________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમદ્દનાં તત્વજ્ઞાન તથા અધ્યાત્મજ્ઞાનનાં પુસ્તકોની સમીક્ષા પ્રથમ લઈશું. આ વિભાગમાં આવે તેવાં પુસ્તકો બીજા વિભાગમાં જવાથી માત્ર ૨૫) ગ્રંથે જ આમાં લીધા છે.
૧. અધ્યામ વ્યાખ્યાનમાળા-ગ્રંથાંક નંબર ૧. પૃ. ૨૦૦ રચના સં. ૧૯૬૪ ના શ્રાવણ સુદ ૫, ભાષા ગુજરાતી. પ્રથમ શ્રી આ પાસક વેગ મંડળ નામનું એક મુમgએનું મંડળ સ્થપાયેલું. શ્રી ગુરૂદેવની પ્રેરણાથી શ્રી માણસા મુકામે એક આધ્યાત્મજ્ઞાનીનું ત્રણ દિવસ માટે સંમેલન બોલાવવામાં આવેલું, શેઠ વીરચંદભાઈ કૃષ્ણાજી તથા શ્રી માણસા સંઘે ત્રણ દિવસ આગંતુકેની ભકિત કરી, અને ત્રણ દિવસ વેગ અધ્યાત્મજ્ઞાન પર શ્રી ગુરૂદેવનાં તથા આવેલા વિદ્વાનોનાં વ્યાખ્યાનો થયાં હતાં ને આ જ સમયે શ્રી આધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળની સ્થાપના કરવામાં આવી હતી. આ ત્રણ દિવસનાં અલગ અલગ વ્યાખ્યાનોનો સંગ્રહ છપાવી પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે, સ્થપાયેલ નૂતન મંડળે આ ગ્રંથ શ્રી બુદ્ધિસાગર સુરી ગ્રંથમાળાના પ્રથમ મણકા તરીકે પ્રસિદ્ધ કર્યો છે.
- ૨. શ્રી સમાધિશતક-ગ્રંથાંક નં. ૪, પૃષ્ટ ૩૨૫. રચના સં. ૧૯૬૨ વૈશાખ શુદ ૩, ભાષા સંસ્કૃત–ટીકા ગુજરાતીમાં છે. આવૃત્તિ બીજી. આ ગ્રંથ મૂળ સંરકૃતમાં ન્યાય વિશારદ ન્યાયાચાર્ય અનેક મહાગ્રંથ રચયિતા મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજે લખેલો છે. તેના પર શ્રી બુદિધસાગરજી મહારાજે અર્થ-ભાવાર્થ અને વિવેચન વિસ્તારથી અનેક દૃષ્ટાંત ઉપન-કાવ્યથી કર્યું છે. શ્રી ઉપાધ્યાયજીના સુધારા વધારાવાળા તેમના સમર્થ વ્યકિતત્વને દર્શાવનાર-સ્વતંત્ર શિલીથી લખાયેલા આ સમાધિશતકનું મુળ એક દિગંબર સંપ્રદાયનો માનનીય સમાધિશતક નામનો સંસ્કૃત ગ્રંથ છે. જેના કત અને ટીકાકાર અનુક્રમે શ્રી પ્રત્યેન્દુ અને પ્રભાચંદ્ર નામના સમર્થ દિગંબર આધ્યાત્મિક વિચારકો છે આ સમાધિશતક કે જેને શ્રી ઉપાધ્યાયજી “ સમાધિ તંત્ર વિચાર” તરીકે ઉદ્ધાર કરતાં દેધિક શતક” નામ આપે છે તેમાં એ સંસ્કૃત મુળ ગ્રંથ ઉમેર્યો છે, અને તેના પર યથાયોગ્ય અર્થ ભાવાર્યાદિક પણ લખ્યા છે. આમ આ સમાધિશતક-ગ્રંથના વિધાનમાં આધ્યાત્મિક ગ્રંથકાર ત્રિપુટીને સુંદર રોગ થયો હોઈ તે એક સુંદર ગ્રંથ સર્જાઈ ગયો છે. આજના જડવાદ તરફ ઘસડાઈ રહેલા ત્રિવિધ તાપ તપ્ત વિશ્વ-વાસી આત્માને આત્મા અને તેની શાંતિ સમાધિ પ્રાપ્ત કરવાનું પરમ સાધન આ ગ્રંથ બની રહે છે. અધ્યાત્મજ્ઞાન વિના ચેતનને સ્ત્ર અને પર, જડ અને ચેતનના ભેદ સમજાતા નથી અને અજ્ઞાનવશ આત્મા પોતાને રાંક દુઃખી માની રીબાયા કરે છે. દુર્ગતિ જાય છે આ માટે આત્માની ઓળખ આપી ચેતનવાદ સમજાવી. આત્મોન્નતિને માગે લઈ જવા આ ગ્રંથ એક મશાલચીની ગરજ સારે છે. શ્રીમદ્ ચવિજયજી જેવા સમર્થ જ્ઞાની તથા શ્રીમદ બુધિસાગર સુરીજી જેવા પંડિત ટીકાકાર ભાવાર્થ આલેખક ! આમ ઉભયના અદ્ભુત યેગમાંથી પ્રકટેલે આ ગ્રંથ અમેઘ છે.
૩. શ્રી અનુભવ પંચવિંશતિ ગ્રંથ- ગ્રંથાંક નંબર ૫. પૃષ્ટ ૨૫૦. સં. ૧૯૫૯ ઉતરાયણ- ભાષા સંસ્કૃત તથા ટીકા ગુજરાતીમાં. આ ગ્રંથનું પ્રાકય અજબ જેવું છે.
For Private And Personal Use Only