________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આમાના ચામાસાના ઇરછુક
હ૫૩
લગભગ ચાલુ જ રહેશે. ”
ખરેખર તેમણે લગભગ મરણાંત સુધી તે કાર્ય કર્યા જ કર્યું. પાલીતાણાના ગુરુકુલને વધારે સારી સ્થિતિમાં લાવવા અને મહુડીના પ્રદેશમાં એક આદર્શ ગુરુકુલ થાપવા તેમની ભાવના હતી.
છેલ્લાં કેટલાક વખતથી પિતાના ભકતોને પત્ર લખતાં, એમાં અંતિમ આત્મઉપદેશના આહલેક જાણે સંભળાતા હતા. એ ઉદ્ગારાનો સર્વ સંગ્રહ અહી અશક્ય છે, પણ એમાંના પાંચદસ કાગળની થેડી એક પંકિતઓ અહી ઉતારીએ છીએ.
* ભાઈઓ, મુસાફરી પૂરી થઈ છે. જે કાંઈ ઈચ્છા હોય તે લઈ લો, નહીંતર પાછા -fથી પસ્તાવો થશે ?
આત્મભાવે મરવું અને જડ ભાવે જીવવું એ જ જન્મ-મરણનું કારણ છે. ”
જડ વસ્તુઓના સાગરમાં તરો, પણ તેની નીચે આસકિતથી ન રહે.”
*વડોદરા વગેરે શહેરની કીર્તિ કરતાં ગરીબ ભકતની ભકિતમાં આનંદ અનુભવાય છે. ?
* * ધનમાં ખામાં નથી ”
બાહ્ય દુઃખના તાપથી આત્માનો આનંદરસ પાકે છે, તેનો સ્વાદ લેવાની જરૂર છે. કેરી તાપથી પાકે છે, ત્યારે તેમાં રસ આવે છે. ”
આ સંસાર છે. સંસારમાં કંઈ ને કંઈ બાકી રહે.
% ઊંટના અઢારે વાંકાના જે વાનું. સર્વેમાં કંઈ ને કંઈ કહેવાનું.”
“સર્વ વાતે સંપૂર્ણતા સંસારમાં કોઈને પ્રાપ્ત થઈ નથી, અને થવાની નથી.”
તારા મન પ્રમાણે સર્વ સાનુકૂળ થાય તે પછી દુઃખ કયાંથી? અને વૈરાગ્ય પણ
For Private And Personal Use Only