________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રાચીનતાના પ્રમાણો ક્યાં છે? શા છે ? તથા બીજી ધર્મની કેટલીક જાણવા યોગ્ય માનતામાં અને જૈન ધર્મમાં શો ભેદ છે? જૈન તની શ્રેષ્ઠતા કંઈરીતે છે? તેનું આ ગ્રંથમાં શ્રીમદે બાલજીવોને પણ સમજ પડે એ રીતે સરળ ભાષામાં પ્રરૂપણ કરેલું પ્રતિત થાય છે.
ખાસ કરીને તત્વજ્ઞાસુ, બાલ-છો, અને જેમને કોલેજના જ્ઞાનથી ધર્મ તરફ ધર્મગુરુઓ તરફ શાસ્ત્રો, સિધાંત તત્વજ્ઞાન તરફ “નફરત થઈ હોય છે. તેઓને આ ગ્રંથ એકવાર વાંચી જવા ખાસ ભલામણ છે.
પાઠશાળાઓ, હાઈસ્કુલો તેમજ કન્યાશાળાઓમાં ખાસ આ ગ્રંથ ચલાવવા તેમના સંચાલકોને ભલામણ કરતાં અમને આંચકો લાગતો નથી.
(૮) વચનામૃત-ગ્રંથાંક નં. ૨૨ પૃષ્ઠ. ૩૭૬ રચના સંવત ૧૯૬૮ ભાષા ગુજરાતી.
વાચનામૃત મૂળ નાનકડું પુસ્તક સં. ૧૯૫૯માં પાદરાના ગુરુભકત વકીલ મોહનલાલ હીમચંદ એમને ઉપદેશ માટે લખાયેલું, અને તેમણે જ પ્રકટ કરેલું. બાદ ગુરુશ્રીએ ઘણા વિસ્તારથી તે ગ્રંથમાં અનેક વિષયો ઉમેરી પુનઃ તૈયાર કર્યું અને તે ૧૯૬૮માં મંડળના ૨૨ મા અંક તરીકે પ્રકટ થયું છે. આ ગ્રંથમાં લેખકે જુદા જુદા પ્રસંગે-જુદાજુદા સ્થાને લખેલા-પ્રકટ થયેલા લેખે-અમૃત વચને આ વચનામૃતમાં દાખલ કર્યા છે. નિવૃત્તિ સમયે આ ગ્રંથ વાંચતાં-જીવનને ઉપયોગી–આત્મોન્નતિ કરનાર અને જીજ્ઞાસા તૃપ્ત કરવા ઉપરાંત પોતાના ભાવિમાં ડોકીઉં કરાવી સ્વકર્તવ્ય માટે જાગૃત કરવા પ્રેરે તે સુંદર અને સુરસભર છે એમ વાચકને લાગ્યા સિવાય રહેશે નહિ.
આ વચનામૃત ગ્રંથમાં તે ઉપરાંત ગુણાનુરાગ તથા શ્રાવકધર્મ ભાગ ૧-૨ એમ ત્રણ ગ્રંથે પણ સમાવી દીધા છે. જે વાંચકોને કઈ જુદા જ આનંદમાં ડુબાવી શકે છે.
આજના જડવાદના જમાનામાં હલકી કોટીના નવલકથાઓ તથા સીનેમા નાટકનું સાહિત્ય વાંચનારને આ ગ્રંથ વાંચશે તો વાંચન-સાહિત્ય કયું ઉત્તમ તે સમજાયા વિના રહેશે રહી. આ ગ્રંથના વાંચન વ્યાપારમાં વાંચકને પ્રતિત થશે કે તે નવું-નકકર-ઉત્તમ અને જીવનને ઉપયોગી કાર્યો છે, જયારે નેવેલે કે નાટક સીનમાં સાહિત્ય વાંચન બાદ કંઈક ગુમાવ્યાના ખેદ તેને સમજાશે જ. વચનામૃત ખરેખર વચનદ્વારા અમૃત જ પીરસે છે ને તેના પાન કરનારને અમર બનાવવા સમર્થ છે જ,
(૯) અધ્યાત્મ શાન્તિ-ગ્રંથાંક ૨૬ પૃષ્ઠ ૧૨૬ રચના સં. ૧૯૫૯ આવૃત્તિ ત્રીજી ભાષા ગુજરાતી,
આ ગ્રંથ પાદરામાં સં. ૧૯૫ત્ના માગશર વદી ૩ ને જ પૂર્ણ થયે, તે પાદરાના ગુરુભક્ત વકીલ મેહનલાલ હીમચંદના બંધાથે લખાયલ છે, પ્રશસ્તિમાં કર્તા ગ્રંથ લખે છે કે:
For Private And Personal Use Only