________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બનાવવી અને તેઓની સત્ય સ્વતંત્રતાના થાતક બનવું, એ ઈશ્વરને માનનારાને ઘેર કલંકપાપ રૂપ છે......પશુ અને પંખી પોતાની સ્વતંત્રતાથે જીવે છે અને મારે છે, તો જેઓ મનુષ્ય શરીર ધારણ કરી પશુના કરતાં પણ વિશેષ પરતંત્ર ગુલામ બને છે તેઓના જીવવાથી પણ શું......અન્ય દેશને ગુલામ-પરતંત્ર બનાવીને તથા અન્યાય-૯મ કરીને કોઈ દેશ તેને પ્રેમ-મિત્રભાવ મેળવી શકે નહિ. ઈગ્લાંડ પોતાના દેશના સ્વાર્થ માં હિન્દનો સ્વાર્થ કચરીને અન્યાય–જુલમ કરે તો તો તેને હજાર પ્રકારે વિનિપાત કુદરતી રીતે થાય.” આટલા ઉગ્ર વિચારોને ધારણ કરતા શ્રીમદ્દ લખે છે કે, “હિન્દમાં જન્મ થવાથી ડિજિઓને જાત, સ્વતંત્ર, શુદ્ધ કરવાનો ઉપદેશ આપવો એ મારી પ્રથમ ફરજ છે.”
આમ સ્વાતંત્ર્ય માટે ઝૂઝવાને ઉપદેશ આપે એ શ્રીમદ્ પિતાની ફરજ સમજે છે. અત્રે કહેવું પ્રાપ્ત થાય છે કે, . સ. ૧૯૨૧ ની સાલની અસહકારની ચળવળની અસર અને મહાત્મા ગાંધીજીના રાજદ્વારી વિચારોની છાપ ઘણે અંશે શ્રીમદ્ પર પડેલી જણાય છે. આ જાતના રાજનૈતિક વિચારકના ક૯૫નાપ્રદેશમાંથી ઉત્તમોત્તમ સવદેશભકિતનાં કાવ્યો ઝરે તેમાં શું આશ્ચર્ય ! એક રીતે કહીએ તો તેમનાં રાષ્ટ્રગીતો ઉપર્યુકત ઉગ્ર પ્રગતિકારક રાષ્ટ્રિય વિચારોનું પરિણામ માત્ર છે. જે મંતવ્યે તેમણે અહનિશ સેવ્યાં તેના સ્વાભાવિક પ્રકાશન રૂપે જ તેમનાં દેશભકિતનાં કાવ્યો ઉદ્દભવ્યાં છે. વિચારોની ઉગ્રતા સાથે કાવ્યશારીરની નાજુકાઈ અને સ્વદેશપ્રેમની સાત્વિક ભાવના ભળતાં, કાવ્યોમાં જેશ અને માધુર્ય આવ્યાં છે. “ વંદેમાતરમ'નું તેમનું કાવ્ય ગુર્જર ભાષામાં અનોખી ભાત પાડે તેવું છે. કદાચ * વંદેમાતરમ” પર લખાયેલું કાવ્ય ગુજરાતીમાં આ પહેલું જ છે.
જય ભારતી રળિયામણી, સહુ તીર્થને ઘટ ધારિણી, જય જય રસીલી યોગિની, આર્યો તણી ઉદ્ધારિણી; શકિત અનંતી ધારિણી, દુ:ખવારિણી વિષે ભલી, વર્ણ વિવિધ શોભતી, ભાવેન વદે માતરમ.
ચૈતન્ય જડ શકિત ભય, તુજ પુત્ર જગ ઉદ્ધારશે, અધ્યાત્મ શકિતઓ વડે, તુજ મુખ જગ ઉજવાળશે સ્વાતંત્રય પ્રીતિ સત્ય ને, સુખ શાંતિ જગ ફેલાવશે,
અધ્યાત્મ અંબા ભારતી બાન વદે માતરમ સ્વદેશી ને ખાદી વિષે તેઓ કહે છે:
સ્વદેશી વસ્તુ વાપરશો, ભલું નિજ દેશનું કરશો, સ્વદેશી વસ્ત્ર વાપરશે, સ્વદેશી વેષને ધરશો. સ્વદેશી રૂડી છે ખાદી, ઘણી સસ્તી અને સાદી, કરી નિજ દેશની યાદી, બને નહિ ચિત્ત ઉન્માદી
For Private And Personal Use Only