. શ્રીમદ્ દેવચંદ્રજી વિ. ચરિત્ર તથા
શ્રી દેવવિલાસ–ગ્રંથાંક ૧૦૩-૧૦૪, પૃષ્ટ સંખ્યા ૨૨૫. ભાષા ગુજરાતી. રચના સં. ૧૮૨૫. આસો સુદ ૮. રવિવાર.
મહાન અધ્યાત્મિક યોગી પંડિત કવિરત્ન શ્રીમદ્ દેવચંદ્રજી મહારાજના અદ્ભુત ગ્રંથ છપાવવાની પ્રેરણા કરનાર શ્રી બુદ્ધિસાગરજી મહારાજે શ્રીમદ દેવચંદ્રજી મહારાજનાં થશેગાન કરતાં પોતાના સંસ્કૃત કાવ્યમાં ૨૭ કંડિકાઓ દ્વારા પોતાની ભકિતઅંજલિ ગુણાનુરાગ દ્રષ્ટિએ આપતાં કહ્યું છે કે
द्रव्यानुयोग गोतार्थों, व्रताचार प्रपालकः । देवचन्द्रसमसाधु रर्वाचीनो न दश्यते ।। संभूत अन्तरात्माच आत्मानुभव वेदकः । अप्रमस दशायोगी, जितेन्द्राणां प्रसेवकः॥ ध्यानसमाधिरक्ताय, विश्ववंद्यापसायते ।
श्रीमतेदेवचन्द्राय, पूर्णप्रोत्या नमोनमः ॥ એવા મહાન પુરૂષના ગ્રંથના બે ભાગમાં તેમના જીવનના અર્ક સમાન મોંઘામૂલા ગ્રંથો ગદ્ય-પદ્યમાં સંસ્કૃત માગધી ગુજરાતીમાં છપાવ્યા છતાં તેમનું જીવન ચરિત્ર ઉપલબ્ધ ન થયું. આથી પગારદાર પંડિતો મારવાડ-ગુજરાત-મેવાડ મેક૯યા, અને તેમાં સફળતા મળી. પ્રવત કજી શ્રી કાંતિવિજયજી મહારાજના વડોદરાના જ્ઞાનભંડારમાંથી શ્રીમદ દેવચંદ્રજી નિર્વાણરાસની એક સુંદર પ્રત મળી આવી. આ રાસ દેવવિલાસ શ્રીમદ્ દેવચંદ્રજી મહારાજના એક શિષ્ય-જેમણે પિતાનું નામ ન આપતાં “કવિય” નામથી આ રાસ લખ્યો છે તે ઘણે સુંદર જણાતાં, સાહિત્ય સર્જનના લેખકને (પાદરાકરને) ગુરૂ મહારાજે પિતાની પાસે પેથાપુર રાખી આ જીવન ચરિત્ર તૈયાર કરાવેલ છે. આ ગ્રંથના છેવટે મૂળ રાસ શ્રી દેવવિલાસ સાદ્યુત આપેલો છે. આ ગ્રંથની પ્રસ્તાવના જાણીતા સાહિત્યકાર શ્રીયુત્ મેહનલાલ દલીચંદ દેસાઈએ લગભગ ૬૦ પૃષ્ટમાં લખી શ્રીમદ્દ દેવચંદ્રજીના સંપૂર્ણ સાહિત્ય પર ખૂબ પ્રકાશ નાંખે છે.
શ્રીમદ્દ યશોવિજયજી જીવન (નિબંધ)- ગ્રંથાંક ૯૯. પૃષ્ટ સંખ્યા ૧૮૦. ભાષા ગુજરાતી. રચના સંવત ૧૯૬૮ ફાગણ. (સ્થળ : પાદરા)
પૂજ્ય ગુરૂદેવ સંવત ૧૯૬૮માં પાદરા પધાર્યા હતા તે પ્રસંગે શ્રી વડોદરા ખાતે ચેથી ગુજરાતી સાહિત્ય પરિષદ્ ભરાવાની હતી. આ પ્રસંગે વડેદરા મહારાજા સયાજીરાવ ગાયકવાડના ભાઈ શ્રી. સુમંતરાવ ગાયકવાડ મહારાજશ્રી પાસે આવી સા. પરિષદૂમાં પધારવા
For Private And Personal Use Only