________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માલ” ભર્યો છે.
મનુષ્ય દુર્થોનને ત્યાગ કરવો જોઈએ અને સુધ્યાનનો આદર કરવો જોઈએ. માનવમાત્રને સુધ્યાનની જરૂરીઆત છે. મનુષ્ય જીવનની ઉન્નતિ–ઉત્કાન્તિ, અને ઉંચી ભૂમિકા પ્રતિ ગમન કરવામાં સુધ્યાન કેટલું જરૂરી છે તે બતાવવાને કર્તાને આશય છે. શાસ્ત્રો પોકારે છે કે ધ્યાન વિના મુકિત નથી, ધ્યાન એ અંતરનું ચારિત્ર છે. એની સિદ્ધિ ગ્રંથકર્તા ઉત્તમ શૈલીથી રોચક રીતે કરે છે.
આ ગ્રંથમાં આર્તધ્યાન-રૌદ્રધ્યાન, ધર્મ–ધ્યાન અને શુકલધ્યાનનું વર્ણન વિશિષ્ઠ શિલીથી કરવામાં આવેલ છે. મનની નિર્મળતા ધ્યાનથી જ થાય છે. ભગવાન શ્રી મહાવીર પ્રભુએ સાડા બાર વર્ષ પર્યત ધ્યાન ધર્યું હતું. ધ્યાનથી આત્માના ગુણો પ્રકટે છે. માત્ર ધ્યાનનો માર્ગ સાચી રીતે જાણવા મળવો દુર્લભ છે. ગ્રંથકર્તા આ ગ્રંથ રૂપ જોતિ પ્રકટાવી ધ્યાનના જીજ્ઞાસુઓના ધ્યાનમાગને પ્રકાશિત કરી તે પર તેમને ચાલવા માગ દશન આપે છે.
(૧૭) શ્રી આત્મશક્તિ પ્રકાશ-ગ્રંથાંક નંબર ૮૪ પૃષ્ઠ સંખ્યા ૧૨૮ ભાષા ગુજરાતી રચના સં. ૧૯૬૨ પિષ શુદ ૧૦ બુધવાર.
આ ગ્રંથ શ્રીમદ્ પિથાપુર ગયા ત્યારે સાબરમતીનાં કોતરોમાં આત્મધ્યાન ધરવાની અનુકુળતા હોવાથી પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિને અભ્યાસ પુરસથી ચાલતો હતો. તે વખતે લખાય છે. સ્વયંભૂરમણમાં ડૂબકી મારી બહાર આવેલ જીવાત્મા તાજે સ્વાનુભવથી પ્રફુલ્લ અને સત્યને પામેલ બને છે. તે વખતે જે કહેવાય કે લખાય તે નકકર સત્ય અને આદરણીય બની રહે છે. એવા જ આ ગ્રંથમાં આત્માની ઉન્નતિ, આત્માની શુદ્ધિ અને આત્માની અનંત શક્તિનાં દર્શન-ઉપાયો અને અનુકુળ પ્રતિકુળ થતાં તેની પિછાન કરાવી છે, હઠાગ પ્રાણાયામ તથા તે ઉપરથી રાજ્યોગનું સ્વરૂપ જણાવ્યું છે. શુભાશુભ વિચારથી મુક્તિ મેળવવાના ઉપાયો દર્શાવ્યા છે. આત્મા અનંત શકિતવાન છે તેનું નિરૂપણ પણ કર્યું” છે. યાન-પ્રાણાયમ દ્વારા પરમાત્મામાં પિતાનું ચીત જોડવાના માર્ગો પષ્ટ કર્યા છે. આત્મામાં સુરતા કેવી રીતે રાખવી અને આત્મજ્ઞાનના અધિકારીની તેમાં પછાન કરાવી છે. છેવટે જ્ઞાનકિયાથી જ મોક્ષ છે એ પ્રતિપાદન કરવામાં આવ્યું છે. એકંદર જન તેમજ અન્ય સંપ્રદાયવાળાઓને પણ આ ગ્રંથમાં ઘણું જાણવાનું શીખવાનું મળી રહે એવી સુંદર, સર્વમતસંપ્રદાય સહિષ્ણુતાથી આલેખાયેલ આ ગ્રંથ બને છે.
લેખક પિતે જ્ઞાની આત્માથી પુરૂષ છે. તેમની આત્મજ્ઞાન રંગથી રંગાયેલ લેખિનીથી આળેખાય, આત્મજ્ઞાન-ધ્યાનની ચર્ચા કરનારો આત્મોપયોગી ગ્રંથ રૂપી સુર્ય આત્મજ્ઞાનીઓના હદયકમળાને વિકસાવનાર બન્યો છે. એકંદર આત્માના સત્ય સ્વરૂપની ધ્યાને સમાધિ તથા યોગની મહત્તાની–આત્મા પરમાત્માની એકતાની ઉત્કૃષ્ટ ચર્ચા–ચચત આ ગ્રંથ એ લેખકના હૃદયની વાનગી જ છે તે વાંચી આત્મકલ્યાણ સાધી શકશે.
For Private And Personal Use Only