SearchBrowseAboutContactDonate
Page Preview
Page 484
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭ તેઓ શ્રીમ) સંસારથી વિરક્ત સાધુ, ફકકડ, અવધૂ, અવધૂત એટલે મસ્ત આત્મલક્ષી, આત્માની ધૂનવાળા અથવા આત્મધૂત એટલે અધ્યાત્મી દષ્ટિએ સંયમી, ત્યાગી ઉગ્ર આત્મલક્ષી, મમી (Mystic) હતા. શાસ્ત્ર વિશારદ, અને આચાર્ય પદથી વિભૂષિત પંડિત તીવ્ર સિદ્ધાંતબોધ, ઊંડી માર્મિક શાસ્ત્રષ્ટિ અને અનુભવયેગથી ભરેલાં પદો, સ્તવન, ભક્તિ-વૈરાગ્ય-પ્રેરિત રહસ્યપૂર્ણ કાવ્યો, પદ્યમાં પિતાના આંતરનિગૂઢ ભાવે ને (mysticism) હમ સર્વજ્ઞ નહિ હે સંતો, સંત કે હમ દાસ; લીખે પઢે હમ બાલક ખેલા, ભાખું તોતડી ભાષા” (ભજન. ભા. ૧૦ પૃ. ૯૯) એમ નમ્રપણે કહેતા જાણતાં છતાં પ્રેરણામય ઉલ્લાસથી ભરેલી સમર્થ ભાવવાહી વાણીમાં ગભાષા દ્વારા વ્યકત કરનાર આયત્મિક કવિ હતા. તેમને યથાસ્થિત પીછાનનારા “પરીખે જવલેજ હતા. સંતજનોની દશા તેમના સમયમાંલગભગ સર્વકાળમાં એવી જ હોય છે. છતાં તેઓ તો “આત્મજ્ઞાની સમદશી ને, વિચરે ઉદય પ્રયોગ,” એ પ્રમાણે રહી, પોતાની અપૂર્વ વાણી કયે જાય છે, અને જગને સંભળાવે છે કે – હમકુ જાનત અવધૂત યોગી, કોઈ અનુભવતાની, શુદ્ધ સ્નેહ ત્યાગી જાનત, જાનત હે કાઈ યાની હમકું જાનત હે કાઈ જ્ઞાની— (ભજનસંગ્રહ, ભા. ૧૦ પૃ. ૧૧૬) તેમજ જે બ્રહ્મજ્ઞાની હોવશે તો બ્રહ્મરૂપે દેખશે, પરમાર્થ દષ્ટિ જે હશે તે, તેહ રૂપે પખશો. જેવી તમારી દૃષ્ટિ તેવો દેખશે મુજને તમે, એ દૃષ્ટિ સૃષ્ટિવાદમાં રહીયા તમે તેમજ અમે. જેવી તમારી દષ્ટિ તેવો હું તમારી આમળે, નિજ કલ્પનાનો અન્યમાં આભાસ તેવો થઈ પડે. નિજ દષ્ટિના અનુસારથી નાના રૂપે જગભાસ છે, બુદ્ધબ્ધિ પરમજ્ઞાનીના અંતર વિષે શુભવાય છે. | (હરતલિખિત ડાયરી ૧૯૬ ૭ પૃ. ૨૪૮) આવા મસ્ત, સત્યશોધક આત્માથીની દશા એવી અગમ્ય દર્દભરી હોય છે કે તે સમજનાર અંતર્યામી સિવાય બીજે ક્યાંય ન સાંપડે. આચાર્ય ક્ષિતિમોહન સેનના એક લેખનું ભાષાંતર કરતાં રાજેશ્રી સુશીલ જૈન પત્રમાં લખે છે તે પ્રમાણે, “ઘોર અંધારી રાતે નિજ ન અટવિમાં અથડાતા મસાકર કરતાં પણ સત્યશોધકની વિહવળતા અનેકગણી તીવ્ર અને જાજરમાન હોય છે. “પ્રકાશ-વધુ પ્રકાશ” એ મૌન અહાલેક જગાવતે તે ઠેકઠેકાણે ભમે છે, કયાંક ઘડીક બેસે છે, અને કળ વળી–ન વળી–ત્યાં તો ઉઠીને આગળ ચાલે છે. ?? શ્રીમદુની સત્યશોધકતા પણ લગભગ આવી જ હશે; અને શ્રી ક્ષિતિબાબુએ આનંદઘનજી મહારાજની સત્યશોધકતાની જે સમીક્ષા કરી છે તેમાં પણ સત્યજીજ્ઞાસુ આત્માની ઉત્કટ For Private And Personal Use Only
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy