________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અન્તિમ યાત્રા
૩૬૭
પ્રયાણુ-યાત્રાના એ સંઘ-સમુદાયનું દશ્ય અપૂર્વ હતું. એક પાલખી પર ગીરાજની અડીખમ કાયા વિરામ લઈ રહી હતી. માત્ર ઘેરા શ્વાસોશ્વાસ ને » મહંમ મહાવરના સ્વરે સંભળાતા હતા. કેઈ વાર પં. મહેન્દ્રસાગરજીને બોલાવી કંઈ સુચના આપતા. અનેક જન પાછળ ગંભીર મુદ્રાએ ચાલ્યા આવતા હતા. આ
પૂર્વ ના આકાશમાં ચિતારો અરુણ પૃથ્વીના એક મહાન આત્માના પ્રવાસને આવકારવા કંકુ છાંટણા કરી રહ્યો હતો. સુષુપ્તિમાંથી ઊઠતા કોઈ ચોગી ની ચેતન-આંખ જેવો સૂર્ય આભમાં આવું આવું થઈ રહ્યો હતો. શીળ વાયુ વનવગડાની સૌરભ તાણી લાવી સહુના ઉષ્ણુ નિધાસથી ભરેલાં હયાને આસાયેશ પમાડતો હતો, ને મૃત્યુની ગંભીર છાયામાં મૌન બનેલાં ભકતમાનને રૂડાં પંખી મીડી પુકારે પંપાળી રહ્યાં હતાં. કુદરતમાં જાણે કંઇક વૈશિષ્ટય જાણ્યું હતું.
યોગીરાજ વીજાપુરમાં પ્રવેશ કરી ગયા. એક વરદ હાથ સહેજ હલે ને પં. મહેન્દ્રસાગરને સમીપ બેલાવવાનો સંકેત થયો, ને ધીમા શબ્દો ગુંજ્યાઃ
“ ભાઈ, શાંતિ ! શાંતિ ! શાંતિ !”
શાંતિના ફિરસ્તાએ છેલલા એ શબ્દ પુદ્ગલોને વહેતા મૂક્યા. થોડી વારમાં વિદ્યાશાળામાં પ્રવેશ થયા. યોગીરાજને જ્યાં વર્ષોથી એ બેસતા તે જગ્યાએ સંથારો કરી સુવાડવામાં આવ્યા.
દર્શનાર્થીઓની ભારે ભીડ જામી ગઈ, અને આ કંઈ માત્ર “વાણિયા ”ના મુનિ કયાં હતા ! એમને જૈન ધર્મ જનધર્મ હતો, ને એ અઢારે કોમના સાધુ હતા. એમાં જૈન હતા, બ્રાહ્મણ હતા, પીંજારા હતા, પાટીદાર હતા, મુસલમાન હતા, ઠાકરડા હતા ને હૈદ્રભંગી પણ હતા. સહુનાં હૈયાં ગદગદ થઈ રહ્યાં હતાં.
- સંથારા પર સૂતેલા આ યોગીરાજની છેલ્લી અદબ કરવા એક પછી એક આગળ આવવા લાગ્યા. પાછળ રહી ગયેલા તેમના પટધર શ્રી. અજિતસાગરસૂરિજી આવ્યા. તેમણે વંદન કર્યું. ચોગીરાજે સપ્રેમ ઝીલ્યું. સાધ્વી સમુદાય આવ્યો. એમની વંદના ઝીલી !
| મૃત્યુની અંતિમ પળાની ભીષણ વેદના સામે જાણે ગીરાજ સતત લડી રહ્યા હતા. વકીલ મોહનલાલભાઈ આત્મોગને સતત ખ્યાલ કરાવી રહ્યા હતા.
ઘડિયાળનો કાંટો સાડા આઠ પર આવી પહોંચ્યો હતો. શાંત મુદ્રા સાથે એ નયન સી'ચાઈ ગયાં-તું મેશને માટે મીચાઈ ગયાં. પૃથ્વીના પટ પર એક સૂર્ય પોતાની સહસ કળા વિકસાવી રહ્યો હતો, ત્યારે શાસનને આ સૂર્ય પોતાની એક ભવ-કળા સમેટી રહ્યો હતો.
For Private And Personal Use Only