________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આમાના ચોમાસાના ઇરછુક
જવા માટે સંતપુરુષએ અંતરમાં યુદ્ધ કર્યા છે, અને કરે છે, અને તેવું આપણે ક્ષણે ક્ષણે કરવાનું છે. સ્વર્ગ અને નર્ક આપણા આત્મપ્રદેશની સાથે રહેલાં છે, અને તે બંનેને દૂર કરી મુક્ત થવું જોઈએ જે સારામાં સારું છે, તે પાસે ને પાસે છે, અને બુરામાં બુરું છે તે પણ પાસે ને પાસે છે. સારાની પાસે જવાથી નઠારું તેની મેળે દૂર થશે. આમસ્વભાવના ઉપયોગમાં જ પરભાવના નાશ છે, આત્મસ્વભાવ જેવું કંઈ સારું નથી, અને પરભાવ જેવું કોઇ બુરું નથી. જાગૃત આત્માને કોઈ પણ શત્રુ નાશ કરવા સમર્થ નથી. જાગૃત આત્માનો કે શત્રુ જ રહેતો નથી, કારણ કે તેની શુદ્ધ ઉપયોગ દષ્ટિ હોય છે અને તેથી તેમાં કોઈ શત્રુ રહેતો જ નથી. તેને તો આખું જગત આત્માની શુદ્ધિને માટે ગમે તે રૂપાંતરે–મદદગાર ઉપયોગી થઈ પડે છે, કારણ કે સમ્યક દષ્ટિ જ્ઞાની આત્મામાં એવી શકિત ખીલેલી હોય છે કે તેની જ્ઞાનદષ્ટિના પ્રતાપે સર્વ જગતને આત્માની શુધિમાં, કર્મના ક્ષયમાં કોઈ ને કઈ રૂપાંતરે ઉપચગી કરી દે છે. પોતાની દષ્ટિમાં તેવું બળ હોય છે. બાહ્યમાંથી કાંઈ લાવવાનું હોતું નથી. પિતાનો દષ્ટિ જ પોતાને તારે છે, અન્ય સાધનો તે નિમિત્ત માત્ર જ હોય છે. આવી દશા પ્રકટાવવી તે જ આત્મપ્રભુનું પ્રાકટય છે, અને એ જ પરમેશ્વરનો સાક્ષાત્કાર છે અને તેવી રીતે હદયમાં આત્મપ્રભુને પ્રકટ કરોને આયુષ્ય સંબંધે જીવતાં જ્ઞાની આત્માને મૃત્યુ પણ મિત્રરૂપ થઈને તેને મોક્ષ જવામાં સહાયક બને છે તો પછી બીજા પદાર્થનું કહેવું જ શું ? માટે સર્વ પ્રકારના તર્કવિતર્કમાંથી મન પાછું ખેંચી લઈને સમ્યકષ્ટિની શોપયોગ દશા પ્રકટાવવા અતિ પુરુષાર્થ કરો અને પરાભાષાનો અંતરનાદરૂપ પ્રભુને પેગામ પ્રકટીને નિર્ભયતા જાહેર ના કરે ત્યાં સુધી વિશ્રાંતિ ના લે, અને આગળ વધે. તમને આગળ વધવામાં શાસન દેવા સંતાની સહાય થાઓ.
- “ આ પત્ર વાંચીને જેટલો બને તેટલે પુરુષાર્થ કરશે. અમે પણ તે માગ સાધવામાં પુરુષાર્થ કરીએ છીએ, અને તમો પણ પુરુષાર્થ કરશે. ઇત્યેવં. શાન્તિ, શાન્તિ, શાન્તિ. એ જ. લે. બુધિસાગરના ધર્મલાભ, ધર્મસાધન કરશે, ધર્મકાર્ય લખશો, ઈત્યેવ છે અહમ્ મહાવીર, શાન્તિ.
| વિ. સ. ૧૯૮૬ ચત્ર વદો ૩ મુ, વીજાપુર ક્ષીરસાગરને તીરેથી હંસાના સાદ બધે ફરી વળ્યા. મેતી ચુગનારા મહાનુભાવો મહુડીની દિશામાં ઉલટયાં. એ મહાનુભાવોમાં એમના જ્ઞાન-શિષ્ય થવાનું સદ્ભાગ્ય વરનાર પાદરાના વકીલ શ્રીયુત મોહનલાલ હેમચંદ પણ હતા. મહેસાણાના શેઠ મેહનલાલ ભાખરિયા પણ આવી ગયા હતા. બંનેએ વિલીન થતી તિની મન, વચન, કાયાથી અંતિમ આરાધના શરૂ કરી દીધી. વકીલ મોહનલાલ હેમચંદ ચરિત્રનાયકના પ્રખર પ્રેમી હતા. તેવીસ તેવીસ વર્ષના ધનિષ્ટ પરિચયોના તાંતણા બંને વચ્ચે હતા. આતમજ્ઞાન ને તત્ત્વજ્ઞાનના રસિયા જીએ ભારે રસલહાણ અનુભવી હતી. ખુદ ચરિત્રનાયકે એક સ્થળે અર્પણપત્રિકા આપતાં તેઓને વિષે ઘણું ઘણું જણાવ્યું છે.
* પાદરા વકીલ શા. મેહનલાલભાઈ હિમચંદભાઈ ! “ તમારું ગૃહસ્થ શ્રાવકવન ઉત્તમ આદર્શ દષ્ટાંતરૂપ છે. તમોએ બાલ્યાવસ્થામાં ઉમંગ, ઉત્સાહ,
For Private And Personal Use Only